![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
પોસ્ટમાં સેવિંગ્સ કરનારે 1 એપ્રિલથી આ સેવા માટે પણ ચૂકવવો પડશે ચાર્જ, જાણો શું છે નવો નિયયમ ?
ચાલુ ખાતાની વાત કરીએ તો 25 હજાર રૂપિયા સુધીના ઉપાડ પર કોઈ ચાર્જ નહીં લાગે. પરંતુ તેનાથી વધારે રકમ ઉપાડવા પર 25 રૂપિયાનો ચાર્જ લાગશે.
![પોસ્ટમાં સેવિંગ્સ કરનારે 1 એપ્રિલથી આ સેવા માટે પણ ચૂકવવો પડશે ચાર્જ, જાણો શું છે નવો નિયયમ ? Those who make savings in the post will also have to pay a charge for this service from April 1, know what is the new rule? પોસ્ટમાં સેવિંગ્સ કરનારે 1 એપ્રિલથી આ સેવા માટે પણ ચૂકવવો પડશે ચાર્જ, જાણો શું છે નવો નિયયમ ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/16/3c40ceed5260599e4861890774dd8ce2_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
જો તમારું પોસ્ટ ઓફિસમાં ખાતું હોય તો આ અહેવાલથી તમને ઝાટકો લાગી શકે છે. 1 માર્ચના રોજ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે નોટિસ બહાર પાડી હતી જે અનુસાર હવે એક મર્યાદાથી વધારે રોકડ ઉપાડ અથવા જમામ કરવા પર ચાર્જ ચૂકવવો પડશે.
આ નવો નિયમ 1 એપ્રિલ 2021થી લાગુ થવા જઈ રહ્યો છે. તે અંતર્ગત હવે એક લિમિટથી વધારે વખત રોકડ જમા કરવા કે ઉપાડવા પર એક નક્કી ચાર્જ લાગશે. જ્યારે બચત ખાતા માટે જમા કરાવવા પર કોઈ ચાર્જ નહીં હોય પરંતુ એક મહિનામાં માત્ર 4 વખત જ રોકડ ઉપાડી શકાશે. તેનાથી વધારે વખત ઉપાડવા પર 25 રૂપિયા અથવા ઉપાડના 0.5 ચાર્જ લાગશે.
ચાલુ ખાતાની વાત કરીએ તો 25 હજાર રૂપિયા સુધીના ઉપાડ પર કોઈ ચાર્જ નહીં લાગે. પરંતુ તેનાથી વધારે રકમ ઉપાડવા પર 25 રૂપિયાનો ચાર્જ લાગશે. જમા રકમની વાત કરીએ તો એક મહિનામાં 10 હજાર રૂપિયા જમા ફ્રીમાં થશે પરંતુ બાદમાં 25 હજાર રૂપિયાનો ચાર્જ લાગશે.
આધાર આધારિત AEPS ટ્રાન્ઝેક્શન પર કોઈપણ પ્રકારનો કોઈ નિયમ લાગુ કરવામાં નહીં આવે. આ પૂરી રીતે ફ્રી હશે. જ્યારે નોન આઈપીપીબી નેટવર્ક પર મહિનામાં ત્રણ ટ્રાન્ઝેક્શન ફ્રી થશે. રોકડ જમા કરવા અને ઉપાડ તેમાં સામેલ છે. ત્રણ ટ્રાન્ઝેક્શન બાદ તેના પર પણ ચાર્જ લાગશે જેની કિંમત 20 રૂપિયા હશે.
તમને જણાવીએ કે, આ ચાર્જમાં જીએસટી સામેલ નથી. જીએસટી અલગથી લાગશે, ઇન્ડિયા પોસ્ટ તરફતી ગ્રાહકોને મેસેજ કરીને આ જાણકારી આપવામાં આવી રહી છે.
IPPBએ અગાઉ ગત વર્ષે ડિસેમ્બરમાં તમામ બચત ખાતામાં ઓછામાં ઓછું બેલેન્સ રાખવું જરૂરી છે. બચત ખાતામાં ઓછામાં ઓછું બેલેન્સ 500 રૂપિયા રાખવું પડશે. 500 રૂપિયાથી ઓછું બેલેન્સ હશે તો 100 રૂપિયાનો ચાર્જ લાગશે.
તે ઉપરાંત જો તમારા ખાતામાં ક્યારેય 500 રૂપિયાથી વધારે નથી તો નાણાકીય વર્ષના અંતમાં તમારી પાસેથી 100 રૂપિયા ખાતાના મેન્ટેનન્સ તરીકે લેવામાં આવશે. રિપોર્ટ્સના અનુસાર, પોસ્ટ ઓફિસ સેવિંગ ખાતામાં તમે ઓછામાં ઓછા બેલેન્સવાળા પૈસાને ઉપાડી નહીં શકો. એટલે કે તમારા ખાતામાં 500 રૂપિયા જ છે તો તમે એક રૂપિયો પણ ઉપાડી નહીં શકો.
પોસ્ટ ઓફિસ સેવિંગ અકાઉન્ટ પર 4%ના દરે વાર્ષિક વ્યાજ મળે છે. 10,000 રૂપિયા સુધી વ્યાજ સંપૂર્ણ રીતે ટેક્સ ફ્રી હોય છે. તેમાં ATM કાર્ડ, ફંડ ટ્રાન્સફર, બિલ પેમેન્ટ, રિચાર્જ, નેટ બેંકિંગ જેવી તમામ જરૂરી સુવિધાઓ મળે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)