શોધખોળ કરો
ટિકટોક ભારતમાં ફરી કરશે એન્ટ્રી, જાણો ભારતની કઈ ટોચની કંપનીને ભારતીય બિઝનેસ વેચવા ચાલી રહી છે મંત્રણા ?
મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર, બાઈટડાન્સ શોર્ટ વીડિયો એપ ટિકટોકને ભારતીય કારોબારી મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને વેચે તેવી શકયતા છે.

મુંબઈઃ ભારત સરકારે પ્રતિબંધ મૂકી દેતાં ટિકટોક હવે ભારતીયોના મોબાઈલમાં નથી જોવા મળતી પણ ટિક ટોકને ભારતમાં ફરી એન્ટ્રી કરાવવાન તખ્તો ઘડાઈ રહ્યો છે. ભારતમાં ફરીથી આવવા માટે ટિકટોક આતુર છે અને ભારતમાં રહેલા કરોડો ફોલોઅર્સના કારણે થનારી કમાણીનો ફાયદો મળે એટલે ટિકટોકની માલિક કંપની બાઈટડાન્સ તેના ભારતીય બિઝનેસને વેચવાની તૈયારી રહી છે.
મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર, બાઈટડાન્સ શોર્ટ વીડિયો એપ ટિકટોકને ભારતીય કારોબારી મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ(RIL)ને વેચે તેવી શકયતા છે. આ મુદ્દે બંને કંપનીઓ વચ્ચે જુલાઈના અંતમાં વાતચીત શરૂ થઈ હતી. બંને કંપનીઓએ હાલ કોઈ ડીલ કરી નથી પણ બંને વચ્ચે સોદો થઈ શકે તેવી શક્યતા છે. આ અંગે રિલાયન્સ, બાઈટડાન્સ અને ટિકટોકએ સત્તાવાર રીતે કોઈ માહિતી આપી નથી.
ટિક ટોક માટે ભારત યુઝર્સની રીતે વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું બજાર છે. 2019માં બાઈટડાન્સે ભારતમાં 43.7 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો હતો અને કંપનીને 3.4 કરોડ રૂપિયાનો પ્રોફિટ થયો છે. અમેરિકામાંથી કંપનીને 650 કરોડની રેવન્યુ મળી હતી. ચીનમાંથી કંપનીને 2500 કરોડ રૂપિયાની આવક થઈ હતી.
એપ્સ બિઝનેસ કારોબાર પર નજર રાખનારા સેન્સર ટાવરના જણાવ્યા મુજબ ટિકટોકના યુઝર બેઝમાં વધારો થઈ રહ્યો છે. 29 એપ્રિલના ડેટાના જણાવ્યા અનુસાર વિશ્વમાં ટિકટોક 200 કરોડ વખત ડાઉનલોડ કરવામાં આવી છે. વિશ્વમાં ટિકટોકના 20 કરોડ એક્ટિવ યુઝર્સ છે.
ગુજકેટની પરીક્ષા માટે નવી હોલ ટિકિટ ઓનલાઈન મુકાઈ, જાણો કેવી રીતે કરી શકાશે ડાઉનલોડ
આ રાજ્યમાં PUC વગર ગાડી લઈને નીકળ્યો તો થઈ શકે છે 10 હજારનો દંડ, જાણો કેમ લેવામાં આવ્યો નિર્ણય
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
ગુજરાત
Advertisement
