નબળા લિસ્ટિંગ પછી Tracxn ટેક્નોલોજિસના સ્ટોકમાં શાનદાર તેજી, 17%ના પ્રીમિયમ પર ટ્રેડિંગ
IPOમાં, શેરનું વેચાણ ઓફર ફોર સેલ દ્વારા સંપૂર્ણપણે કરવામાં આવ્યું હતું. કંપનીના પ્રમોટર્સ અને રોકાણકારોએ IPOમાં 38,672,208 શેર્સ ઑફલોડ કર્યા છે.
Tracxn Technologies IPO: બજારમાં ઘટાડા દિવસે Tracxn Technologiesનો IPO લિસ્ટ કરવામાં આવ્યો છે અને શેર IPOની કિંમતમાં થોડો વધારો સાથે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થયો છે. Tracxn Technologiesના IPOનું લિસ્ટિંગ રૂ. 80ના ભાવ સામે રૂ. 84.50 પ્રતિ શેરના ભાવે થયું છે.
જોકે, નબળી શરૂઆત બાદ શેરમાં ખરીદારી જોવા મળી હતી, જે બાદ શેરમાં જબરદસ્ત રિટર્ન જોવા મળ્યું હતું. અને શેર 22 ટકાથી વધુના ઉછાળા સાથે રૂ. 98.40ના સ્તરે પહોંચ્યો હતો. હાલમાં, શેર 20 ટકાના વધારા સાથે રૂ. 95.90 પર ટ્રેડ કરી રહ્યો છે. Tracxn Technologiesનો IPO 10 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર સુધી ખુલ્લો હતો. કંપનીએ શેર દીઠ રૂ. 75 થી 80નો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો હતો. કંપનીએ IPO દ્વારા રૂ. 309 કરોડ એકત્ર કર્યા છે.
IPOમાં, શેરનું વેચાણ ઓફર ફોર સેલ દ્વારા સંપૂર્ણપણે કરવામાં આવ્યું હતું. કંપનીના પ્રમોટર્સ અને રોકાણકારોએ IPOમાં 38,672,208 શેર્સ ઑફલોડ કર્યા છે. પ્રમોટર્સ નેહા સિંહ અને અભિષેક ગોયલે 76.62 લાખ શેર્સ ઑફલોડ કર્યા છે, જ્યારે ફ્લિપકાર્ટના સ્થાપકો બિન્ની અને સચિન બંસલે IPO દ્વારા 12.63 લાખ શેર્સ ઑફલોડ કર્યા છે. બેંગ્લોર સ્થિત Tracxn Technologies એ વિશ્વની અગ્રણી માર્કેટ ઇન્ટેલિજન્સ પ્રદાતાઓમાંની એક છે.
IPOને રોકાણકારો તરફથી નબળો પ્રતિસાદ મળ્યો હતો. રિટેલ કેટેગરી 4.87 ગણી, સંસ્થાકીય રોકાણકારોનો ક્વોટા 1.66 ટકા અને બિન-સંસ્થાકીય રોકાણકારોનો ક્વોટા માત્ર 80 ટકા છે. IPO પહેલા, Tracxn એ 15 એન્કર રોકાણકારો પાસેથી રૂ. 139 કરોડ એકત્ર કર્યા છે. જેમાં કોટક મ્યુચ્યુઅલ ફંડ, ICICI પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ, નિપ્પન ઈન્ડિયા MF, રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સનો સમાવેશ થાય છે.
કંપનીના પ્રી-લિસ્ટિંગથી રોકાણકારોના ધબકારા વધી ગયા હતા. લિસ્ટિંગ પહેલા કંપનીના શેર શેર દીઠ રૂ. 15ના ડિસ્કાઉન્ટ પર ટ્રેડ થઈ રહ્યા હતા. તમને જણાવી દઈએ કે, ગ્રે માર્કેટમાં કંપનીનું પ્રદર્શન બહુ સારું નહોતું.
કંપનીનો બિઝનેસ શું છે
Tracxn Technologies B2B પ્લેટફોર્મ પર કામ કરે છે જે ખાનગી બજાર કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સને ઓળખે છે, ટ્રેક કરે છે અને તેનું વિશ્લેષણ કરે છે. આ કંપની 2015 થી કામ કરી રહી છે અને તેની શરૂઆત નેહા સિંહ અને અભિષેક ગોયલ દ્વારા કરવામાં આવી હતી.