શોધખોળ કરો

Spam Calls થી હવે મળશે છૂટકારો, હેરાન-પરેશાન કરનારાઓ સામે TRAIએ લીધો મોટો નિર્ણય, જાણો

TRAI Rules: ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ના ચેરમેન અનિલ કુમાર લાહોટીએ બુધવારે જણાવ્યું હતું કે ટેલિકોમ રેગ્યૂલેટર સ્પામ કૉલ્સને રોકવા માટે નિયમોની સમિક્ષા કરશે અને તેને મજબૂત કરશે

TRAI New Rules: ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ના ચેરમેન અનિલ કુમાર લાહોટીએ બુધવારે જણાવ્યું હતું કે ટેલિકોમ રેગ્યૂલેટર સ્પામ કૉલ્સને રોકવા માટે નિયમોની સમિક્ષા કરશે અને તેને મજબૂત કરશે. સ્પામ કૉલ પર કાર્યવાહી ટ્રાઈના એજન્ડામાં ટોચ પર છે. અનધિકૃત ટેલીમાર્કેટિંગ કંપનીઓના અનિચ્છનીય સંદેશાવ્યવહાર વિશે ગ્રાહકોની વધતી જતી ફરિયાદો વચ્ચે નિયમનકાર આ મુદ્દા પર તેનું વલણ કડક કરી રહ્યું છે.

બેઠકમાં આ મુદ્દા પર થઇ ચર્ચા 
લાહોટીએ બ્રૉડબેન્ડ ઈન્ડિયા ફૉરમ (BIF) દ્વારા આયોજિત 'ઈન્ડિયા સેટકોમ-2024' ની બાજુમાં જણાવ્યું હતું કે, "અમે સ્પામ કૉલ્સ પર સેવા પ્રદાતાઓ સાથે વાતચીત કરી છે અને આ અમારી આગામી પ્રાથમિકતા છે." "અમે ગંભીરતાથી કામ કરીશું... સ્પામ અથવા સ્પામ કૉલના મુદ્દા પર તપાસ કડક કરવા માટે અમે હાલના નિયમોમાં લોકો દ્વારા મળેલી દરેક છટકબારીઓને અને ખામીઓને દુર કરીશું."

TRAI એ મંગળવારે એક બેઠક યોજી હતી અને સેવા પ્રદાતાઓ અને તેમના ટેલીમાર્કેટર્સને વૉઇસ કૉલ્સનો ઉપયોગ કરીને સામૂહિક સંદેશાવ્યવહારને રોકવા માટે અસરકારક પગલાં લેવા માટે મજબૂત સંદેશ આપ્યો હતો. પ્રતિભાવ તરીકે નિયમનકારે તમામ હિતધારકો, ખાસ કરીને એક્સેસ સર્વિસ પ્રૉવાઇડર્સ (ટેલિકોમ કંપનીઓ) અને તેમના ડિલિવરી ટેલીમાર્કેટર્સ દ્વારા સક્રિય પગલાં લેવાનું આહ્વાન કર્યું છે.

બંધ થશે આ સર્વિસ 
ઓળખ માટેના ટેકનિકલ સૉલ્યૂશન્સનો અમલ કરીને અને 10 અંકના નંબરનો ઉપયોગ કરીને એન્ટરપ્રાઇઝ ગ્રાહકો દ્વારા 'મલ્ટીપલ કૉલ્સ' અટકાવીને તાત્કાલિક પગલાં લેવામાં આવશે. કૉલ દ્વારા છેતરપિંડી અને કૌભાંડોની વધતી જતી ઘટનાઓ અને તેમની સામે લેવાયેલી કાર્યવાહી અંગે લાહોટીએ જણાવ્યું હતું કે નિયમનકારોની સંયુક્ત સમિતિ આ મુદ્દાને ઉકેલવા માટે સામૂહિક રીતે કામ કરી રહી છે.

TRAI સેટેલાઇટ-આધારિત ટેલિકોમ સેવાઓ માટે સ્પેક્ટ્રમની વહીવટી ફાળવણી માટે નિયમો, શરતો અને અન્ય પદ્ધતિઓ નક્કી કરવા માટે એક મહિનામાં પરામર્શ પ્રક્રિયા શરૂ કરશે. લાહોટીએ જણાવ્યું હતું કે ભારતનું સેટેલાઇટ કૉમ્યૂનિકેશન સેક્ટર 'બુમિંગ' છે અને દેશને નવી ઊંચાઈઓ પર લઈ જવાની ક્ષમતા ધરાવે છે.

લાહોટીએ જણાવ્યું હતું કે, “સ્પેસ-આધારિત સંચારની સ્પેક્ટ્રમની આવશ્યકતાના સંદર્ભમાં, ટેલિકૉમ્યૂનિકેશન એક્ટમાં કેટલીક સેટેલાઇટ-આધારિત સંચાર સેવાઓ માટે વહીવટી પ્રક્રિયા દ્વારા સ્પેક્ટ્રમની ફાળવણી કરવાની જોગવાઈ છે. સરકારે અમુક સેટેલાઇટ આધારિત ટેલિકોમ સેવાઓ માટે સ્પેક્ટ્રમ ફાળવવા માટેની શરતો પર ટ્રાઇ પાસેથી ભલામણો માંગતો સંદર્ભ મોકલ્યો છે.'' ટ્રાઇ ટૂંક સમયમાં આ બાબતે કન્સલ્ટેશન પેપર બહાર પાડશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Embed widget