શેરબજારમાં સુનામી: મિડ કેપ ઈન્ડેક્સ દિવસના ઉચ્ચ સ્તરેથી 1500 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના 6 લાખ કરોડ રૂપિયા ધોવાયા
Stock Market Update: માર્કેટમાં બેન્કિંગ અને એનર્જી શેરોમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. બેંક નિફ્ટી 900 પોઈન્ટના ઘટાડા સાથે 45,134 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.
![શેરબજારમાં સુનામી: મિડ કેપ ઈન્ડેક્સ દિવસના ઉચ્ચ સ્તરેથી 1500 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના 6 લાખ કરોડ રૂપિયા ધોવાયા Tsunami in the stock market, mid cap index slipped 1500 points from the day's high, investors lost Rs 6 lakh crore શેરબજારમાં સુનામી: મિડ કેપ ઈન્ડેક્સ દિવસના ઉચ્ચ સ્તરેથી 1500 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના 6 લાખ કરોડ રૂપિયા ધોવાયા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/04130825/5-Sensex-sinks-800-points-Nifty-near-10600-RIL-shares-dive-6.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Stock Market Crash: સવારે તેજીની ગતિ સાથે ખુલ્યા બાદ ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. બીએસઈ સેન્સેક્સ દિવસના ઉચ્ચ સ્તરેથી લગભગ 1300 પોઈન્ટ સરકી ગયો છે. નિફ્ટી દિવસની સર્વોચ્ચ સપાટીથી 400 પોઈન્ટ ઘટી ગયો છે. જ્યારે મિડ કેપ ઈન્ડેક્સમાં સવારના ઊંચા સ્તરેથી 1500 પોઈન્ટનો જંગી ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં સેન્સેક્સ 715 પોઇન્ટના ઘટાડા સાથે 71000ની નીચે 79,708 પોઇન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 227 પોઈન્ટના ઘટાડા સાથે 21,343 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.
ભારતીય શેરબજારમાં આવેલા તીવ્ર ઘટાડાથી રોકાણકારોને અત્યાર સુધીમાં લગભગ 6 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 368.60 લાખ કરોડ થયું હતું જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂ. 374.38 લાખ કરોડ હતું. એટલે કે BSE માર્કેટ કેપમાં રૂ. 5.78 લાખ કરોડનો ઘટાડો થયો છે.
બજારમાં બેન્કિંગ શેરોમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. બેન્કિંગ શેરોનો નિફ્ટી ઇન્ડેક્સ 918 પોઇન્ટના ઘટાડા સાથે 919 પોઇન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી બેન્કના 12માંથી 11 શેર ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. માત્ર ICICI બેંકનો સ્ટોક વધી રહ્યો છે. એફએમસીજી અને એનર્જી શેરોમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સિવાય કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ, મેટલ્સ, ઓટો શેરોમાં પણ રોકાણ કરીને પ્રોફિટ બુકિંગ થઈ રહ્યું છે.
આજના વેપારમાં સૌથી મોટો ઘટાડો ઝી એન્ટરટેઈનમેન્ટના શેરમાં છે જે 27.40 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. ઓબેરોય રિયલ્ટી 8.95 ટકા, IRCTC 6.69 ટકા, IDFC ફર્સ્ટ બેન્ક 6.61 ટકા, IDFC 6.50 ટકા, MCX ઇન્ડિયા 5.87 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યાં છે. આ સિવાય ભેલ 4.82 ટકાના ઘટાડા સાથે, IOC 4.73 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો છે.
આજના કારોબારમાં રેલ્વે સંબંધિત શેરોમાં સતત વધારાને બ્રેક લાગી છે. રોકાણકારો રેલવેના તમામ શેરોમાં નફો બુક કરી રહ્યા છે. અન્ય સરકારી કંપનીઓના શેરમાં પણ વેચવાલી જોવા મળી રહી છે.
સોની અને ઝી એન્ટરટેઈનમેન્ટ વચ્ચે મર્જર ડીલ તૂટવાને કારણે રોકાણકારોને મોટો ફટકો પડ્યો છે. 23 જાન્યુઆરીએ જ્યારે સવારે બજાર ખુલ્યું ત્યારે ઝી એન્ટરટેઈનમેન્ટના શેર 10 ટકાના ઘટાડા સાથે તેની નીચલી સર્કિટને સ્પર્શ્યા હતા. જોકે બાદમાં 31.5 ટકા જેટલો ઘટાડો નોંધઆયો હતો. બપોરે 2.40 વાગ્યે ઝી એન્ટરટેઈનમેન્ટનો શેર ઘટીને રૂ. 158.25 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)