શોધખોળ કરો
Advertisement
આ છ ટુ-વ્હીલર્સ કંપનીઓના વેચાણમાં થયો ઘટાડો, બજાજ અને સુઝુકીને જ થયો ફાયદો
દેશની આઠ સૌથી મોટી ટુ વ્હીલર્સ કંપનીઓના વેચાણ પર નજર નાખીએ તો વર્ષ 2018ના બીજા ત્રિમાસિક ગાળાની સરખામણીએ 2019ના બીજા ત્રિમાસિક ગાળામાં બજાજસ અને સુઝુકીને છોડીને બાકીની છ કંપનીઓના વેચાણમાં ઘટાડો થયો છે.
નવી દિલ્હીઃ ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં મંદીની અસર કાર અને કોમર્શિયલ વ્હીકલ્સના વેચાણ પર નહી પરંતુ ટુ-વ્હીલર્સના વેચાણ પર પણ પડી છે. આ મંદીના કારણે છેલ્લા ત્રિમાસિક ગાળામાં ટુ-વ્હીલર્સના વેચાણમાં 11.64 ટકા અને કારના વેચાણમાં 18.22 ટકાનો ઘટાડો થયો છે. દેશની આઠ સૌથી મોટી ટુ વ્હીલર્સ કંપનીઓના વેચાણ પર નજર નાખીએ તો વર્ષ 2018ના બીજા ત્રિમાસિક ગાળાની સરખામણીએ 2019ના બીજા ત્રિમાસિક ગાળામાં બજાજસ અને સુઝુકીને છોડીને બાકીની છ કંપનીઓના વેચાણમાં ઘટાડો થયો છે.
દેશની સૌથી મોટી ટુ-વ્હીલર્સ કંપની હીરો મોટોકોર્પના વેચાણમાં 12.36 ટકાનો ઘટાડો થયો છે. વર્ષ 2018ના બીજા ત્રિમાસિક ગાળામાં કંપનીએ 20,60,342 ટુ-વ્હીલર્સ વેચાયા હતા. જ્યારે આ વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં હીરો મોટોકોર્પે 18,08,631 ટુ-વ્હીલર્સ વેચાયા હતા. હોન્ડા મોટરસાઇકલ્સ એન્ડ સ્કુટર્સના વેચાણમાં 20.52 ટકાનો ઘટાડો થયો હતો. 2018ની બીજા ત્રિમાસિક ગાળામાં હોન્ડાએ 16,90,423 ટુ-વ્હીલર્સ વેચાયા હતા જ્યારે આ વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં કંપનીએ 13,43,538 ટુ-વ્હીલર્સ વેચાયા હતા.
હીરો અને હોન્ડાની જેમ ટીવીએસના વેચાણમાં પણ ઘટાડો થયો છે. ટીવીએસના વેચાણમાં 3.05 ટકાનો ઘટાડો થયો છે. 2018ના બીજા ત્રિમાસિક ગાળામાં ટીવીએસએ 7,34,011 ટૃવ્હીલર્સ વેચ્યા હતા. જ્યારે આ વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં 7,11,632 ટુ-વ્હીલર્સ વેચ્યા. રોયલ એનફિલ્ડના વેચાણમાં 20.61 ટકાનો ઘટાડો થયો. બજાજ અને સુઝુકીના વેચાણમાં વધારો થયો છે. ગયા વર્ષે બીજા ત્રિમાસિક ગાળામાં 5,94,234 યુનિટ વેચનારી કંપની બજાજે આ વર્ષે બીજા ત્રિમાસિક ગાળામાં 6,10,936 ટુવ્હીલર્સ વેચ્યા હતા. સુઝુકીના વેચાણમાં 16.15 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
ઓટો
દેશ
Advertisement