શોધખોળ કરો

Unclaimed Money: બેંક ખાતામાં પડેલી દાવો ન કરેલી રકમ આ રીતે ઘરે બેઠા કરી શકાય છે ચેક, જાણો આસાન પ્રોસેસ

Unclaimed Money: જે ખાતામાં દસ વર્ષ કે તેથી વધુ સમયગાળા માટે કોઈ પ્રવૃત્તિ કરવામાં આવી નથી તેને દાવા વગરની રકમ કહેવામાં આવે છે.

Unclaimed money in Savings Account and FDs:  નાણાકીય સ્થિરતા અને વિકાસ પરિષદની 7મી બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે તમામ નાણાકીય નિયમનકારોને દાવો ન કરેલી રકમ માટે ઝુંબેશ ચલાવવા માટે કહ્યું છે. આમાં શેર, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ, વીમા પોલિસી અને બેંકોનો સમાવેશ થાય છે. પીટીઆઈ અનુસાર, આર્થિક બાબતોના સચિવ અજય સેઠે કહ્યું હતું કે તમામ નાણાકીય સંસ્થાઓએ સ્પેશિયલ ડ્રાઇવ દ્વારા શક્ય તેટલી વહેલી તકે ગ્રાહકોને તેમના નાણાં પરત કરવા જોઈએ.

દાવો ન કરેલી રકમ શું છે ?

જે ખાતામાં દસ વર્ષ કે તેથી વધુ સમયગાળા માટે કોઈ પ્રવૃત્તિ કરવામાં આવી નથી તેને દાવા વગરની રકમ કહેવામાં આવે છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2021-22માં, બેંકોમાં દાવો ન કરાયેલી રકમ 48,262 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. જ્યારે નાણાકીય વર્ષ 2020-21માં આ રકમ 39,264 કરોડ રૂપિયા હતી. જો તમે પણ ઘરમાં બેસીને અલગ-અલગ બેંકોના સેવિંગ્સ એકાઉન્ટ અથવા ફિક્સ્ડ ડિપોઝિટ ખાતાની અનક્લેઈમ રકમ ચેક કરવા માંગો છો, તો અમે તમને તેની સરળ પ્રક્રિયા જણાવી રહ્યા છીએ.

HDFC બેંકના ગ્રાહકો દાવા વગરની રકમ આ રીતે ચેક કરી શકે છે

આ માટે, પહેલા https://leads.hdfcbank.com/applications/webforms/apply/HDFC_Inoperative_acc/HDFC_Inoperative_acc.aspx લિંક પર ક્લિક કરો. તે પછી સર્ચ બોક્સમાં તમારું નામ ભરો અને સબમિટ કરો. અહીં તમને તે શાખાનું સરનામું મળશે જ્યાં તમારી દાવા વગરની રકમ જમા છે. જો તમે આ એકાઉન્ટને રિવાઈવ કરવા ઈચ્છો છો તો તમારી નજીકની શાખાની મુલાકાત લો. આ પછી એકાઉન્ટ એક્ટિવેટ કરવા માટે એપ્લિકેશન સબમિટ કરો. આ સાથે, તમારે તમારું ID પણ સબમિટ કરવું પડશે. આ પછી તમારું એકાઉન્ટ ચેક કર્યા પછી એક્ટિવેટ થઈ જશે.

ICICI બેંકના ગ્રાહકો દાવા વગરની રકમ આ રીતે ચેક કરી શકે છે

ICICI બેંકની ગ્રાહકની દાવા વગરની રકમ જાણવા https://nli.icicibank.com/NewRetailWeb/loadInoperativeAccounts.htm ની મુલાકાત લો. આ પછી, માંગેલી બધી માહિતી દાખલ કરો અને તેને સબમિટ કરો. જો તમારું એકાઉન્ટ ઉપલબ્ધ છે તો તમને તે શાખાની માહિતી મળશે. આ ઉપરાંત, તમે ICICI બેંકની શાખામાં જઈને દાવો ન કરેલી રકમ વિશે પણ માહિતી મેળવી શકો છો.

કેનેરા બેંક અને SBIના ગ્રાહકો દાવા વગરની રકમ આ રીતે ચેક કરી શકે છે

કેનેરા બેંકના ગ્રાહકો ઘરે બેઠા પણ દાવા વગરની રકમ શોધી શકે છે. આ માટે https://canarabank.com/Unclaimed-Deposit.aspx લિંકની મુલાકાત લો. તમારું નામ, શહેરનું નામ દાખલ કરીને અહીં શોધો. બીજી તરફ, દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ગ્રાહકો https://sbi.co.in/web/customer-care/inoperative-accounts પર ક્લિક કરીને તેમની દાવો ન કરાયેલી રકમ વિશે માહિતી મેળવી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

એકબાજુ રેશન લેવા Kyc માટે હાલાકી તો હવે સૌરાષ્ટ્રમાં સસ્તા અનાજની અછત, ઘઉં, ચોખાનો જથ્થો પહોંચ્યો જ નથી
એકબાજુ રેશન લેવા Kyc માટે હાલાકી તો હવે સૌરાષ્ટ્રમાં સસ્તા અનાજની અછત, ઘઉં, ચોખાનો જથ્થો પહોંચ્યો જ નથી
NDA માં BJP ની આ સહયોગી પાર્ટીએ વધાર્યું ટેન્શન, બિહારમાં એકલા જ 243 સીટ પર ચૂંટણી લડવાની ધમકી આપી
NDA માં BJP ની આ સહયોગી પાર્ટીએ વધાર્યું ટેન્શન, બિહારમાં એકલા જ 243 સીટ પર ચૂંટણી લડવાની ધમકી આપી
ICCના નવા અધ્યક્ષ જય શાહને 440 વોલ્ટનો આંચકો લાગ્યો, હવે એશિયન ક્રિકેટ કાઉન્સિલના….
ICCના નવા અધ્યક્ષ જય શાહને 440 વોલ્ટનો આંચકો લાગ્યો, હવે એશિયન ક્રિકેટ કાઉન્સિલના….
Exclusive: CM બન્યા પછી દેવેન્દ્ર ફડણવીસનો પ્રથમ ઇન્ટરવ્યૂ, બોલ્યા- 'મેં કહ્યું હતું કે બદલો લઈશ અને...'
Exclusive: CM બન્યા પછી દેવેન્દ્ર ફડણવીસનો પ્રથમ ઇન્ટરવ્યૂ, બોલ્યા- 'મેં કહ્યું હતું કે બદલો લઈશ અને...'
Advertisement
ABP Premium

વિડિઓઝ

IND vs AUS 2nd Test: ભારતીય ટીમની પ્રથમ ઈનિંગમાં 180 રનના સ્કોર પર ઓલઆઉટSurat BJP Leader Suicide Case: ભાજપના મહિલા નેતાના સુસાઈડ કેસને લઈને મોટા સમાચારKhyati Hospital Scam:હોસ્પિટલ કાંડમાં સૌથી મોટો ખુલાસો, ત્રણ વર્ષમાં 112 લોકોના મોતRBI Reporate News: EMI ઓછી થવાની આશા પર ફરી વળ્યું પાણી, કોઈ ફેરફાર ન થયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એકબાજુ રેશન લેવા Kyc માટે હાલાકી તો હવે સૌરાષ્ટ્રમાં સસ્તા અનાજની અછત, ઘઉં, ચોખાનો જથ્થો પહોંચ્યો જ નથી
એકબાજુ રેશન લેવા Kyc માટે હાલાકી તો હવે સૌરાષ્ટ્રમાં સસ્તા અનાજની અછત, ઘઉં, ચોખાનો જથ્થો પહોંચ્યો જ નથી
NDA માં BJP ની આ સહયોગી પાર્ટીએ વધાર્યું ટેન્શન, બિહારમાં એકલા જ 243 સીટ પર ચૂંટણી લડવાની ધમકી આપી
NDA માં BJP ની આ સહયોગી પાર્ટીએ વધાર્યું ટેન્શન, બિહારમાં એકલા જ 243 સીટ પર ચૂંટણી લડવાની ધમકી આપી
ICCના નવા અધ્યક્ષ જય શાહને 440 વોલ્ટનો આંચકો લાગ્યો, હવે એશિયન ક્રિકેટ કાઉન્સિલના….
ICCના નવા અધ્યક્ષ જય શાહને 440 વોલ્ટનો આંચકો લાગ્યો, હવે એશિયન ક્રિકેટ કાઉન્સિલના….
Exclusive: CM બન્યા પછી દેવેન્દ્ર ફડણવીસનો પ્રથમ ઇન્ટરવ્યૂ, બોલ્યા- 'મેં કહ્યું હતું કે બદલો લઈશ અને...'
Exclusive: CM બન્યા પછી દેવેન્દ્ર ફડણવીસનો પ્રથમ ઇન્ટરવ્યૂ, બોલ્યા- 'મેં કહ્યું હતું કે બદલો લઈશ અને...'
IND vs AUS: ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં 180 રનમાં ઓલઆઉટ, રોહિત-વિરાટ ફેલ,સ્ટાર્કનો કહેર
IND vs AUS: ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં 180 રનમાં ઓલઆઉટ, રોહિત-વિરાટ ફેલ,સ્ટાર્કનો કહેર
'આ હવે એ ભારત નથી રહ્યું જેનું...', જમ્મુ-કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લાનું મુસ્લિમોને લઈને મોટું નિવેદન
'આ હવે એ ભારત નથી રહ્યું જેનું...', જમ્મુ-કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લાનું મુસ્લિમોને લઈને મોટું નિવેદન
Baba Vanga Predictions: ત્રીજું વિશ્વ યુદ્ધ થશે જ? જાણો બાબા વેંગાની આગાહી
Baba Vanga Predictions: ત્રીજું વિશ્વ યુદ્ધ થશે જ? જાણો બાબા વેંગાની આગાહી
લોન લેવી હવે થઈ વધુ સરળ! ઘરે બેઠાં UPI દ્વારા તરત જ મળશે પૈસા, RBI એ આપી લીલી ઝંડી
હવે એક જ ક્લિકમાં મળી જશે લોન! ઘરે બેઠાં UPI દ્વારા તરત જ મળશે પૈસા, RBI એ આપી લીલી ઝંડી
Embed widget