Budget 2023: વિદેશી પ્રવાસીઓ માટે ભારત બનશે 'શોપિંગ બોનાંઝા'!!! બજેટમાં લેવાઈ શકે છે મોટો નિર્ણય
પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે, આમ થવાથી UAE અને સિંગાપોર જેવા સ્થળોએ ભારતીય સામાનની માંગમાં વધારો થશે. તેમજ ત્યાંથી મુસાફરોની સંખ્યા પણ વધશે.
India Budget 2023: કેન્દ્રીય બજેટ 2023માં સામાન્ય લોકો અને ઉદ્યોગોને કેટલીક બાબતો વિશે વિશેષ આશાઓ સેવાઈ રહી છે. વિદેશી પ્રવાસીઓને ભારતની બહાર લઈ જવામાં આવેલા સામાન પર ઈન્કમ ટેક્સ રિફંડ આપવાની માંગ કરવામાં આવી રહી છે. આ પ્રસ્તાવ નિકાસ અને પ્રવાસન ઉદ્યોગ વતી રજૂ કરવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે, આ યોજનાના અમલીકરણથી આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ આકર્ષિત થશે અને ભારતમાં વિદેશી ખરીદદારોની સંખ્યામાં વધારો થશે.
પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે, આમ થવાથી UAE અને સિંગાપોર જેવા સ્થળોએ ભારતીય સામાનની માંગમાં વધારો થશે. તેમજ ત્યાંથી મુસાફરોની સંખ્યા પણ વધશે. ઉદ્યોગના અધિકારીઓ અને નિષ્ણાતોએ જણાવ્યું હતું કે IGST એક્ટ, 2017ની કલમ 15માં પ્રવાસીઓ માટે ટેક્સ રિફંડ સ્કીમની જોગવાઈ છે, પરંતુ હજુ સુધી તેનો અમલ કરવામાં આવ્યો નથી.
બજેટ 2023માં અમલ માટે મોકલાઈ દરખાસ્ત
ફેડરેશન ઓફ ઈન્ડિયન ટૂરિઝમ એન્ડ હોસ્પિટાલિટી એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ જ્યોતિ માયાલે જણાવ્યું હતું કે 2023-24ના કેન્દ્રીય બજેટ પહેલા ઉદ્યોગનો આ મુદ્દો સામૂહિક રીતે ઉઠાવવામાં આવ્યો છે. ઇન્ડસ્ટ્રી બોડીના કન્સલ્ટિંગ સીઇઓ આશિષ ગુપ્તાએ જણાવ્યું હતું કે પ્રવાસીઓ માટે ટેક્સ રિફંડ સ્કીમ 1 જુલાઈ, 2017ના રોજ GSTના રોલઆઉટ દરમિયાન રજૂ કરવામાં આવી હતી. હવે તેનો અમલ થવો જોઈએ. તેમણે કહ્યું હતું કે, આ પ્રસ્તાવ પ્રવાસન મંત્રાલયને મોકલવામાં આવ્યો છે અને બજેટમાં તેને લાગુ કરવાની માંગ કરવામાં આવી છે.
ટેક્સ રિફંડ આપવાથી પ્રવાસનને મળશે વેગ
ઇન્ડિયન એસોસિયેશન ઓફ ટૂર ઓપરેટર્સ (IATO)ના પ્રમુખ રાજીવ મહેરાએ જણાવ્યું હતું કે, એસોસિએશને તાજેતરમાં આ સંદર્ભમાં નાણાં મંત્રાલયને પત્ર લખ્યો છે. તે અમારી બજેટ ભલામણોમાં છે અને અમે ઉલ્લેખ કર્યો છે કે તે તમામ વિદેશી પ્રવાસીઓને ઉપલબ્ધ કરાવવાની જરૂર છે. વિદેશી પ્રવાસીઓને લાગુ પડતી ખરીદી પરનો GST પાછો આપવો જોઈએ. ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશનના ડિરેક્ટર જનરલ અજય સહાયે જણાવ્યું હતું કે, નિકાસ પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે સરકારે પ્રવાસીઓને ટેક્સ રિફંડ આપવું જોઈએ.
Budget 2023: મોદી સરકાર ઘર ખરીદનારા કરોડો લોકોને આપી શકે છે મોટી રાહત
Budget 2023: ભારે માંગને કારણે રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે 2022 શાનદાર રહ્યું છે અને 2023 પણ મહાન રહેવાની અપેક્ષા છે. પરંતુ જ્યાં મકાનોની વધતી કિંમતોએ નવા ઘર ખરીદનારાઓના ખિસ્સા પર બોજ નાખ્યો છે, તો જેઓ હોમ લોન લઈને ઘર ખરીદી ચૂક્યા છે, મોંઘી EMIએ તેમનું બજેટ બગાડ્યું છે. તેના પર ટેક્સનો બોજ. હવે તમામ ઘર ખરીદનારાઓને આશા છે કે મોદી સરકાર બીજી ટર્મના છેલ્લા સંપૂર્ણ બજેટમાં તેમને રાહત આપે અને ટેક્સનો બોજ ઓછો કરે.