શોધખોળ કરો

ભારતનું પ્રથમ UPI-ATM: ડેબિટ કાર્ડની જરૂર નથી, હવે UPI દ્વારા ATMમાંથી પૈસા ઉપાડવામાં આવશે, જાણો કેવી રીતે

UPI ATM Launched: ભારતનું પ્રથમ UPI ATM લૉન્ચ કરવામાં આવ્યું છે. હવે આ સુવિધાની મદદથી તમે ડેબિટ કાર્ડ વગર પણ ATMમાંથી પૈસા ઉપાડી શકશો.

UPI Using ATM: ભારતનું પ્રથમ UPI ATM લોન્ચ કરવામાં આવ્યું છે. હિટાચી લિમિટેડની પેટાકંપની હિટાચી પેમેન્ટ સર્વિસે UPI ATM લોન્ચ કર્યું છે. આ સુવિધાની મદદથી હવે ડેબિટ કે એટીએમ કાર્ડ વગર તમે UPI દ્વારા ATMમાંથી પૈસા ઉપાડી શકશો.

ભારતના લોકોને આ સુવિધા પૂરી પાડવા માટે, તેને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ના સહયોગથી UPI ATMના વ્હાઇટ લેબલ ATM (WLA) તરીકે રજૂ કરવામાં આવ્યું છે. આ ATM વપરાશકર્તાઓને બહુવિધ એકાઉન્ટ્સમાંથી UPI એપ્લિકેશન દ્વારા ચુકવણી કરવાની મંજૂરી આપે છે.

છેતરપિંડી રોકવામાં મદદરૂપ થશે

તે નોન-બેંકિંગ સંસ્થાઓ દ્વારા સંચાલિત કરવામાં આવશે. આ માત્ર નવો અનુભવ જ નહીં આપે, પરંતુ બેંકિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉપાડ મર્યાદામાં પણ વધારો કરશે. વધુમાં, UPI ATM ને કાર્ડ સ્કિમિંગ જેવી નાણાકીય છેતરપિંડી અટકાવવા માટેના સકારાત્મક પગલા તરીકે જોવામાં આવે છે.

UPI ATM કેવી રીતે કામ કરશે?

રવિસુતંજની કુમાર દ્વારા મુંબઈના ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં એક વીડિયો ડેમો શેર કરવામાં આવ્યો છે, જેમાં UPI ATM ટચ પેનલ તરીકે જોઈ શકાય છે. જમણી બાજુએ UPI કાર્ડલેસ કેશ પર ટેપ કરવાથી રોકડ રકમના વિકલ્પ જેવા કે રૂ. 100, રૂ. 500, રૂ. 1000, રૂ. 2000, રૂ. 5000 અને અન્ય રકમ માટે બટન સાથેની બીજી વિન્ડો ખુલે છે. તેને પસંદ કર્યા પછી, સ્ક્રીન પર QR કોડ દેખાય છે.

હવે તમારે કોઈપણ UPI એપનો ઉપયોગ કરીને સ્કેન કરવું પડશે. કોડ સ્કેન કર્યા પછી, વપરાશકર્તાઓને તેમના ઇચ્છિત બેંક એકાઉન્ટને પસંદ કરવા અને પુષ્ટિ પર ક્લિક કરવાનું કહેવામાં આવશે. હવે તમારે રોકડ ઉપાડવા માટે કન્ફર્મ કરવું પડશે. આ પછી UPI પિન નાખવો પડશે. આ કર્યા પછી એક UPI મેસેજ આવશે કે ટ્રાન્ઝેક્શન થવા જઈ રહ્યું છે. આ પછી એટીએમ તમારા પૈસા ઉપાડી લેશે.

UPI ATM એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર બનેલ છે. અત્યારે હિટાચી પેમેન્ટ સર્વિસિસ એકમાત્ર ડબલ્યુએલએ ઓપરેટર છે, જે રોકડ ડિપોઝિટ પણ ઓફર કરે છે અને 3000 થી વધુ ATM સ્થાનોના નેટવર્કની ઍક્સેસ ધરાવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Voter List SIR 2025: 5 કરોડ ગુજરાતીઓનું સ્કેનિંગ, ઘેર-ઘેર ફરીને BLO એ શું શોધ્યું? રિપોર્ટ વાંચીને તમે પણ દંગ રહી જશો
5 કરોડ ગુજરાતીઓનું સ્કેનિંગ: ઘેર-ઘેર ફરીને BLO એ શું શોધ્યું? રિપોર્ટ વાંચીને તમે પણ દંગ રહી જશો
હવે તલાટીઓ ફાઈલો તપાસશે કે શ્વાન ભગાડશે? સરકારે સોંપી આ 'વિચિત્ર' જવાબદારી, ૮ અઠવાડિયાનું અલ્ટીમેટમ!
હવે તલાટીઓ ફાઈલો તપાસશે કે શ્વાન ભગાડશે? સરકારે સોંપી આ 'વિચિત્ર' જવાબદારી, ૮ અઠવાડિયાનું અલ્ટીમેટમ!
LRD ભરતીનું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ થયું જાહેર, 11,925 ઉમેદવારોની પસંદગી
LRD ભરતીનું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ થયું જાહેર, 11,925 ઉમેદવારોની પસંદગી
SIR Voter List 2003: શું તમને 2003 ની મતદાર યાદી નથી મળી રહી? ચિંતા કરશો નહીં, આ રીતે ઘરે બેઠા ઓનલાઈન ડાઉનલોડ કરો
શું તમને 2003 ની મતદાર યાદી નથી મળી રહી? ચિંતા કરશો નહીં, આ રીતે ઘરે બેઠા ઓનલાઈન ડાઉનલોડ કરો
Advertisement

વિડિઓઝ

Vadodara News: શિનોર તાલુકામાં કોન્ટ્રાક્ટરનું પાપ, નર્મદા નદીના પટમાં ગેરકાયદે રસ્તો બનાવવાનો આરોપ
Rajkot News: રાજકોટમાં શિક્ષણના નામે ફક્ત વાતો, અંગ્રેજી માધ્યમની એકપણ સરકારી શાળા નહીં
Gujarat BJP on Jignesh Mevani : કોંગ્રેસ MLA મેવાણી પર ભાજપના આકરા પ્રહાર
Surat News: માતા-પિતાના નામને કલંકિત કરતી ઘટના, સુરતમાં સગીરાને ધકેલી દેહવિક્રયના ધંધામાં
Gujarat Air Pollution: ગુજરાતના મહાનગરોની હવા બની ઝેરી !
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Voter List SIR 2025: 5 કરોડ ગુજરાતીઓનું સ્કેનિંગ, ઘેર-ઘેર ફરીને BLO એ શું શોધ્યું? રિપોર્ટ વાંચીને તમે પણ દંગ રહી જશો
5 કરોડ ગુજરાતીઓનું સ્કેનિંગ: ઘેર-ઘેર ફરીને BLO એ શું શોધ્યું? રિપોર્ટ વાંચીને તમે પણ દંગ રહી જશો
હવે તલાટીઓ ફાઈલો તપાસશે કે શ્વાન ભગાડશે? સરકારે સોંપી આ 'વિચિત્ર' જવાબદારી, ૮ અઠવાડિયાનું અલ્ટીમેટમ!
હવે તલાટીઓ ફાઈલો તપાસશે કે શ્વાન ભગાડશે? સરકારે સોંપી આ 'વિચિત્ર' જવાબદારી, ૮ અઠવાડિયાનું અલ્ટીમેટમ!
LRD ભરતીનું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ થયું જાહેર, 11,925 ઉમેદવારોની પસંદગી
LRD ભરતીનું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ થયું જાહેર, 11,925 ઉમેદવારોની પસંદગી
SIR Voter List 2003: શું તમને 2003 ની મતદાર યાદી નથી મળી રહી? ચિંતા કરશો નહીં, આ રીતે ઘરે બેઠા ઓનલાઈન ડાઉનલોડ કરો
શું તમને 2003 ની મતદાર યાદી નથી મળી રહી? ચિંતા કરશો નહીં, આ રીતે ઘરે બેઠા ઓનલાઈન ડાઉનલોડ કરો
હવેથી 'પ્રધાનમંત્રી કાર્યાલય' ઓળખાશે 'સેવા તીર્થ' તરીકે: સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત ઐતિહાસિક નિર્ણય
હવેથી 'પ્રધાનમંત્રી કાર્યાલય' ઓળખાશે 'સેવા તીર્થ' તરીકે: સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત ઐતિહાસિક નિર્ણય
ડૉનાલ્ડ ટ્રમ્પ ટેરિફ ઘટાડી 20 ટકા કરશે, અમેરિકા-ભારત વચ્ચે થશે ટ્રેડ ડીલ, વિદેશી ફર્મનો મોટો દાવો
ડૉનાલ્ડ ટ્રમ્પ ટેરિફ ઘટાડી 20 ટકા કરશે, અમેરિકા-ભારત વચ્ચે થશે ટ્રેડ ડીલ, વિદેશી ફર્મનો મોટો દાવો
SIR ફોર્મમાં ખોટી માહિતી આપવાથી તમે પહોંચી શકો છો જેલ ? આ વાતનું રાખો ખાસ ધ્યાન 
SIR ફોર્મમાં ખોટી માહિતી આપવાથી તમે પહોંચી શકો છો જેલ ? આ વાતનું રાખો ખાસ ધ્યાન 
Weather Update: ચક્રવાત દિતવાહના કારણે તમિલનાડુમાં ભારે વરસાદ, ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી પડશે
Weather Update: ચક્રવાત દિતવાહના કારણે તમિલનાડુમાં ભારે વરસાદ, ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી પડશે
Embed widget