![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
UPI payment : UPI પેમેન્ટ અને સર્વિસ પર કોઈ ચાર્જ લેવામાં નહીં આવે, નાણા મંત્રાલયે કરી સ્પષ્ટતા
UPI payment and service : સમાચારો વહેતા થયા હતા કે RBI UPI પેમેન્ટ અને સર્વિસ પર ચાર્જ લેવાની વિચારણા કરી રહી છે.
![UPI payment : UPI પેમેન્ટ અને સર્વિસ પર કોઈ ચાર્જ લેવામાં નહીં આવે, નાણા મંત્રાલયે કરી સ્પષ્ટતા UPI payment The Finance Ministry has clarified that no charge will be levied on UPI payment and UPI payment : UPI પેમેન્ટ અને સર્વિસ પર કોઈ ચાર્જ લેવામાં નહીં આવે, નાણા મંત્રાલયે કરી સ્પષ્ટતા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/21/86cc112e86cd24dd9326f64bf60d7ee61661105824623392_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
DELHI : સમાચારો વહેતા થયા હતા કે RBI UPI પેમેન્ટ અને સર્વિસ પર ચાર્જ લેવાની વિચારણા કરી રહી છે. જો કે કેન્દ્ર સરકારે યુનાઈટેડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) પર ચાર્જ લાદવાના અહેવાલોને નકારી કાઢ્યા છે. નાણા મંત્રાલયે રવિવારે કહ્યું કે UPI એ લોકો માટે ઉપયોગી ડિજિટલ સેવા છે. સરકાર આના પર ચાર્જ લાદવાનું વિચારી રહી નથી.
UPI લોકો માટે ઉપયોગી સેવા, UPI ફ્રી છે : નાણા મંત્રાલય
નાણા મંત્રાલયે એક ટ્વીટમાં કહ્યું કે UPI લોકો માટે ઉપયોગી સેવા છે. જેના કારણે લોકોને મોટી સુવિધા મળે છે. તે અર્થતંત્રની ઉત્પાદકતામાં પણ વધારો કરે છે. સરકાર UPI સેવાઓ માટે કોઈ ચાર્જ લાદવાનું વિચારી રહી નથી. ખર્ચ વસૂલવા માટે સેવા પ્રદાતાઓની ચિંતાઓને અન્ય માધ્યમો દ્વારા પૂરી કરવી પડશે. હાલમાં, UPI દ્વારા વ્યવહારો માટે કોઈ ચાર્જ નથી.
The Govt had provided financial support for #DigitalPayment ecosystem last year and has announced the same this year as well to encourage further adoption of #DigitalPayments and promotion of payment platforms that are economical and user-friendly. (2/2)
— Ministry of Finance (@FinMinIndia) August 21, 2022
RBIએ અભિપ્રાય માંગ્યો હતો
રિઝર્વ બેન્કે UPIમાંથી ચૂકવણી પર ચાર્જ વસૂલવાનો સંકેત આપ્યો હતો. દેશની સેન્ટ્રલ બેંકે આ માટે એક ચર્ચા પત્ર બહાર પાડ્યો હતો. રિઝર્વ બેંકે આ ચર્ચાપત્ર પર સામાન્ય લોકોનો અભિપ્રાય માંગ્યો હતો. આ ચર્ચા પત્રમાં, UPI દ્વારા ચૂકવણી કરવા માટે ચાર્જ વસૂલવાની પણ વાત કરવામાં આવી હતી.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેના ચર્ચા પત્રમાં કહ્યું હતું કે UPI ફંડ ટ્રાન્સફર સિસ્ટમ તરીકે નાણાંનું વાસ્તવિક સમય ટ્રાન્સફર સુનિશ્ચિત કરે છે. ચૂકવણીની પતાવટની સંપૂર્ણ પ્રક્રિયાને સુનિશ્ચિત કરવા માટે, PSO અને બેંકોએ જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા પર ખર્ચ કરવો પડશે જેથી કરીને કોઈપણ જોખમ વિના વ્યવહારો થઈ શકે.
આરબીઆઈએ ચર્ચા પત્રમાં એ પણ સ્પષ્ટ કર્યું હતું કે કોઈપણ પેમેન્ટ સિસ્ટમ સહિત કોઈપણ આર્થિક પ્રવૃત્તિમાં મફત સેવાઓ માટે કોઈ દલીલ નથી, જો તે લોકોના ભલા અને દેશના કલ્યાણ માટે ન હોય. મોટો પ્રશ્ન એ છે કે સેવા સુનિશ્ચિત કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા પાછળનો ભારે ખર્ચ કોણ ઉઠાવશે?
યુપીઆઈની સાથે, રિઝર્વ બેંકે ડેબિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન, RTGS, NEFT વગેરે જેવી સેવાઓ પર ચાર્જ વસૂલવા અંગે લોકોનો અભિપ્રાય પણ માંગ્યો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)