શોધખોળ કરો

UPI Payment: જો તમે UPIની મદદથી પેમેન્ટ કરતા હો તો આ સમાચાર તમારા માટે મહત્વના છે

UPI Payment Failures : આ નવી સિસ્ટમ બન્યા બાદ તમારે બેંકને વારંવાર ફોન કરવાની જરૂર નહીં પડે. આ સાથે અહીં-તહીં બ્રાન્ચમાં ચક્કર મારવાની જરૂર નહીં પડે.

UPI Payment : યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) એ આજકાલ સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઓનલાઈન પેમેન્ટ પદ્ધતિ છે. તમે માત્ર એક મિનિટમાં UPI દ્વારા ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો. પરંતુ, ઘણી વખત UPI પેમેન્ટ ઓનલાઈન કરવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેના કારણે યુઝર્સને મુશ્કેલી પડી રહી છે. આવી સ્થિતિમાં આ સમસ્યાને દૂર કરવા માટે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ રિયલ ટાઈમ પેમેન્ટ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન સિસ્ટમ તૈયાર કરવાનો નિર્ણય લીધો છે.

જલ્દી જ ચાલુ થશે રિયલ ટાઈમ પેમેન્ટ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન સિસ્ટમ
હિંદુ બિઝનેસ લાઇનમાં પ્રકાશિત અહેવાલ મુજબ, NPCI ટૂંક સમયમાં રિયલ ટાઇમ પેમેન્ટ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન સિસ્ટમ શરૂ કરશે. આ સિસ્ટમ સપ્ટેમ્બર 2022 સુધીમાં શરૂ કરવામાં આવશે. આ સિસ્ટમની શરૂઆત પછી UPI દ્વારા તમારી ચુકવણીની સમસ્યાઓ 90 ટકા સુધી ઓછી થઈ જશે.

બેંકમાં વારંવાર ફોન કરવાથી મળશે મુક્તિ 
તમને જણાવી દઈએ કે આ નવી સિસ્ટમ બન્યા બાદ તમારે બેંકને વારંવાર ફોન કરવાની જરૂર નહીં પડે. આ સાથે બ્રાન્ચમાં ચક્કર મારવાની જરૂર નહીં પડે. તમે તમારી UPI એપ પર આ સિસ્ટમ દ્વારા મિનિટોમાં મદદ મેળવી શકશો. આ સાથે તમારી મદદ રિયલ ટાઈમમાં આપોઆપ થઈ જશે. આ સાથે UPIમાં ફસાયેલા પૈસાની સમસ્યા લગભગ 90 ટકા ઓછી થઈ જશે.

દેશમાં વધી રહ્યો છે UPIનો ઉપયોગ 
નોંધનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં UPIનો ઉપયોગ ખૂબ જ ઝડપથી વધ્યો છે. UPI દ્વારા તમે એક બેંક ખાતામાંથી બીજા બેંક ખાતામાં વાસ્તવિક સમયમાં નાણાં ટ્રાન્સફર કરી શકો છો. આજકાલ લોકો Google Pay, PhonePe, Bharat Pay, Paytm, BHIM App  વગેરે જેવી વિવિધ એપ દ્વારા સરળતાથી UPI પેમેન્ટ કરી શકે છે.

મેં મહિનાના UPI ટ્રાન્ઝેક્શન 10 લાખ કરોડને પાર 
દેશમાં ડિજિટલ પેમેન્ટ્સમાં તીવ્ર ગતિ જોવા મળી રહી છે અને UPI સૌથી આગળ છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NCPI) દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, આ વર્ષના મે મહિનામાં UPI ટ્રાન્ઝેક્શન્સ રૂ.10 લાખ કરોડને વટાવીને રૂ. 10.41 લાખ કરોડના સ્તરે પહોંચી ગયા છે. આ અત્યાર સુધીના સૌથી વધારે  ડિજિટલ  વ્યવહારો છે. 

 

ટોપ સ્ટોરી

દિવાળી પર 1 સપ્તાહની રજા, કંપનીએ કર્મચારીઓને આપ્યો લાંબો બ્રેક
દિવાળી પર 1 સપ્તાહની રજા, કંપનીએ કર્મચારીઓને આપ્યો લાંબો બ્રેક
Share Market: મુહૂર્ત ટ્રેડિંગ: આજે માત્ર 1 કલાક માટે ખુલશે બજાર, નોંધી લો કમાણીનો શુભ સમય
Share Market: મુહૂર્ત ટ્રેડિંગ: આજે માત્ર 1 કલાક માટે ખુલશે બજાર, નોંધી લો કમાણીનો શુભ સમય
શું 31 ડિસેમ્બર પછી જૂની ચેકબુક બેકાર થઈ જશે? RBI એ કર્યો ખુલાસો
શું 31 ડિસેમ્બર પછી જૂની ચેકબુક બેકાર થઈ જશે? RBI એ કર્યો ખુલાસો
FD કરાવનારાઓ માટે ખુશખબર! બેંકે વધાર્યા વ્યાજદર, વરિષ્ઠ નાગરિકોને મળશે મોટો ફાયદો
FD કરાવનારાઓ માટે ખુશખબર! બેંકે વધાર્યા વ્યાજદર, વરિષ્ઠ નાગરિકોને મળશે મોટો ફાયદો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુજ્જુભાઈના ગામમાં ખજૂરની મીઠાશ
Junagadh Civil Hospital: જૂનાગઢ સિવિલ હોસ્પિટલની બેદરકારીનો વીડિયો વાયરલ! દિવ્યાંગ મહિલાને રસ્તા પર ઢસડાવું પડ્યું
Ayodhya Deepotsav 2026: અયોધ્યામાં દિવ્ય દીપોત્સવનો પ્રારંભ! 30 લાખ દીવાઓથી ઝળહળ્યો સરયુ ઘાટ
Meet Mandakini Dadi: 100 વર્ષની ઉંમરે પણ યુવાનો જેવો જુસ્સો! અમદાવાદનાં મંદાકિની બાની પ્રેરણાદાયી કહાની
PM Modi: જવાનો સાથે દિવાળી મનાવશે પ્રધાનમંત્રી મોદી, દેશવાસીઓને આપ્યો ખાસ સંદેશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'આ દેશ તમારો ઋણી છે,' બસ્તરમાં જવાનોને સંબોધતા પીએમ મોદીએ પાઠવી દિવાળીની શુભેચ્છાઓ
'આ દેશ તમારો ઋણી છે,' બસ્તરમાં જવાનોને સંબોધતા પીએમ મોદીએ પાઠવી દિવાળીની શુભેચ્છાઓ
Rajkot: રાજકોટ પોલીસ ફરી વિવાદમાં, PI એમ.ડી.મકવાણા પર વકીલ પુત્ર સાથે ગેરવર્તનનો આરોપ
Rajkot: રાજકોટ પોલીસ ફરી વિવાદમાં, PI એમ.ડી.મકવાણા પર વકીલ પુત્ર સાથે ગેરવર્તનનો આરોપ
Jamnagar News: જામનગર મનપામાં મિલકતવેરા કૌભાંડનો પર્દાફાશ! 5 કર્મચારીઓને કરાયા બરતરફ
Jamnagar News: જામનગર મનપામાં મિલકતવેરા કૌભાંડનો પર્દાફાશ! 5 કર્મચારીઓને કરાયા બરતરફ
ત્રીજી ટેસ્ટમાં ઈન્ડિયા-એનો દબદબો, જયસ્વાલની સદી બાદ સુંદર-તિલકનું શાનદાર પ્રદર્શન
ત્રીજી ટેસ્ટમાં ઈન્ડિયા-એનો દબદબો, જયસ્વાલની સદી બાદ સુંદર-તિલકનું શાનદાર પ્રદર્શન
Post Diwali Diseases: દિવાળી પછી ઝડપથી વધે છે આ બીમારીઓ, આ રીતે રાખો ધ્યાન
Post Diwali Diseases: દિવાળી પછી ઝડપથી વધે છે આ બીમારીઓ, આ રીતે રાખો ધ્યાન
Air Pollution: દિવાળીએ અમદાવાદમાં પ્રદૂષણનો વિસ્ફોટ, ચાર વિસ્તારોમાં AQI 200ને પાર, હવા બની ઝેરી
Air Pollution: દિવાળીએ અમદાવાદમાં પ્રદૂષણનો વિસ્ફોટ, ચાર વિસ્તારોમાં AQI 200ને પાર, હવા બની ઝેરી
Air Pollution and heart disease: ફક્ત ફેફસા જ નહીં, હાર્ટ પર પણ થાય છે પ્રદૂષણની અસર
Air Pollution and heart disease: ફક્ત ફેફસા જ નહીં, હાર્ટ પર પણ થાય છે પ્રદૂષણની અસર
NA અરજીનો સમયસર નિકાલ ન કરવો પડ્યો ભારે, અમદાવાદ કલેક્ટરને હાઈકોર્ટે ફટકાર્યો દંડ
NA અરજીનો સમયસર નિકાલ ન કરવો પડ્યો ભારે, અમદાવાદ કલેક્ટરને હાઈકોર્ટે ફટકાર્યો દંડ
Embed widget