શોધખોળ કરો

Utkarsh Small Finance Bank IPO: ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકનું શાનદાર લિસ્ટિંગ, રોકાણકારોને મળ્યું 60 ટકાનું વળતર

ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકના IPOને રોકાણકારો તરફથી મજબૂત પ્રતિસાદ મળ્યો અને કુલ 102 ગણાથી વધુ સબ્સ્ક્રિપ્શન મેળવ્યું.

Utkarsh Small Finance Bank IPO Listing: ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેન્કના શેરનું આજે શાનદાર લિસ્ટિંગ થયું છે. સ્ટોક એનએસઈ પર 40 રૂપિયાના ભાવે લિસ્ટ થયો છે જ્યારે બીએસઈ પર 39.95ના ભાવે લિસ્ટ થયો છે. આ સ્ટોકની ઇશ્યૂ પ્રાઈસ 25 રૂપિયા હતી. આ આ સ્ટોકે રોકાણકારોને ખુલતા જ 60 ટકા જેટલું જોરદાર વળતર આપ્યું છે. 

IPO શેરનું વાજબી મૂલ્યાંકન હતું

શેરબજારના નિષ્ણાતોના મતે ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેન્કના IPOને રોકાણકારોનો સારો પ્રતિસાદ મળ્યો છે અને બજારનું સેન્ટિમેન્ટ પણ તેના માટે સકારાત્મક છે. IPOમાં શેરની પ્રાઇસ બેન્ડ બહુ ઊંચી ન હતી અને તેનું વાજબી મૂલ્યાંકન આ જાહેર ઓફરની તરફેણ કરશે અને રોકાણકારોને સારો નફો મળ્યો છે.

તમને જણાવી દઈએ કે ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકના IPOને લિસ્ટ કરવાની તારીખ 21 જુલાઈ, 2023 ના રોજ નક્કી કરવામાં આવી હતી. આ શેર બીએસઈ અને એનએસઈના બી ગ્રુપમાં મૂકવામાં આવશે. 

ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક IPO ની પ્રાઇસ બેન્ડ શું હતી

આ વખતે બેન્કના IPOને લઈને રોકાણકારો દ્વારા જબરદસ્ત દેખાવ જોવા મળ્યો છે. બેન્કના આઈપીઓમાં રોકાણકારોએ રોકાણ કર્યું છે. તમને આશ્ચર્ય થશે કે તેને 110.77 થી વધુ વખત સબ્સ્ક્રાઇબ કરવામાં આવ્યું છે. ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) એ આ IPOમાં મહત્તમ રસ દર્શાવ્યો છે. આ ઉપરાંત, બિન-સંસ્થાકીય રોકાણકારો અને છૂટક રોકાણકારોએ પણ કંપનીના IPOમાં સબ્સ્ક્રાઇબ કર્યું છે.

બેંકનો IPO 12 જુલાઈથી 14 જુલાઈ સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો હતો. બેંકે IPOની પ્રાઇસ બેન્ડ 23-25 ​​રૂપિયા પ્રતિ શેર નક્કી કરી હતી. આ IPOનો ઉદ્દેશ્ય ભાવિ મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવાનો છે.

ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક ખૂબ જ સારો લોન પોર્ટફોલિયો ધરાવે છે. તમને જણાવી દઈએ કે નાણાકીય વર્ષ 19 થી નાણાકીય વર્ષ 23 સુધી, આ બેંક સ્મોલ ફાઈનાન્સ બેંકોની વૃદ્ધિના સંદર્ભમાં ત્રીજા નંબર પર આવે છે. આજની તારીખે, બેંકનો લોન પોર્ટફોલિયો રૂ. 6000 કરોડથી વધુ છે.

IPO માટે કેવો પ્રતિસાદ મળ્યો

ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકના IPOને રોકાણકારો તરફથી મજબૂત પ્રતિસાદ મળ્યો અને કુલ 102 ગણાથી વધુ સબ્સ્ક્રિપ્શન મેળવ્યું.

ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક 26 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કાર્યરત છે. તેના 15,424 કર્મચારીઓ કુલ 830 શાખાઓમાં કામ કરે છે. માર્ચ 2023ના આંકડા અનુસાર, બેંકની 27 ટકાથી વધુ શાખાઓ દેશના ગ્રામીણ વિસ્તારોમાં છે જ્યાં પહેલા લોકોને બેંકિંગ સેવાઓ ઉપલબ્ધ ન હતી. બેંક વર્ષ 2016 થી કામ કરી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી

Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો

IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  

IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં છે કાયદો વ્યવસ્થા?Hun To Bolish : હું તો બોલીશ : ડિલિવરી બોય ડોર સુધી જRajkot Accident Case : રાજકોટના કાલાવડ રોડ પર નશાની હાલતમાં અકસ્માત સર્જનાર તબીબની ધરપકડAhmedabad News : અમદાવાદમાં એસજી હાઈવે પર બબાલના કેસમાં મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર
IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર
રાજ્યના આ શહેરમાંથી ₹૬૯ લાખનું ૨૫ ટન ભેળસેળયુક્ત ઘી ઝડપાયું, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી

ઉત્તરાયણમાં પવન કેવો રહેશે, માવઠું પડશે કે નહીં? જાણો અંબાલાલ પટેલની 14-15 જાન્યુઆરીની આગાહી

રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી

'હું તેને માણસ નથી માનતો, તે ભગવાન છે', સંજય રાઉતે પીએમ મોદી માટે કેમ કહ્યું આવું?

Embed widget