શોધખોળ કરો

કોવિડ-19થી ધંધા-રોજગાર પર પડી છે વિપરીત અસર, રોકાણ  અને  વીમા અંગે  સમજણ આપતો વેબિનાર યોજાયો

કોવિડ-19 મહામારી ની ધંધા રોજગાર પર પડેલી વિપરીત અસરથી ઉદ્દભવતા પ્રશ્નો...શું કરીશ? થી શું કરી શકાય? તેમજ મ્યુચ્યલ ફંડમાં રોકાણ અને વીમા અંગેની સમજણ અને માર્ગદર્શન આપતો વેબિનાર યોજાયો હતો.

  ગાંધીનગરઃ કોવિડ-19 મહામારી ની ધંધા રોજગાર પર પડેલી  વિપરીત અસરથી ઉદ્દભવતા પ્રશ્નો...શું  કરીશ? થી  શું  કરી શકાય? તેમજ  મ્યુચ્યલ ફંડમાં રોકાણ  અને  વીમા અંગેની સમજણ અને  માર્ગદર્શન આપતો વેબિનાર  યોજાયો. "વેલ્થસ્ટ્રીટ"ના કો-ફાઉન્ડર 'સી.એ  રાકેશ  લાહોટી', 'અજય સરાઓગી', અને 'કૃણાલ મેહતા' દ્વારા આ કટોકટીના સમયમાં ઉપરોક્ત વિષયો અંગે માર્ગદર્શન અને  સમજણ આપવામાં આવી  હતી, તેમજ આ  કટોકટીના સમયમાં લોકોને મુંજવતા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આર્થિકનીતિના જાણકાર અને  વેલ્થસ્ટ્રીટ ના કો-ફાઉન્ડર સી.એ  રાકેશ  લાહોટી દ્વારા કોવિડ19 મહામારીથી  અસર પામેલા નાના મોટા ધંધા અને વ્યવસાય સાથે  સંકળાયેલા વ્યાપારીઓ  અને  પ્રોફેશનલ્સને માર્ગદર્શન આપવામાં આવ્યું  હતું. વિવિધ માધ્યમો દ્વારા જયારે  એવી ચર્ચા  ચાલી રહી છે કે કોવિડ-19 મહામારીના  કારણે  આપણા  દેશનું  અર્થતંત્ર  લગભગ દસ વર્ષ પાછળ  જતું  રહેશે, 2008માં  આવેલી  મંદી  કરતા  પણ ભયાનક  મંદી આવશે, ત્યારે વેલ્થસ્ટ્રીટ ના કો-ફાઉન્ડર સી.એ  રાકેશ  લાહોટી જણાવે  છે  કે મનમાંથી  મંદી શબ્દ કાઢી નાખો  આ મંદીને મંદી  નહિ પણ અર્થતંત્રમાં એક ટૂંકા ગાળાના અચાનક આવી પડેલા  વિક્ષેપ તરીકે જોવો જોઈએ, જે કોવિડ-19 મહામારીની  સમસ્યાનું  સમાધાન મળતા  ઝડપથી  દૂર  થઇ  શકે  છે. હાલમાં  2008ની સરખામણીએ સેન્સેક્ષ અને સોનું ઘણી  ઊંચાઈએ  છે એટલે  2008 જેવી મંદી હાલની પરિસ્થિતિમાં ક્યાંય દેખાતી  નથી. મંદી તો આવતી જતી રહેશે પરંતુ બિઝનેસ ચાલતા રહેશે, હિમ્મત અને મહેનતથી ગમેતેવી મંદીનો સામનો કરી શકાય છે.જીવનમાં પોઝેટિવિટી હશે તો બિઝનેસમાં પણ પોઝેટિવિટી આવશે. કોરોના મહામારીનો ઉકેલ આવતા કોમોડિટી અને  બુલિયન  માર્કેટમાં તેજી આવી શકે છે. આવા કપરા સમયમાં ઓછી  મૂડી અને વધારે વળતર આપતા રિલેશનશિપ બેઝડ એડ્વાઇઝરી બિઝનેસમાં સારી તકો રહેલી છે, ઉપરાંત  સોશ્યલ મીડિયા અને ઓનલાઈન માર્કેટિંગના ક્ષેત્રે પણ  સારી તકો રહેલી છે. અર્થતંત્રને વેગ આપવા માટે સ્વદેશી વસ્તુ  અને  સેવાનોજ  ઉપયોગ કરવો જોઈએ. મ્યુચ્યઅલ ફંડના નિષ્ણાંત "વેલ્થસ્ટ્રીટ"ના કો-ફાઉન્ડર 'કૃણાલ મેહતા'એ  જણાવ્યુંકે ભારતમાં મ્યુચ્યઅલ ફંડમાં રોકાણ અને સારા વળતરની વિપુલ તકો રહેલી છે, ઓછા પૈસે પણ  મ્યુચ્યઅલ ફંડ દ્વારા સારા ક્ષેત્રેના વિવિધ શેરોમાં રોકાણ કરવાની તક મળે  છે, ઉપરાંત અનુભવી અને કુશળ ફંડ મેનેજર્સની મદદથી લાંબા સમયે રોકેલા નાણાં ઉપર ઓછા જોખમે ખુબજ સારુ વળતર મળી શકે છે. કેપિટલ માર્કેટ અને ઇન્સ્યોરન્સના  જાણકાર "વેલ્થસ્ટ્રીટ"ના કો-ફાઉન્ડર 'અજય સરાઓગી'એ  જણાવ્યુંકે હાલમાં ચાલુ  મેડિકલેઈમ  વીમા પોલિસીમાં કોરોના કવર કરવામાં આવેલ છે જ, જો કોઈની પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ ના હોયતો ફક્ત  કોરના માટેના  સ્પેશિયલ મેડિકલેઈમ  વીમા પોલિસી માર્કેટમાં  પ્રાપ્ય છે. જયારે  કોઈપણ વીમો  લઈએ  ત્યારે આપણો ગોલ અને રિસ્ક પ્રોફાઈલ ધ્યાનમાં રાખી કઈ વીમા પ્રોડક્ટ અને  કેટલું  સુરક્ષા કવર લેવું તે  નક્કી થાય છે, આ માટે ઇન્સ્યોરન્સ એડ્વાઇઝરની સલાહ-સૂચનો લેવા વધુ યોગ્ય છે. શ્રી પાર્શ્વ લબ્ધિ પરિવાર દ્વારા "વેલ્થસ્ટ્રીટ"ના સહયોગથી ઉપરોક્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget