શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
લૉકડાઉન-4માં તમે ઓનલાઇન શૉપિંગમાં શું શું ખરીદી કરી શકશો? જાણી લો એક ક્લિકમાં......
કન્ટેન્ટમેન્ટ ઝૉનને છોડીને રેડ ઝૉન, ઓરેન્જ ઝૉન અને ગ્રીન ઝૉનના લોકો કેટલીક બિન જરૂરી વસ્તુઓ અને સામાનની હૉમ ડિલીવરી મેળવી શકશે, જોકે કંપનીઓને હજુ રાજ્ય સરકારોના સ્પષ્ટ નિર્દેશોનો ઇન્તજાર છે
નવી દિલ્હીઃ કોરોના સંકટની વચ્ચે દેશભરમાં 18મેથી લૉકડાઉનનો ચોથો તબક્કો શરૂ થઇ ગયો છે, આની સાથે કેન્દ્ર સરકારે અમેઝોન-ફ્લિપકાર્ટ જેવી ઇ-કોમર્સ કંપનીઓનો રેડ ઝૉનમાં પણ બિનજરૂરી સામાનની ડિલીવરી કરવાની મંજૂરી આપી દીધી છે.
કન્ટેન્ટમેન્ટ ઝૉનને છોડીને રેડ ઝૉન, ઓરેન્જ ઝૉન અને ગ્રીન ઝૉનના લોકો કેટલીક બિન જરૂરી વસ્તુઓ અને સામાનની હૉમ ડિલીવરી મેળવી શકશે, જોકે કંપનીઓને હજુ રાજ્ય સરકારોના સ્પષ્ટ નિર્દેશોનો ઇન્તજાર છે.
ખાસ વાત છે કે, દિલ્હી કે બીજા રેડ ઝૉન વાળા શહેરના લોકો હજુ પણ કેટલોક સામાન ઓનલાઇન નહીં ખરીદી શકે, આવો જાણીએ લૉકડાઉન-4માં ઇ-કોમર્સ વેબસાઇટ પરથી શું શું ખરીદી કરી શકાશે.
ઓનલાઇન શું શું ખરીદી શકો છો....
ટીવી
એસી
ફ્રિઝ
મોબાઇલ
જુતા
વૉશિંગ મશીન
માઇક્રોવેબ
કિચનનો સામાન
ઓનલાઇન શું શુ નહીં ખરીદી શકો.....
કપડાં
ફર્નિચર
બાઇક/સ્કૂટર
કેમેરા
લેપટૉપ
કૂલર
પંખા
કૉમ્પ્યુર પાર્ટ્સ
મ્યૂઝિક સિસ્ટમ
પુસ્તકો
ફિટનેસ પ્રૉડક્ટ્સ
ઓફિસ સ્ટેશનરી
બેબી પ્રૉડક્ટ્સ
બ્યૂટી પ્રૉડક્ટ્સ
લાઇટ્સ
ઘરની સજાવટનો સામાન
ફૂલ-છોડ
ફર્નિચર, લેપટૉપ, કેમેરા, પુસ્તકો, જેવી પ્રૉડક્ટ્સની હાલ ડિલીવરી નથી થઇ રહી, પણ આ બધો સામાન ગ્રાહક ઇ-કોમર્સ સાઇટ પરથી બુક કરાવી શકો છો. લૉકડાઉન બાદ આ તમામ સામાનની ડિલીવરી થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
શિક્ષણ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion