8th Pay Commission: કર્મચારીઓના પગારમાં થશે મોટો બદલાવ, સરકારે શરુ કર્યું મિશન 200 દિવસ!
સામાન્ય રીતે દરેક પગારપંચને અમલમાં આવતાં બેથી અઢી વર્ષનો સમય લાગે છે, પરંતુ આ વખતે મોદી સરકાર માત્ર 200 દિવસમાં તેનો અમલ કરવાની દિશામાં ઝડપથી આગળ વધી રહી છે.

સામાન્ય રીતે દરેક પગારપંચને અમલમાં આવતાં બેથી અઢી વર્ષનો સમય લાગે છે, પરંતુ આ વખતે મોદી સરકાર માત્ર 200 દિવસમાં તેનો અમલ કરવાની દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. જાન્યુઆરી 2025માં 8મા પગાર પંચની જાહેરાત બાદ હવે કેન્દ્ર સરકારે તેની રચના અને કામગીરી માટે 35 પોસ્ટની વિગતો જાહેર કરી છે. આ જગ્યાઓ ડેપ્યુટેશન દ્વારા ભરવામાં આવશે.
ચેરમેન અને સભ્યો હજુ નક્કી થયા નથી
જો કે સરકારે કમિશનના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂકની જાહેરાત કરી નથી, પરંતુ નાણા મંત્રાલયના ખર્ચ વિભાગે સ્ટાફની વિગતો જાહેર કરી છે. આ કર્મચારીઓ માટે પાંચ વર્ષનો APAR રિપોર્ટ અને વિજિલન્સ ક્લિયરન્સ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આઝાદી પછી આ પહેલો પ્રસંગ હશે જ્યારે કેન્દ્ર સરકાર 8મા પગાર પંચની રચના કરશે અને તેની ભલામણોને લાગુ કરવાનું કામ એક વર્ષથી ઓછા સમયમાં એટલે કે 200 દિવસમાં પૂર્ણ કરશે. આ પહેલા દરેક પગાર પંચને લાગુ કરવામાં 2 થી 3 વર્ષનો સમય લાગતો હતો.
ભલામણો 1 જાન્યુઆરી, 2026 થી લાગુ કરવામાં આવશે
સરકારે પહેલેથી જ જાહેરાત કરી દીધી છે કે આઠમા પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી, 2026થી લાગુ કરવામાં આવશે. તેનો અર્થ એ છે કે આયોગે 6-7 મહિનામાં તેનો રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે અને સરકારે તેની સમીક્ષા કર્યા પછી તેને લાગુ કરવાનો રહેશે. નિષ્ણાતોના મતે, 7માં પગાર પંચ દરમિયાન જે પે મેટ્રિક્સ તૈયાર કરવામાં આવ્યું હતું તે 8માં પગાર પંચમાં પુનરાવર્તિત થશે. ફરક એટલો જ હશે કે તેમાં નવો ડેટા ઉમેરવામાં આવશે. આ વખતે ફિટમેન્ટ ફેક્ટર પર જ કામ થશે. જો ફિટમેન્ટ ફેક્ટર 2.0 નક્કી કરવામાં આવે તો 18,000 રૂપિયાનો વર્તમાન બેઝિક પગાર સીધો વધીને 36,000 રૂપિયા થઈ શકે છે. જો આ પરિબળ 1.9 રહે તો લઘુત્તમ પગાર 34,200 રૂપિયા થશે.
જૂની પેન્શન યોજનાના વડાનો દાવો
નેશનલ મિશન ફોર ઓલ્ડ પેન્શન સ્કીમ ઈન્ડિયાના વડા મનજીત સિંહ પટેલે જણાવ્યું હતું કે આ વખતે સરકાર પાસે સમય ઓછો છે, પરંતુ કામ ઝડપથી ચાલી રહ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે કમિશનનો રિપોર્ટ સમય પહેલા આવી શકે છે અને કર્મચારીઓને ફાયદો થઈ શકશે.
કોન્ફેડરેશન ઓફ સેન્ટ્રલ ગવર્નમેન્ટ એમ્પ્લોઇઝ એન્ડ વર્કર્સનાં જનરલ સેક્રેટરી એસબી યાદવે જણાવ્યું હતું કે અગાઉ પગાર પંચના સભ્યો આંતરરાષ્ટ્રીય અધ્યયન પ્રવાસ પર જતા હતા, જેના કારણે રિપોર્ટ તૈયાર કરવામાં સમય લાગતો હતો. પરંતુ હવે ડીજીટલ યુગમાં આ માહિતી ઓનલાઈન ઉપલબ્ધ હોવાથી કામ ઝડપથી થઈ શકે છે.





















