શોધખોળ કરો
ICICI બેંકે ગ્રાહકોને આપી ભેટ, કાર્ડલેસ કેશ વિડ્રોલ સુવિધાની કરી શરૂઆત
બેંકે નવા કાર્ડલેસ કેશ વિડ્રોલ સુવિધાની શરૂઆત કરી છે. આ સેવાનો વપરાશ કરવાવાળા ગ્રાહકો હવે કોઈપણ ICICI બેંકના ATMમાં ડેબિટ કાર્ડ વગર પૈસા મેળવી શકશે.

નવી દિલ્હી: દેશની ખાનગી સેક્ટરની સર્વોચ્ચ બેંક ICICI એ પોતાનાં ગ્રાહકો માટે ડેબિટ કાર્ડ વગર પૈસા કાઢવાની સેવા શરૂ કરી દીધી છે. બેંકે નવા કાર્ડલેસ કેશ વિડ્રોલ સુવિધાની શરૂઆત કરી છે. આ સેવાનો વપરાશ કરવાવાળા ગ્રાહકો હવે કોઈપણ ICICI બેંકના ATMમાં ડેબિટ કાર્ડ વગર પૈસા મેળવી શકશે. નિકાળવાની સુવિધા પ્રાપ્ત થશે. કંપનીની તરફથી મળેલી જાણકારી મુજબ કોઈપણ ICICI બેંક ખાતા ધારકો હવે મોબાઈલ બેન્કિંગ અંતર્ગત iMobile app ડાઉનલોડ કરી સેવા શરૂ કરી શકે છે. આ એપનો વપરાશ કરવાવાળા ગ્રાહકો કોઈપણ ICICI બેંકના એટીએમમાં કાર્ડ અથવા પીનની જરૂર પડશે નહી. બસ સીધા એટીમમાં જવું પડશે અને કાર્ડલેસ કેશ વિડ્રોલનો ઓપશન સિલેક્ટ કરવો પડશે. ત્યાર પછી ગ્રાહક પોતાના મોબાઈલ પર બેંકના એપમાં પિન નાખીને પૈસા ઉપાડી શકશે.
વધુ વાંચો





















