શોધખોળ કરો
જો તમે Work from home કરી રહ્યા છો તો હવે વધુ ટેક્સ ચૂકવવો પડશે કેમ કે.....
ટેક્સ નિષ્ણાતો કહે છે કે ઘેર બેસીને કામ કરતાં હો તો હવે લીવ ટ્રાવેલ અલાવન્સના ક્લેમ નહીં કરી શકાય.
![જો તમે Work from home કરી રહ્યા છો તો હવે વધુ ટેક્સ ચૂકવવો પડશે કેમ કે..... work from home doing office work from home now you will have to pay more tax ann જો તમે Work from home કરી રહ્યા છો તો હવે વધુ ટેક્સ ચૂકવવો પડશે કેમ કે.....](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/22133456/work-from-home.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: કોરોના કાળમાં સૌથી વધારે પ્રોફેશનલ ઘરેથી કામ કરી રહ્યા છે. તેવામાં બની શકે કે કન્વેન્સિંગ અલાઉન્સ હવે ટેક્સ ફ્રી ન રહે. કોરોનાને લીધે વેકેશન તથા લીવ ટ્રાવેલ અલાઉન્સ પણ ક્લેમ નહીં કરી શકાય જે 4 વર્ષમાં 2 વાર ક્લેમ થતું હતુ. કન્વેન્સ અલાઉન્સ જ્યારે રિઈમ્બર્સમેન્ટ તરફ ઓફર કરવામાં આવે છે ત્યારે તે સંપૂર્ણ ટેક્સ ફ્રી હોય છે. જો સાચે જ તે ખર્ચ થયો છે તો તેના પુરાવા પણ છે. ઓફિશિયલ રુપે ક્યાંકને ક્યાંક આ સંપૂર્ણ રીતે ટેક્સેબલ રુપના ઘેરામાં આવી શકે છે.
જો કોરોનાને લીધે તમે ભાડાનું ઘર છોડી ગામ જતા રહ્યા છો તો તમને હાઉસ રેન્ટ અલાઉન્સમાં છુટ નહીં મળે. બની શકે કે તમારે એચઆરએ પર ટેક્સ આપવો પડે.
ટેક્સ નિષ્ણાતો કહે છે કે ઘેર બેસીને કામ કરતાં હો તો હવે લીવ ટ્રાવેલ અલાવન્સના ક્લેમ નહીં કરી શકાય. ક્લેમ કરો અને એ ક્લેમ પાસ થાય તો એ નિમિત્તે થનારી આવક ટેક્સેબલ ઇન્કમ ગણાશે.
તમે શહેરમાં ભાડેથી ઘર લઇને રહેતા હો અને કોરોના કાળમાં તમે સ્વજનો પાસે ગામડે ચાલ્યા ગયા અથવા ભાડાનું ઘર છોડીને અન્યત્ર ગયા તો હાઉસ રેન્ટ પણ ટેક્સેબલ ઇન્કમ ગણાશે એવું આ નિષ્ણાતો કહે છે. એક ટેક્સ એક્સપર્ટે કહ્યું કે ધારો કે કોઇ ભાડૂતે ભાડાનું ઘર ખાલી કરી દીધું અને હવે ભાડું ભરતા નથી તો એમને કંપની તરફથી મળનારું હાઉસ રેન્ટ અલાવન્સ આપોઆપ ટેક્સેબલ ઇન્કમ ગણાઇ જશે.
જે કંપનીઓ વર્ક ફ્રોમ હોમ અલાવન્સ આપે છે અને એ નાણાં કર્મચારી ક્યાં કેવી રીતે ખર્ચે છે એનો હિસાબ માગતી નથી તો એ આવક પર પણ કર્મચારીએ ટેક્સ ચૂકવવો પડી શકે છે. આ બધી ઝંઝટથી મુક્ત થવા માટે કેટલીક મોટી કંપનીઓ એવા વિકલ્પો શોધી રહી હતી કે કર્મચારીને વધુ ટેક્સ લાયેબિલિટી ન આવે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)