EPF Tips: ઘર બેઠે EPF અને EPS એકાઉન્ટમાં નોમિની એડ કરો, આ છે સરળ પ્રક્રિયા
EPFOએ રોકાણકારોને ઘર બેઠે ડિજિટલ રીતે નોમિની એડ કરવાની સુવિધા આપી છે.
આપણે બેંકમાં ખાતું ખોલાવીએ, એફડી કરાવીએ અથવા તો કોઈ સ્કીમ ખરીદીએ તો તમને નોમિની એડ કરવાનું કહેવામાં આવે છે. તેનાથી જો કોઈ કારણવશ ખાતાધારકનું મોત થાય તો તેના રૂપિયા તેમના દ્વારા એડ કરવામાં આવેલ નોમિની અથવા વારસદારને મળે છે. ઈપીએશ એકાઉન્ટમાં પણ આવું થઈ શકે છે. જો કોઈ ઈપીએફમાં રોકાણ કરે છે તો તેણે પોતાના નોમિનીને એડ કરવા જોઈએ જેથી કોઈકારણ સર નિધન થાય તો કોઈપણ મુશ્કેલી વગર નોમિનીને આ રકમ મળી શકે.
EPFOએ રોકાણકારોને ઘર બેઠે ડિજિટલ રીતે નોમિની એડ કરવાની સુવિધા આપી છે. તમે તમારા ઈપીએફ અથવા ઈપીએસ એકાઉન્ટમાં ઈ-નોમિનેશન દ્વારા તેને જોડી શકો છો.આ સુવિધાનો લાભ લેવા માટે UAN એક્ટિવ હોવું જોઈએ અને સાથે સાથે તમારો મોબાઈલ નંબર આધાર સાથે લિંક હોવો જોઈ. આ પૂરી પ્રક્રિયા ડિજિટલ છે જેથી લોકોને નોમિની એડ કરવા માટે આમતેમ દોડવું નહીં પડે. આવો ઓનલાઈન નોમિની એડ કરવાની પૂરી પ્રક્રિયા વિશે જાણીએ.
આ રીતે એડ કરો નોમિની
સૌથી પહેલા EPFO વેબસાઇટ પર જવાનું રહેશે. અહીં સર્વિસ સેક્શન પર ક્લિક કરો.
ત્યાર બાદ એમ્પોલઈઝ ઓપ્શનમાં ‘ફોર એમ્પ્લોઈઝ’ પર ક્લિક કરો, બાદમાં સભ્ય UAN/ઓનલાઈન સર્વિસ પર ક્લિક કરો.
ત્યાર બાદ તમારા UAN અને પાસવર્ડ સાથે લોગઇન કરો.
મેનેજ ટેબ પર ક્લિક કર્યા બાદ ઈ-નોમિનેશનની પસંદગી કરો.
ત્યાર બાદ Provide Details ટેબ આવશે જેમાં પૂરી જાણકારી ભરીને Save પર ક્લિક કરો.
પરિવાર સાથે જોડાયેલ વ્યક્તિની વિગતો માટે Yes ક્લિક કરો અને પરિવારની વિગતો ભરો. તમે એક કરતાં વધારે નોમિની એડ કરી શકો છો.
ત્યાર બાદ ‘સેવ ઇપીએફ નોમિનેશન’ પર ક્લિક કરો અને ‘ઈ-સાઈન’ પર ક્લિક કરીને ઓટીપી જનરેટ કરો.
આધારની સાથે લિંક મોબાઈલ નંબર પર ઓટીપી આવશે અને તેને ભરીને સમબિટ કરી દો. આ પ્રોસેસ બાદ નોમિની તમારા એકાઉન્ટ સાથે એડ થઈ જશે.