શોધખોળ કરો
Advertisement
તમે માત્ર 1,100 રૂપિયા ચુકવીને આ સ્કૂટરની ખરીદી કરી શકો છો? જાણો કેવી રીતે
હોન્ડાના સ્ટાઈલિશ સ્કૂટર ડિયો પર આ તહેવારની સિઝનમાં કંપની 8,900ની બચત સાથે 2,100 રૂપિયાના અન્ય ફાયદાઓ પણ આપી રહી છે. તમે ફક્ત 1,100 રૂપિયાની કિંમત ચુકવીને આ સ્કૂટરની ખરીદી કરી શકો છો.
નવી દિલ્હી: હોન્ડા તેના સ્કૂટર હોન્ડા ડિયો પર હાલમાં એક ફાયદાની ઓફર આપી રહ્યું છે. જો તમે આ સમયે કોઈ સ્કૂટર ખરીદવા અંગે વિચારો છો તે આ ઓફર તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમે હોન્ડા સ્કૂટરની ખરીદી કરો છો તો તમે 11,000 રૂપિયા સુધી બચત કરી શકો છો. આ સિવાય કંપની ગ્રાહકોને પેટીએમ કેશબેક અને લો ડાઉન પેમેન્ટ જેવા અન્ય ફાયદા પણ આપી રહી છે.
તેમાં એક નવો એલઈડી હેડલેમ્પ, ગોલ્ડ રિમ, ઈકો સ્પીડ સૂચક સાથે ડીજીટલ મીટર, મોબાઈલ ચાર્જિંગ સોકેટ, ટ્યુબલેસ ટાયર, સીટ ઓપનિંગ સ્વીચ આપવામાં આવેલી છે. આમાં ડ્યુઅલ ટોન કલર્સ અને સર્વિસ ડ્યૂ ઈન્ડિકેટર આકર્ષિત ફીચર્સ છે.
હોન્ડાના સ્ટાઈલિશ સ્કૂટર ડિયો પર આ તહેવારની સિઝનમાં કંપની 8,900ની બચત સાથે 2,100 રૂપિયાના અન્ય ફાયદાઓ પણ આપી રહી છે. તમે ફક્ત 1,100 રૂપિયાની કિંમત ચુકવીને આ સ્કૂટરની ખરીદી કરી શકો છો. આ સિવાય 7000 રૂપિયા સુધીનું પેટીએમ કેશબેક પણ ઉપલબ્ધ છે.
હોન્ડા ડિયોની દિલ્હીમાં એક્સ શોરૂમ કિંમત 53,777થી શરૂ થાય છે. ડિયો એસટીડીની કિંમત 53,777 રૂપિયા છે અને ડિયો ડીએલએક્સની કિંમત 55,777 રૂપિયા છે. આમાં તમને 109 સીસીનો ફેન કૂલ્ડ, 4 સ્ટ્રોક, એસઆઈ એન્જિન મળશે જે 8bhp પાવર અને 8.91Nm ટોર્ક જનરેટ કરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement