શોધખોળ કરો

Aadhar Card Center: આધાર કાર્ડ સેન્ટર ખોલીને દર મહિને કરી શકો છો તગડી કમાણી, એક ક્લિકમાં જાણો પ્રોસેસ

Aadhar Card Center: આધાર કાર્ડ ભારતમાં એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. સરકારી સુવિધાઓનો લાભ લેવાથી માંડીને નોકરી માટે ફોર્મ ભરવા સુધીની ખૂબ જ જરૂર છે.

Aadhar Card Center: આધાર કાર્ડ ભારતમાં એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. સરકારી સુવિધાઓનો લાભ લેવાથી માંડીને નોકરી માટે ફોર્મ ભરવા સુધીની ખૂબ જ જરૂર છે. આજકાલ, જો તમારી પાસે આધાર કાર્ડ નથી, તો તમારા મોટાભાગના કામ અટકી જશે. આધાર કાર્ડ વિના કિસાન સન્માન યોજના હેઠળ મોકલવામાં આવતા હપ્તા, વૃદ્ધાવસ્થા પેન્શન કે અન્ય સબસિડી નહીં મળે, તો લોકોને આધાર કાર્ડ બનાવવાની ખૂબ જ જરૂર છે - આ રીતે આધાર કાર્ડ સેન્ટર ખોલીને હજારો કમાણી કરી શકાય છે.

UIDAI પ્રમાણપત્ર લેવું પડશે

ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં આધાર કેન્દ્રો ખોલીને સારી કમાણી કરી શકાય છે. અમે તમને આધાર સેન્ટર ખોલવાની સંપૂર્ણ પ્રક્રિયા જણાવવા જઈ રહ્યા છીએ. આધાર સેવા કેન્દ્ર હેઠળ આધાર કાર્ડને લગતા અનેક કામો થાય છે. જેમાં આધાર કાર્ડ માટે ઓનલાઈન અરજી કરવી, આધારમાં આપેલી માહિતી બદલવી, આધારની પ્રિન્ટ આઉટ લેવી, અપડેટ કરવું, બાયોમેટ્રિક્સ અપડેટ કરવું સહિતની ઘણી બાબતોનો સમાવેશ થાય છે.

આધાર કાર્ડ સેન્ટર ખોલવા માટે લાયસન્સ લેવું પડશે, જે કોઈ પણ આધાર સેન્ટર ખોલવા માંગે છે તેમણે UIDAIની પરીક્ષા પાસ કરવી પડશે. પરીક્ષા પાસ કર્યા પછી UIDAI પ્રમાણપત્ર પ્રાપ્ત થાય છે. પ્રમાણપત્ર પાસ કર્યા પછી, વ્યક્તિએ કોમન સર્વિસ સેન્ટર (CSC) માં અરજી કરવાની રહેશે.

આધાર કાર્ડ સેન્ટર ખોલવા માટે જરૂરી સાધનો

  • આધાર ઓપરેટર પ્રમાણપત્ર
  • આધાર કાર્ડ ઓળખપત્ર ફાઇલ (આધાર કાર્ડ ID અને પાસવર્ડ)
  • સ્કેનર
  • વેબ કેમેરા
  • પ્રિન્ટર
  • લેપટોપ અથવા ડેસ્કટોપ

આધાર સેવા કેન્દ્ર માટે પાત્રતા

  • આધાર કેન્દ્ર ખોલવા માટે ઓછામાં ઓછું મેટ્રિક હોવું જરૂરી છે.
  • આધાર કેન્દ્ર ખોલનારની લઘુત્તમ ઉંમર 18 વર્ષ હોવી જોઈએ.
  • જે સેન્ટર ખોલે છે તેને કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ.

Aadhar Card Center: આધાર કાર્ડ સેન્ટર ખોલીને દર મહિને કરી શકો છો તગડી કમાણી, એક ક્લિકમાં જાણો પ્રોસેસ

આધાર સેન્ટર કેવી રીતે ખોલવું?

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ https://uidai.gov.in/en/ પર ક્લિક કરો.
  • આ પછી My Aadhaar પર જાઓ, ત્યાં About Your Aadhaar ટેબ પર ક્લિક કરો.
  • ત્યાં આધાર એનરોલમેન્ટ પર ક્લિક કરો.
  • આ પછી એક નવું પેજ ખુલશે જ્યાં By Enrollment Agency પર ક્લિક કરો.
  • આ પછી, વિવિધ આધાર કાર્ડ એજન્સીઓ પ્રદાન કરતી કંપનીઓની સૂચિ અહીં દેખાશે.
  • તમે જે કંપની પાસેથી આધાર કાર્ડ એજન્સી લેવા માંગો છો તેની તપાસ કર્યા બાદ તેના પર ક્લિક કરો.
  • આ પછી, તમારે તેના નંબર પર તમે પસંદ કરેલી કંપનીનો સંપર્ક કરવો પડશે.
  • સંપર્ક કર્યા પછી, તે કંપની દ્વારા આપવામાં આવેલા પગલાં પૂર્ણ કરો.
  • આ રીતે તમને આધાર કાર્ડ એજન્સી મળી જશે.

દર મહિને કેટલી કમાણી થશે

આધાર કાર્ડ સેન્ટરની ફ્રેન્ચાઇઝી લઈ સારી કમાણી કરી શકાય છે. આધાર સેન્ટર ખોલીને 30000 થી 35000 રૂપિયા સરળતાથી કમાઈ શકાય છે. જો કે આ સેન્ટરમાં જેટલા વધુ ગ્રાહકો આવશે તેટલી વધુ કમાણી થશે. આનાથી જેટલો ધંધો ચાલશે તેટલા લોકોને રોજગારી આપી શકાશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે ધરમના ધક્કા ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલ માફિયાના બાપ કોણ?Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશોPanchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
Embed widget