Cold Drink MRP: કોઈ દુકાનદાર એમઆરપી કરતા વધુ ભાવે કોલ્ડ ડ્રિંક વેચે તો આ નંબર પર કરો ફરિયાદ
Cold Drink MRP: ઉનાળામાં લોકો ઠંડા પીણા પીવાનું પસંદ કરતાં હોય છે. ત્યારે વધુ વેચાણને કારણે અનેક દુકાનદારો ઠંડા પીણા માટે એમઆરપી કરતાં વધુ રકમ વસૂલે છે.
Cold Drink MRP: ઉનાળામાં લોકો ઠંડા પીણા પીવાનું વધારે પસંદ કરતાં હોય છે. જેના કારણે તેનું વેચાણ પણ વધી જતું હોય છે. જેનો લાભ લઈને અનેક દુકાનદારો આ ઠંડા પીણા માટે એમઆરપી કરતાં 5થી 10 રૂપિયા વધુ વસુલતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે લીગલ મેટ્રોલોજી એક્ટ મુજબ કોઈપણ દુકાનદાર તમારી પાસેથી એમઆરપીથી વધુ રકમ માંગી શકે નહીં. જો કોઈ આવું કરે તો તમે આ માટે ફરિયાદ નોંધાવી શકો છો.
ઘણી વખત દુકાનદારો એમઆરપી કરતાં વધુ ભાવે ઠંડા પીણાનું વેચાણ કરે છે અને ગ્રાહક પૂછે ત્યારે લોકો પાસેથી કૂલિંગ ચાર્ના નામે દસ રૂપિયા વધુ લે છે. પરંતુ આ કરવું ખોટું છે. જ્યારે પણ કોઈ કંપની પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે ત્યારે સંબંધિત તમામ ખર્ચ ઉમેરીને એમઆરપી નક્કી કરે છે.
આ પછી, જો કોઈ દુકાનદાર તમને બોટલ પર લખેલા કરતાં વધુ રૂપિયામાં સામાન આપે તો ગેરકાયદેસર છે. કેટલાક દુકાનદારો એવા છે કે જેઓ વધારાના ચાર્જ માટે ગ્રાહકો સાથે ઝઘડો શરૂ કરે છે. જો આવું થાય, તો તમારે દુકાનદારને વધારાના રૂપિયા ન આપવા જોઈએ. તેના બદલે તમારે દુકાનદાર સામે ફરિયાદ કરી શકો છો.
તમે શાંતિથી દુકાનદારને MRP સંબંધિત કાયદા વિશે જણાવી શકો છો. જો તે છતાં પણ તે તમારી પાસેથી વધારાનો ચાર્જ વસૂલે છે, તો તમારે દુકાનદાર સામે ફરિયાદ નોંધાવવી જોઈએ. ફરિયાદ કરવા માટે, તમે નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન વેબસાઇટ https://consumerhelpline.gov.in/ પર જઈ શકો છો.
આ સિવાય તમે રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન નંબર 1915 પર કોલ કરીને તમારી ફરિયાદ નોંધાવી શકો છો. આ હેલ્પલાઈન 24 કલાક ઉપલબ્ધ છે. તમારી ફરિયાદ નોંધાતાની સાથે જ તેના પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે.