શોધખોળ કરો

Zomato In Sensex: ઝોમેટોની BSE સેન્સેક્સમાં એન્ટ્રી , આ તારીખથી ઇન્ડેક્સમાં કરશે ટ્રેડ,નિફ્ટી 50મા પણ થઈ શકે છે સામેલ

Sensex Stocks Rejig: સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગના માત્ર સાડા ત્રણ વર્ષમાં શેરધારકોને મલ્ટિબેગર રિટર્ન આપવાને કારણે ઝોમેટો સેન્સેક્સનો સ્ટોક બનવા જઈ રહ્યો છે.

BSE Sensex Stocks Rejig: ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોને BSE સેન્સેક્સ સ્ટોક્સમાં સામેલ કરવામાં આવી છે. ઝોમેટો સેન્સેક્સના 30 શેરોમાં JSW સ્ટીલનું સ્થાન લેશે. Zomato 23 ડિસેમ્બર 2024 થી સેન્સેક્સમાં ટ્રેડિંગ શરૂ કરશે. BSE ની પેટાકંપની એશિયા ઈન્ડેક્સ પ્રાઈવેટ લિમિટેડે BSE સૂચકાંકોની પુનઃરચના જાહેર કરી છે જેમાં BSE સેન્સેક્સ 30 અને BSE સેન્સેક્સ 50 માં Zomatoનો સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Zomatoએ લિસ્ટિંગ પછી મલ્ટિબેગર રિટર્ન આપ્યું
Zomatoનો IPO જુલાઈ 2021માં આવ્યો હતો. અને સ્ટોક એક્સચેન્જમાં તેનું લિસ્ટિંગ થયું ત્યારથી, શેરે તેના શેરધારકોને મલ્ટિબેગર વળતર આપ્યું છે. Zomatoનો IPO રૂ. 76ની ઇશ્યૂ કિંમતે આવ્યો હતો અને 22 નવેમ્બર, 2024 શુક્રવારના રોજ શેર રૂ. 264.20 પર બંધ થયો હતો. અને આ સમયગાળા દરમિયાન શેરે શેરધારકોને 250 ટકા વળતર આપ્યું છે. શેરે વર્ષ 2024માં 114 ટકા અને છેલ્લા 3 વર્ષમાં 300 ટકાથી વધુ વળતર આપ્યું છે.

23 ડિસેમ્બરથી સેન્સેક્સમાં ટ્રેડ થશે
શુક્રવારે શેરબજાર બંધ થયા પછી, એશિયા ઈન્ડેક્સ પ્રાઈવેટ લિમિટેડે BSE ઈન્ડેક્સનું પુનર્ગઠન કર્યું જેમાં ઝોમેટોને સેન્સેક્સના 30 શેરોમાં સામેલ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. Zomato 23 ડિસેમ્બરથી સેન્સેક્સ 30માં ટ્રેડ કરશે.

નિફ્ટી 50માં પણ ઝોમેટો સામેલ થશે!
નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી 50 (Nifty50) ઇન્ડેક્સમાં પણ Zomatoનો સમાવેશ થાય તેવી શક્યતાઓ છે. NSE એ તેના ફ્યુચર એન્ડ ઓપ્શન (Future & Options) શેરોમાં Zomato નો સમાવેશ કર્યો છે. હવે એવી સંભાવના છે કે ફેબ્રુઆરી 2025 માં નિફ્ટી ઇન્ડેક્સના પુનઃસંતુલનમાં Zomato ને નિફ્ટી 50 માં સામેલ કરવામાં આવે. બ્રોકરેજ ફર્મ જેએમ ફાઇનાન્સિયલ(JM Financial)એ પણ તેના રિપોર્ટમાં ઝોમેટોને નિફ્ટી 50માં સામેલ કરવાની આગાહી કરી છે.

Zomatoનો સ્ટોક ડબલ થશે!
મોર્ગન સ્ટેનલીએ હાલમાં જ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે આગામી ત્રણ વર્ષમાં Zomatoનો સ્ટોક બમણો થઈ શકે છે. એટલે કે બ્રોકરેજ હાઉસની વાત માનીએ તો શેર રૂ. 500ને પાર પણ કરી શકે છે. Zomato પરના તેના કવરેજ રિપોર્ટમાં તેણે ઓવરવેઇટ રેટિંગ આપ્યું છે અને 355 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. રિપોર્ટ અનુસાર, ભારતના રિટેલ માર્કેટમાં ક્વિક કોમર્સનો વધતો હિસ્સો, મજબૂત બેલેન્સ શીટ, ફૂડ ડિલિવરી બિઝનેસના વિસ્તરણને કારણે કંપની 2030 સુધીમાં જંગી નફો કરવાની ક્ષમતા ધરાવે છે.

આ પણ વાંચો...

8th Pay Commission: કેન્દ્રિય કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, પગારમાં થઇ શકે છે 186 ટકાનો વધારો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મેહુલ ચોક્સીને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો: પ્રત્યાર્પણ સામેની અરજી ફગાવી, હવે ભારત લાવવાનો માર્ગ મોકળો

IND vs SA: કટકમાં ટીમ ઈન્ડિયાનો 'વટ', આફ્રિકાને 101 રને ધૂળ ચટાડી; હાર્દિકની તોફાની ઇનિંગ બાદ બુમરાહે રચ્યો ઈતિહાસ

IND vs SA: ઝહીર ખાન કે કપિલ દેવ પણ જે ન કરી શક્યા, તે બુમરાહે કરી બતાવ્યું! બની ગયો ભારતનો 'નંબર 1' રેકોર્ડ બ્રેકર?

ઇન્ડિગો સંકટ પર સરકારની લાલ આંખ: 10% ફ્લાઈટ્સ ઘટાડવાનો કડક આદેશ, CEO એ કોની સામે જોડ્યા હાથ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?
Parliament News : સંસદમાં કામ ન થાય તો સાંસદોના ભથ્થા બંધ કરવા માગ: ઉમેશ પટેલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મેહુલ ચોક્સીને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો: પ્રત્યાર્પણ સામેની અરજી ફગાવી, હવે ભારત લાવવાનો માર્ગ મોકળો
મેહુલ ચોક્સીને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો: પ્રત્યાર્પણ સામેની અરજી ફગાવી, હવે ભારત લાવવાનો માર્ગ મોકળો
IND vs SA: કટકમાં ટીમ ઈન્ડિયાનો 'વટ', આફ્રિકાને 101 રને ધૂળ ચટાડી; હાર્દિકની તોફાની ઇનિંગ બાદ બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: કટકમાં ટીમ ઈન્ડિયાનો 'વટ', આફ્રિકાને 101 રને ધૂળ ચટાડી; હાર્દિકની તોફાની ઇનિંગ બાદ બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ઝહીર ખાન કે કપિલ દેવ પણ જે ન કરી શક્યા, તે બુમરાહે કરી બતાવ્યું! બની ગયો ભારતનો 'નંબર 1' રેકોર્ડ બ્રેકર?
IND vs SA: ઝહીર ખાન કે કપિલ દેવ પણ જે ન કરી શક્યા, તે બુમરાહે કરી બતાવ્યું! બની ગયો ભારતનો 'નંબર 1' રેકોર્ડ બ્રેકર?
ઇન્ડિગો સંકટ પર સરકારની લાલ આંખ: 10% ફ્લાઈટ્સ ઘટાડવાનો કડક આદેશ, CEO એ કોની સામે જોડ્યા હાથ?
ઇન્ડિગો સંકટ પર સરકારની લાલ આંખ: 10% ફ્લાઈટ્સ ઘટાડવાનો કડક આદેશ, CEO એ કોની સામે જોડ્યા હાથ?
રાકેશ ટિકૈતનો મોટો રાજકીય ધડાકો: ‘બંગાળમાં બાબરી મસ્જિદના નિર્માણ પાછળ ભાજપ જ....’

લોકસભામાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો ચોંકાવનારો ખુલાસો: ‘વોટર લિસ્ટમાંથી મારા માતા-પિતાના નામ કપાઈ ગયા છે અને હું....’

Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ

હાર્દિક પંડ્યાએ T20I માં બનાવ્યો ખાસ રેકોર્ડ, વિસ્ફોટક ઈનિંગ રમી રોહિત-કોહલીના ક્લબમાં સામેલ 

Embed widget