Zomato : Zomatoના કો-ફાઉન્ડર અને ચીફ ટેક્નોલોજી ઓફિસર ગુંજન પાટીદારે આપ્યું રાજીનામું
ઝોમેટોએ કહ્યું હતું કે, છેલ્લા 10થી વધુ વર્ષોમાં તેઓએ એક ટેકનિકલ ટીમનું શાનદાર નેતૃત્વ તો કર્યું પણ તેને વિકસીત પણ કરી. જે ભવિષ્યમાં ટેકનિકલ કાર્યનું નેતૃત્વ કરવામાં સક્ષમ છે
Gunjan Patidar Co-Founder Zomato Resigned : દેશની સૌથી મોટી ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની Zomato Ltdમાંથી તેના કો-ફાઉન્ડર અને ચીફ ટેક્નોલોજી ઓફિસર ગુંજન પાટીદારે આજે રાજીનામું આપ્યું છે. Zomato કંપનીએ આજે શેરબજારોને આ માહિતી આપી છે. જેમાં કંપનીએ જણાવ્યું હતું કે, ગુંજન પાટીદારે ઝોમેટોમાંથી પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. માનવામાં આવી કહેવામાં આવી રહ્યું છે કે, પાટીદાર એવા કેટલાક કર્મચારીઓમાંના એક હતા જેમણે કંપની માટે કોર ટેક સિસ્ટમ બનાવી હતી.
Zomato માં અમૂલ્ય યોગદાન આપ્યું
ઝોમેટોએ કહ્યું હતું કે, છેલ્લા 10થી વધુ વર્ષોમાં તેઓએ એક ટેકનિકલ ટીમનું શાનદાર નેતૃત્વ તો કર્યું પણ તેને વિકસીત પણ કરી. જે ભવિષ્યમાં ટેકનિકલ કાર્યનું નેતૃત્વ કરવામાં સક્ષમ છે. Zomatoના નિર્માણમાં તેમનું યોગદાન અમૂલ્ય રહ્યું છે.
મોહિત ગુપ્તાએ ગયા વર્ષે રાજીનામું આપ્યું હતું
જાહેર છે કે, નવેમ્બર 2022માં કંપનીના અન્ય સહ-સ્થાપક મોહિત ગુપ્તા (સહ-સ્થાપક) એ તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. સાડા ચાર વર્ષ પહેલાં ઝોમેટોમાં જોડાયેલા ગુપ્તાને 2020માં તેના ફૂડ ડિલિવરી બિઝનેસના CEOના પદ પરથી સહ-સ્થાપક બનાવવામાં આવ્યા હતા. Zomatoએ ગયા વર્ષે કેટલાક ઉચ્ચ-સ્તરના હોદ્દા હટાવી દીધા હતા. જેમાં રાહુલ ગંજુ, જેઓ નવી પહેલના વડા હતા અને સિદ્ધાર્થ ઝાવર, ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ અને ઇન્ટરસિટીના વડા હતા, અને સહ-સ્થાપક ગૌરવ ગુપ્તાનો સમાવેશ થાય છે.
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં આવકમાં વધારો
ઝોમેટોની ચોખ્ખુ નુંકશના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વધીને ₹250.8 કરોડ થયું છે જે અગાઉના FY2022ના સમાન ક્વાર્ટરમાં ₹434.9 કરોડ હતી. દરમિયાન આવક 62.20 ટકા વધીને રૂ. 1,661.3 કરોડ થઈ હતી. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીના ફૂડ ડિલિવરી બિઝનેસનું વેચાણ અગાઉના નાણાકીય વર્ષ 2021ના સમાન ક્વાર્ટરમાં રૂ. 5,410 કરોડથી માત્ર 22 ટકા વધીને રૂ. 6,631 કરોડ થયું છે. સોમવારે BSE પર Zomatoનો શેર 1.52 ટકા વધીને રૂ. 60.26 પર બંધ થયો હતો.
સુપ્રીમ કોર્ટ નોટબંધીના નિર્ણયનો યોગ્ય ગણાવ્યો, જાણો શું કહ્યું
સુપ્રીમ કોર્ટે 2016માં મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા નોટબંધીના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. 2016માં મોદી સરકારે જૂની 500 અને 1000ની નોટ બંધ કરી હતી. સરકારના નોટબંધીના પગલા સામે દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ચુકાદો સંભળાવ્યો. કોર્ટે 2016માં સરકારે લીધેલા પગલાને યોગ્ય ઠેરવ્યું હતું. આ સાથે કોર્ટે તમામ 58 અરજીઓ પણ ફગાવી દીધી છે. ચુકાદો આપતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે 8 નવેમ્બર 2016ના નોટિફિકેશનમાં કોઈ ભૂલ જોવા મળી નથી. તમામ સીરિઝની નોટો પરત લઈ શકાય છે.