Ahmedabad Bopal Fire Case: બોપલમાં લાગેલી આગને લઈને સૌથી મોટા સમાચાર, Abp Asmita
શહેરના બોપલ વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગમાં મોડી રાત્રે આગ લાગવાનો બનાવ બન્યો હતો. બોપલમાં આવેલી ઈસ્કોન પ્લેટિનમ નામની બિલ્ડિંગમાં આગ લાગી હતી. મોડીરાત્રે બિલ્ડિંગના 22 માળના બિલ્ડીંગમાં આગ લાગતાં અફરાતફરી સર્જાઇ હતી. ઘટનાને પગલે ફાયર બ્રિગેડની 10થી વધુ આગીઓ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
અમદાવાદમાં ફરી આગનો બનાવ સામે આવ્યો છે. બોપલ ઈસ્કોન પ્લેટિનમ બિલ્ડિંગમાં આની ઘટના બની છે. આગ લાગતાં આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો.ઘટનાને પગલે ફાયર બ્રિગેડની 12 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચવા રવાના થઈ હતી. લોકો ફસાયા હોવાની આશંકાના કોલ સાથે ફાયરની ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવ્યું છે. 22 માળની બિલ્ડિંગમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.




















