(Source: ECI/ABP News/ABP Majha)
Zomato IPO: પેટની સાથે ખીસ્સુ પણ ભરશે Zomato, આજે લોન્ચ થયો કંપનીનો IPO
આ IPO માં 195 શેરના ગુણાંકમાં અરજી કરી શકાય છે એટલે કે એક લોટ 195 શેરનો હશે.
Zomato IPO: ફૂડ ડિલિવરી કંપની ઝોમેટો (Zomato)નો IPO આજે ખુલી ગયો છે. આ IPO ઇશ્યૂ દ્વારા કંપની 9375 કરોડ રૂપિયા મેળવવાનો ટાર્ગેટ રાખે છે. કંપનીના IPOમાં 9000 કરોડ રૂપિયાના નવા શેર ઇશ્યૂ કરવામાં આવશે જ્યારે 375 કરોડ રૂપિયાના શેર ઓફર ફોર સેલમાં વેચવામાં આવશે. ઓફર ફોર સેલ અંતર્ગત ઇન્ફોએજ પોતાનો હિસ્સો વેચશે. ઝોમેટોના IPOનું સબ્સક્રિપ્શન 16 જુલાઈના રોજ બંધ થશે. એટલે કે IPOમાં અરજી કરવા માટે ત્રણ દિવસ છે.
નાણાંકીય વર્ષ 2021માં કંપનીને ભારે નુકસાન થયું હતું ત્યાર બાદ દેવું ચૂકવવા અને અન્ય જરૂરોતને માટે તેણે પબ્લિક ઇશ્યૂ લાવાવની જાહેરાત કરી હતી. તેના માટે ઝોમેટોએ સેબીમાં અરજી કરી હતી. સેબીમાંથી મંજૂરી મળ્યા બાદ કંપનીએ પોતાનો IPO લોન્ચ કરવા માટે 14 જુલાઈ એટલે કે આજનો દિવસ પસંદ કર્યો હતો અને તેના બે દિવસ બાદ એટલે કે 16 જુલાઈના રોજ સબ્સક્રિપ્શન બંધ થઈ જશે.
ઝોમેટોની પ્રતિ શેર પ્રાઈસ બેન્ડ 72થી 76 રૂપિયા
એક્સચેન્જ ફાઇલિંગ અનુસાર ઝોમેટોના IPOમાં રોકાણ કરવા માટે પ્રતિ શેર પ્રાઈસ 72થી 76 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ ઈશ્યૂ ઓફર અંતર્ગત ફ્રેશ ઈક્વિટી શેર ને નોકરીડોટકોમની પેરન્ટ કંપની ઇન્ફો એજ દ્વારા ઓફર ફોર સેલ સામેલ છે. કંપનીના રોકાણકારોમાં ઇન્ફો એજ, એન્ટ ફાઇનાન્શિયલ અને ઉબેર પણ સામેલ છે. જોકે, કંપનીના કોઈ પ્રમોટર નથી.
આ IPO માં 195 શેરના ગુણાંકમાં અરજી કરી શકાય છે એટલે કે એક લોટ 195 શેરનો હશે. કંપની અનુસાર રિટેલ રોકાણકારો વધુમાં વધુ 13 લોટ માટે અરજી કરી શકે છે. જમાવીએ કે, સેબીના નિયમો અનુસાર, એક રિટેલ રોકાણકાર 2 લાખ રૂપિયાથી દારેનું રોકાણ ન કરી શકે.
નાણાંકીય વર્ષ 2021માં કંપનીને ભારે નુકસાન
નોંધનીય છે કે, નાણાંકીય વર્ષ 2021માં કંપનીએ કુલ 816.43 કરોડ રૂપિયાની ખોટ કરી હતી. જ્યારે નાણાંકીય વર્ષ 2020માં કંપનીએ કુલ 2385.6 કરોડ રૂપિયાની ખોટ કરી હતી. જ્યારે નાણાંકીય વર્ષ 2021માં કંપનીની કુલ આવક 1993.78 કરોડ રૂપિયા રહી હતી જ્યારે નાણાંકીય વર્ષ 2020માં આવક 2604.7 કરોડ રૂપિયા રહી હતી.