શોધખોળ કરો

Zomato Share: સારા પરિણામો છતાં Zomatoના સ્ટોકમાં સતત કડાકો, સ્ટોક 76 રૂપિયાની ઈશ્યુ પ્રાઇસની નજીક પહોંચ્યો

ઝોમેટોમાં મોટા ઘટાડા સાથે કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન ઘટીને રૂ. 1 લાખ કરોડથી નીચે રૂ. 61,755 કરોડ થયું છે.

Zomato Share Price: ફૂડ ડિલિવરી કંપની Zomatoના સ્ટોકમાં સતત કડાકો બોલી રહ્યો છે. મંગળવારના ટ્રેડિંગ સેશનમાં, ઝોમેટો સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ થયા પછી નીચલા સ્તરે પહોંચી ગયો છે. Zomatoનો સ્ટોક રૂ. 77.20ની નીચી સપાટીએ પહોંચ્યો છે અને હાલમાં 4.79 ટકાના ઘટાડા સાથે રૂ. 78.50 પ્રતિ શેર પર ટ્રેડ કરી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં Zomatoમાં 18 ટકાનો ઘટાડો થયો છે. તમને જણાવી દઈએ કે Zomato 115 રૂપિયા પ્રતિ શેરના ભાવે લિસ્ટ થયો હતો જ્યારે ઇશ્યૂ પ્રાઇસ 76 રૂપિયા પ્રતિ શેર હતી. Zomatoનો સ્ટોક તેની ઈશ્યુ કિંમતની નજીક ટ્રેડ થઈ રહ્યો છે.

માર્કેટ કેપ રૂ. 1 લાખ કરોડથી નીચે

ઝોમેટોમાં મોટા ઘટાડા સાથે કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન ઘટીને રૂ. 1 લાખ કરોડથી નીચે રૂ. 61,755 કરોડ થયું છે. Zomatoનું સર્વોચ્ચ સ્તર 169 રૂપિયા પ્રતિ શેર રહ્યું છે. એટલે કે, સ્ટોક તેની ઊંચી સપાટીથી 50 ટકાથી વધુ નીચે આવ્યો છે. તે જ સમયે, બ્રોકરેજ હાઉસે ઝોમેટોના સ્ટોકમાં ખરીદીની સલાહ આપી છે. ફૂડ ડિલિવરી બિઝનેસનું ભવિષ્ય ઉજ્જવળ હોવાનું કહેવાય છે. Zomato માટે 220 રૂપિયા સુધીનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. પરંતુ બજારના વલણ પછી એવી આશંકા છે કે Zomatoનો સ્ટોક હજુ વધુ નીચે જઈ શકે છે.

સારા પરિણામો છતાં શેર ઘટે છે

Zomatoએ તાજેતરમાં ત્રીજા ક્વાર્ટર માટે ઉત્તમ પરિણામો જાહેર કર્યા છે, જેમાં આવકમાં વધારો થયો છે અને સાથે જ આ સમયગાળા દરમિયાન ખોટ પણ ઘટી છે. આમ છતાં ઝોમેટોમાં ઘટાડો ચાલુ છે.

Zomatoનો લક્ષ્યાંક રૂપિયા 175 છે

વિદેશી બ્રોકરેજ હાઉસ જેફરીઝે Zomatoના શેર ખરીદવાની સલાહ આપી છે. જેફરીઝે રોકાણકારોને રૂ. 175ના ટાર્ગેટ સાથે Zomato શેર ખરીદવાની સલાહ આપી છે. બ્રોકરેજ હાઉસના જણાવ્યા અનુસાર, ઝોમેટોના સ્ટોકમાં કરેક્શન હોવા છતાં, તે વૈશ્વિક સામનો કરતી કંપનીઓ કરતાં સસ્તું છે. એટલે કે, રોકાણકારો ઝોમેટોમાં રોકાણ કરીને ડબલ વળતર મેળવી શકે છે.

ડિસ્ક્લેમરઃ (અહીં આપવામાં આવેલી માહિતી માત્ર માહિતીના હેતુ માટે છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ કરવું એ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે નાણાંનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. ABPLive.com પરથી કોઈપણ વ્યક્તિને નાણાંનું રોકાણની અહીંથી ક્યારેય સલાહ આપવામાં નથી આવતી.)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર

યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય

મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી

કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગાર વિરુદ્ધ કાર્યવાહીમાં પોલીસ કેટલી ગંભીર?Hun To Bolish : હું તો બોલીશ : વાણી અને વ્યવહારમાં કેટલો સાધુવાદ?Bhavnagar Police: ભાવનગરમાં ગુંડાતત્વો બન્યા બેફામ , તલવાર, છરા સાથે બે વાહનોમાં કરી તોડફોડKutch News: કચ્છમાં પુત્રીને ભગાડી જનાર યુવકના પિતા પર ત્રણ મહિલાઓએ કર્યો ધોકાથી હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 

Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા

Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ

શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા

Embed widget