Ahmedabad Corona: અમદાવામાં કોરોનાએ વધારી ચિંતા, વધુ 8 દર્દીના રિપોર્ટ પોઝિટિવ
કોરોનાના વાયરસનું ફરી એકવાર સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદમાં સરેરાશ 5થી વધુ નવા કેસ નોંધાઇ રહ્યાં છે. આજે વધુ 8 કેસ નોંધાયા છે.
Ahmedabad Corona:કોરોનાના સંક્રમણે ફરી એકવાર ચિંતા જગાડી છે. અમદાવાદમાં કોરોનાના સક્રમિત લોકોના રોજ કેસ નોંધાઇ રહ્યા છે. અમદાવાદમાં વધુ 8 દર્દીના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવતા એક્ટિવ કેસની સંખ્યામાં વધારો થયો છે. હાલ શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 48 છે. 8 કોરોના સંક્રમિતમાં 4 પુરૂષ અને 4 મહિલાનો સમાવેશ છે.
અમદાવાદના નવરંગપુરા, બોડકદેવ, મણિનગર, અને પાલડી, તેમજ વટવા વિસ્તારના સ્થાનિકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. પોઝિટિવ દર્દીઓ પૈકી એક દર્દીની હિસ્ટ્રી આણંદની અને એક દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી વિસનગરની છે. આ પહેલા પણ કોરોનાના દસ કેસ નોંધાયા હતા. જેમાંથી 4 દર્દીની ગોવા,રાજકોટ, સિંગાપુર, ઓસ્ટ્રેલિયાની ટ્રાવેલ હીસ્ટ્રી મળી આવી હતી.
દેશમાં કોરોનાના નવા વેરિયન્ટના કેસ 150ને પાર
અત્યાર સુધીમાં દેશમાં કોરોનાના આ નવા પ્રકારના કેસ 150ને પાર કરી ગયા છે. અગાઉ, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 702 નવા કેસ નોંધાયા હતા. આ દરમિયાન છ કોરોના સંક્રમિત લોકોના મોત પણ થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે આંકડા જાહેર કર્યા અને કહ્યું કે દેશમાં કોરોના કેસની સંખ્યા વધીને 4,097 થઈ ગઈ છે.
JN.1 ચલ કેટલું જોખમી છે?
કોરોનાનું JN.1 વેરિઅન્ટ અન્ય પ્રકારો કરતાં વધુ ચેપી હોવાનું કહેવાય છે અને અન્ય પ્રકારો કરતાં તે ઝડપથી ફેલાય છે. જો કે, આ પ્રકારથી અત્યાર સુધી કોઈ ગંભીર ખતરો સામે આવ્યો નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને JN.1 વેરિઅન્ટને ' વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ ગણાવ્યું છે. ડબ્લ્યુએચઓ અનુસાર, આનાથી જનતા માટે કોઈ મોટો ખતરો નથી. પહેલેથી જ અસ્તિત્વમાં છે તે રસીઓ આ પ્રકાર સામે અસરકારક છે.