શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Covid Test Mandatory For Travellers From China: ભારત-જાપાન બાદ બ્રિટનએ કર્યો ચીનથી આવતા મુસાફરો માટે કોવિડ ટેસ્ટ ફરજિયાત, અમેરિકાએ પણ ઉઠાવ્યા પગલાં

Covid Test Mandatory For Travellers From China: ચીનથી બ્રિટનમાં આવતા મુસાફરોએ ફરજીયાત કરાવવો પડશે કોરોના ટેસ્ટ. જો કોઈ પણ કોરોના સંક્રમિત જણાય તો તેને ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવશે.

Covid Test Mandatory For Travellers From China: ચીનથી બ્રિટનમાં આવતા મુસાફરોએ ફરજીયાત કરાવવો પડશે કોરોના ટેસ્ટ. જો કોઈ પણ કોરોના સંક્રમિત જણાય તો તેને ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવશે. આ સાથે જ નવી કોવિડ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે.

COVID-19 in China: ચીન પહેલા પણ કોરોનાનું મુખ્ય કેન્દ્ર રહી ગયેલ છે, ત્યારે ફરી ત્યાં કોરોનાના વધતા કેસો દુનિયાને ચિંતામાં નાખી રહ્યા છે. મોટાભાગના દેશોમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો હતો, પરંતુ હવે ચીનમાં જે સ્થિતિ જોવા મળી રહી છે તેના કારણે અન્ય દેશો ખૂબ જ સાવચેત થઇ ગયા છે. ભારત, અમેરિકા અને જાપાન બાદ હવે બ્રિટન (United kingdom)  પણ ચીનથી આવતા મુસાફરો માટે કોરોના ટેસ્ટ ફરજિયાત કરીને તપાસ કરશે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, ચીનથી આવનારા મુસાફરોએ બ્રિટનમાં તેમના કોરોના ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે. આ સાથે જ, બ્રિટિશ સરકાર ચીનથી આવતા મુસાફરો માટે ટૂંક સમયમાં એક માર્ગદર્શિકા જાહેર કરવા જઈ રહી છે, જેનું મુસાફરોએ પાલન કરવાનું રહેશે. હાલમાં અમેરિકાએ પણ કોરોના કેસો વધવાને કારણે ચીનથી આવનાર મુસાફરો માટે નવા નિયમો લાગુ કરવા પર વિચાર કરી રહ્યું છે. એક રિપોર્ટ મુજબ, ચીનમાં કોરોનાના કેસમાં વધારો અને સંક્રમિત લોકોની સંખ્યામાં પારદર્શિતાનો અભાવ આંતરરાષ્ટ્રીય સમુદાયની ચિંતા વધારી રહ્યો છે.

ચીનથી આવતા મુસાફરો માટે, જાપાનએ કર્યો કોરોના ટેસ્ટ ફરજિયાત

અગાઉ, 30 ડિસેમ્બરથી, જાપાને ચીનથી આવતા મુસાફરો માટે કોરોના ટેસ્ટ ફરજિયાત બનાવ્યો હતો. ક્યોદો ન્યૂઝ એજન્સી તરફથી મળેલ માહિતી મુજબ, આ નિર્ણય મેઇનલેન્ડ ચીનના મુસાફરો અને છેલ્લા સાત દિવસમાં ત્યાં મુસાફરી કરનારા મુસાફરો પર લાગુ થશે. જાપાન પહોંચતા જ તેણે કોરોના ટેસ્ટ કરાવવો પડશે. કોવિડ પોઝીટીવ જોવા મળતા લોકોને સાત દિવસ માટે ક્વોરન્ટીન કરવામાં આવશે. જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ મંગળવારે આ નિર્ણયની જાહેરાત કરી હતી.

ભારતમાં પણ ચીનના પ્રવાસીઓ માટે કડક માર્ગદર્શિકા

ભારતમાં પણ ચીન સહિત 6 દેશોમાંથી આવતા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. ચીન ઉપરાંત આ યાદીમાં સિંગાપોર, હોંગકોંગ, કોરિયા, થાઈલેન્ડ અને જાપાન જેવા દેશો પણ સામેલ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ વિશે જણાવ્યું કે, ભારત સરકારે આ દેશોમાં પ્રવાસ કરતા લોકો માટે કોવિડની માર્ગદર્શિકા બહાર પાડી છે. તેમણે કહ્યું કે જો આ  કોઈપણ દેશોના પ્રવાસીઓમાં કોરોનાના લક્ષણો જોવા મળે છે અથવા તેઓ કોરોના પોઝિટિવ આવશે, તો તેમને ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટોલનાકે ખિસ્સુ ખાલીHun To Bolish : હું તો બોલીશ : જૂનાગઢમાં ઝઘડા કેમ?Junagadh Gadi Controversy : જૂનાગઢ ગાદી વિવાદ : કોટેચાને ખુલ્લી ધમકી, આંગળી ન કરોPatidar Controversy : જયંતિ સરધારા-PI પાદરિયા વિવાદ મામલે સૌથી મોટો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો
શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
Embed widget