(Source: ECI/ABP News/ABP Majha)
Delhi Crime News: હોળીની ઉજવણી દરમિયાન જાપાની યુવતી સાથે છેડતી, ઘટનાનો વીડિયો વાયરલ
દિલ્હી પોલીસે જણાવ્યું કે જે વીડિયો વાયરલ થયો છે તે પહાડગંજ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે અને આ ઘટના હોળીના દિવસે બની હતી. પીડિત એક જાપાની પ્રવાસી હતી
Delhi Police Action in Japanese Girl Viral Video: દિલ્હી પોલીસે જણાવ્યું કે જે વીડિયો વાયરલ થયો છે તે પહાડગંજ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે અને આ ઘટના હોળીના દિવસે બની હતી. પીડિત એક જાપાની પ્રવાસી હતી
હોળીની ઉજવણી દરમિયાન કેટલાક છોકરાઓ દ્વારા કથિત રીતે એક જાપાની યુવતીને હેરાન કરવાનો વીડિયો વાયરલ થયા બાદ દિલ્હી પોલીસે આ મામલે કાર્યવાહી શરૂ કરી છે. વીડિયોના આધારે પોલીસે ઘટનાના આરોપમાં એક સગીર સહિત 3 યુવકોની ધરપકડ કરી છે.
આ મામલાની માહિતી આપતાં દિલ્હી પોલીસે કહ્યું કે, જે વીડિયો વાયરલ થયો છે, તે પહાડગંજ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે અને આ ઘટના હોળીના દિવસે બની હતી. પીડિતૈ એક જાપાની પ્રવાસી હતી, જે પહાડગંજમાં રહેતી હતી અને હાલ તે બાંગ્લાદેશ જતી રહી છે. આ સાથે પોલીસે જણાવ્યું કે, યુવતીએ દિલ્હી પોલીસ કે એમ્બેસીને કોઈ ફરિયાદ કે કોલ કર્યો નથી.
આરોપીએ ભૂલ સ્વીકારી હતી
પોલીસે જણાવ્યું કે આ કેસમાં એક સગીર સહિત ત્રણ યુવતીની ધરપકડ કરવામાં આવી છે. તમામે ઘટના સ્વીકારી લીધી છે. આ તમામ પહાડગંજ વિસ્તારના રહેવાસી છે અને હોળી દરમિયાન આ ઘટનાને અંજામ આપ્યો હતો.
ડીપી એક્ટ હેઠળ કાર્યવાહી
View this post on Instagram
પોલીસે જણાવ્યું કે આરોપીઓ સામે ડીપી એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જો કે, યુવતીની ફરિયાદના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી નક્કી કરવામાં આવશે. આ પહેલા વીડિયો વાઈરલ થયા બાદ પોલીસે કહ્યું હતું કે વીડિયો અમારા ધ્યાનમાં આવ્યો છે. આ સાથે પોલીસે કહ્યું હતું કે હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી. મહિલા અંગે વધુ માહિતી માટે દૂતાવાસને ઈમેલ મોકલવામાં આવ્યો છે. આ સાથે વીડિયોમાં દેખાતા યુવકોની માહિતી પણ એકત્રિત કરવામાં આવી રહી છે.
Surat: સુરતમાં ધૂળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, મિત્રો સાથે ડાન્સ કરતા યુવકનું મોત
સુરત: શહેરમાં હોળીનો તહેવાર માતમમાં ફેરવાયો હતો. ધુળેટીના દિવસે દુઃખદ ઘટના બનતા પરિવાર માથે આભ ફાટી પડ્યું હતું. મિત્રો સાથે ડાન્સ કરતા સમયે યુવાનનું મોત નિપજ્યું હતું. ડાન્સ કરતા કરતા યુવક અચાનક ઢળી પડ્યો હતો. જે બાદ મિત્રોએ 108 બોલાવી સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાં તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. આમ ખુશીનો તહેવાર અચાનક માતમમાં ફેરવાયો હતો.
મહેસાણામાં કુહાડીના ઘા મારી ખેડૂતની હત્યા
મહેસાણાના સતલાસણા તાલુકાના તખતપુરા ગામે એક ખેડૂતની હત્યા કરવામાં આવી છે. ઘઉનો પાક એકઠો કરવાા જેવી નજીવી બાબતે હત્યા કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. કુહાડીના ઘા મારી ખેડૂતની હત્યા કરી તેની લાશને કૂવામાં ફેંકી દીધી દેવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે બે લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મહેસાણા જિલ્લામાં હત્યાનો સિલસિલો યથાવત રહેતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
રાજકોટના ભાયાવદરમાં ભત્રીજાએ કરી સગા કાકાની હત્યા
રાજકોટ જિલ્લાના ભાયાવદરનાં મોટીના પાનેલી ગામે ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભત્રીજાએ સગા કાકાને મોતને ઘાટ ઉતારી દીધા છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ભત્રીજો જીલ ભાલોડીયા નશાનાં રવાડે ચડી ગયો હોવાનું કાકા ચેતનભાઈએ પરિવારને કહેતા ભત્રીજાએ હૂમલો કર્યો હતો. ચેતનભાઈ ભાલોડિયાને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જે બાદ સારવાર દરમિયાન ચેતનભાઈનું મોત થયું હતું. ઘટનાને પગલે પરિવારમાં માતમ છવાયો છે. હાલમા ભત્રીજાની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.