Ukraine : આંધ્રપ્રદેશના એક ડોક્ટર પોતાના પાળતું ચિત્તા અને દીપડા સાથે યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં પરત ફર્યા
Ukraine News : તેમના મિત્રો અને પરિવારજનોએ તેમને સુરક્ષિત રહેવા માટે યુક્રેન છોડવાનું સૂચન કર્યું હતું, ડોક્ટર કુમારે કહ્યું હતું કે તેના પાલતું પ્રાણી તેના પરિવારના સભ્યો જેવા છે અને તે તેમને છોડશે નહીં.
Russia Ukraine War : છેલ્લા કેટલાક દિવસોમાં યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી ભારતીય વિદ્યાર્થીઓ તેમના કૂતરા અને બિલાડીઓને તેમની સાથે પાછા લાવ્યા હોવાની ઘણી ઘટનાઓ સામે આવી છે. જો કે મૂળ આંધ્રપ્રદેશના ડોક્ટર બંદીએ યુક્રેનમાં તેના ઘરના બંકરમાં રહેવાનું નક્કી કર્યું છે કારણ કે તે તેના બે પાળતુ પ્રાણી - એક ચિત્તો અને એક કાળા દીપડાને છોડવા માંગતા નથી.
ડૉ.કુમાર બંદી આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લાના તનુકુ શહેરના વતની છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર તે યુક્રેનની રાજધાની કિવથી લગભગ 850 કિમી દૂર ડોનબાસમાં રહે છે અને તેલુગુ વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને ભારતને ખાલી કરાવવા નજીકની સરહદ સુધી સુરક્ષિત રીતે પહોંચવામાં મદદ કરી રહ્યાં છે.
ડૉ.કુમાર બંદી એક યુટ્યુબર પણ છે. જ્યારથી યુક્રેન પર રશિયન હુમલાઓ શરૂ થયા ત્યારથી, કુમાર તેમના ચિત્તા અને દીપડા સાથેના વીડિયો અપલોડ કરી રહ્યા છે અને તેમની સાથે ફરવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું "હું યુક્રેન છોડવા માંગતો નથી કારણ કે મારા પ્રાણીઓ ચિત્તો અને દીપડાની સંભાળ રાખવા માટે અહીં કોઈ નહીં હોય."
ડૉ.કુમાર બંદીએ તેમના વ્લોગમાં વન્યજીવ સંરક્ષણમાં તેમની રુચિ જણાવતા કહ્યું કે , “હું પાડોશી દેશમાં ભાગીને અથવા ભારત પરત આવીને બોમ્બ ધડાકાથી બચી શકું છું. પરંતુ હું નથી ઈચ્છતો કે મારી ગેરહાજરીમાં મારા પ્રાણીઓ ચિત્તો અને દીપડો ભૂખે મરી જાય."
ડોક્ટરીનો અભ્યાસ કરવા યુક્રેન ગયાના લગભગ 15 વર્ષ પછી ડૉ.કુમાર બંદી હવે ડોનબાસમાં સ્થાયી થયા છે. ડો.કુમારે એક તેલુગુ ફિલ્મથી પ્રેરિત મોટા દીપડાને પાળતુ પ્રાણી તરીકે લીધો, જેમાં નાયકને પાળતુ પ્રાણી તરીકે ચિત્તો હતો.તેમણે પોતે ચાર તેલુગુ ફિલ્મોમાં અભિનય કર્યો છે જે હજુ રિલીઝ થવાની બાકી છે, તેમણે તમિલ, તેલુગુ અને મલયાલમ ટીવી સિરિયલો અને કેટલીક યુક્રેનિયન ફિલ્મોમાં નાના પાત્રની ભૂમિકાઓ પણ ભજવી છે.