શોધખોળ કરો

Accident: દ્રારકાથી સોમનાથ જતી ખાનગી બસ પલટી જતાં અકસ્માત, 25થી વધુ ઇજાગ્રસ્ત, 1 મહિલાનું મૃત્યુ

યાત્રાધામ દ્વારકા નજીકના બસ પલ્ટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 25 લોકોને ઇજા પહોંચી છે. તો 1નું મૃત્યુ થયાના સમાચાર છે.

Accident: યાત્રાધામ દ્વારકા નજીકના બસ પલ્ટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 25 લોકોને ઇજા પહોંચી છે. તો 1નું મૃત્યુ થયાના સમાચાર છે.

યાત્રાધામ દ્વારકા નજીકના બસ પલ્ટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 25 લોકોને ઇજા પહોંચી છે. તો 1નું મૃત્યુ થયાના સમાચાર છે. દ્રારકા પોરબંદર હાઇવે પર  ગતરાત્રિના સમયે પરપ્રાંતિય યાત્રાળુઓ સાથેની એક બસ પલ્ટી ગઇ હતી. દુર્ઘટનામાં 25 થી વધુ લોકોને નાની મોટી ઇજાઓ  થઇ છે.

છત્તીસગઢથી યાત્રા માટે આવેલી આ બસ દ્વારકાથી દર્શન કરીને  સોમનાથ તરફ જઈ રહી હતી આ સમયે દ્વારકાથી પોરબંદર તરફ જતા માર્ગ પર આવેલા નાવદ્રા ગામના પાટીયા પાસેથી રાત્રિના આશરે એકાદ વાગ્યાના સમયે આ ખાનગી બસ કોઈ કારણોસર પલટી ગઇ હતી અને એ સમયે ચિચિયારી મચી ગઇ હતી.  ઘટનાની જાણ થતાં  આ બનાવ બનતા સ્થાનિકો દ્વારા ઈમરજન્સી 108 ને જાણ કરવામાં આવી હતી. જેથી 108 નો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ઘવાયેલાઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બસ અકસ્માતમાં એક મુસાફરને વધુ ઇજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.જ્યારે આ બસમાં સવાર આશરે 25 થી 30 જેટલા મુસાફરોને નાની મોટી ઇજાઓ થતા સારવાર આપવામાં આવી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ ઘટનામાં એક મહિલાનું મોત જયારે  4થી 5 લોકોના  હાથ પગમાં ફેંકચર  થયાના સમાચાર છે. કલ્યાણપુર. રાણ.લીમડી. અડવાણા હર્ષદની 108ની ટીમે તાબડતોબ ઇજાગ્રસ્તોને  પ્રાથમિક સારવાર આપી હતી.

બનાસકાંઠાના થરાદની દાંતિયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીઓ ભરેલી બસે  પલટી જતાં અકસ્માત

બનાસકાંઠાના થરાદની દાંતિયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીઓ ભરેલી બસે  પલટી જતાં અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં  8થી વધુ વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે.
બનાસકાંઠાના થરાદની દાંતિયા પ્રાથમિક શાળાની બસ  વિદ્યાર્થીઓને લઇને શૌક્ષણિક પ્રવાસે સૌરાષ્ટ્ર જઇ રહી હતી. આ સમયે અચાનક કોઇ કારણોસર બસ પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. અત્યાર સુધી મળતી માહિતી મુજબ બસમાં સવાર વિદ્યાર્થીઓમાંથી આઠથી વધુ વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતના પગલે વિદ્યાર્થીઓને સારવાર અર્થે થરાદની ખાનગી હોસ્પિટલ ખસેડાયા છે.

Accident: સુરતમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, પિક વાન ડિવાઇડર કૂદી સામને રોડ પર બાઇકમાં અથડાઇ, દુર્ઘટનામાં 4નાં મોત

Surat News:સુરતના કામરેજના વેલન્જા-નવી પારડી રોડ પર અકસ્માતમાં 4 લોકોના કરૂણ મોત નિપજ્યાં છે. અહીં ગઈકાલે રાત્રે  ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

સુરતના કામરેજના વેલન્જા-નવી પારડી રોડ પર ગઇ કાલ રાત્રે ગમખ્વાર અકસ્માત થયો હતો. અહીં અંત્રોલી પાસે પિકઅપનું ટાયર ફાટતા અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે  ટાયર ફાટતાંની સાથે પિક અપ વાન ડિવાઇડર કુદાવીને બે બાઇકર્સને પણ અડફેટે લીધા હતા. આ ઘટનામાં બાઇક સવાર દંપતી સહિત 4 લોકોના મોત થયા છે. તો અન્ય એક ઇજાગ્રસ્ત છે. જેને સારવાર માટે તાબડતોબ હોસ્પિટલ લઇ જવાયા હતા. ઘટનાના પગલે કામરેજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માતના કારણોની તપાસ કરીને વિગત એકત્ર કરી હતી. કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

તો બીજી એક અકસ્માતની ઘટનામાં ફ સુરતના લીંબાયત વિસ્તારના બે યુવકો પણ મોતના ભેટ્યા છે. અહીં વાહન  ડિવાઈડર સાથે અથડતા અકસ્માત સર્જાયો હતો. બે યુવકો સુરતથી નવસારી કામ અર્થે જઈ રહ્યા હતા ત્યારે તેમને માર્ગ અકસ્માત નડ્યો હતો. આ માર્ગ અકસ્માતમાં યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તો તો બીજા યુવકનું સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ નિધન થયું હતું. મૃતકનું નામ સાદિક અનીસ અહમેદ હતું જેની ઉંમર 22 હતી. અને બીજા મૃતકનું નામ હાસીમ રહીશ 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget