Earthquake Live: 6.3 તીવ્રતાના ભૂકંપથી ઘ્રૂજી ઉઠ્યું ઉત્તર ભારત,નેપાળમાં 6 લોકોના મોત,રાહત કાર્ય માટે તાબડતોબ પહોંચી રેસ્ક્યૂ ટીમ
Earthquake: ગઈકાલે રાત્રે આવેલા ભૂકંપના જોરદાર આંચકાથી ઉત્તર ભારત હચમચી ઉઠ્યું હતું. દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેપાળમાં એપિસેન્ટર હોવાથી અહીં 6ના મોત લોકોના મોત થયા છે.
Earthquake: ગઈકાલે રાત્રે આવેલા ભૂકંપના જોરદાર આંચકાથી ઉત્તર ભારત હચમચી ઉઠ્યું હતું. દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેપાળમાં એપિસેન્ટર હોવાથી અહીં 6ના મોત લોકોના મોત થયા છે.
બુધવારે વહેલી સવારે દિલ્હી-એનસીઆરમાં આવેલા 6.3ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતું. અહીં ડોટી જિલ્લામાં મકાન ધરાશાયી થતાં મૃત્યુઆંક વધીને 6 થયો છે.નેપાળની સેનાને ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં પહોંચી ગઇ છે અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દીધી છે.
પિથોરાગઢમાં ફરી ધ્રૂજી ધરા
ગઈકાલે રાત્રે 2 વાગ્યે ભૂકંપના આંચકા આવ્યા બાદ સવારે ફરીથી આંચકા અનુભવાયા હતા. ઉત્તરાખંડના પિથોરાગઢમાં સવારે 6.27 કલાકે ફરીથી ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. ભૂકંપની ઊંડાઈ જમીનથી 5 કિમી નીચે હતી અને તેનું કેન્દ્ર નેપાળ હતું. આ પહેલા મંગળવાર-બુધવારની વચ્ચેની રાત્રે પિથોરાગઢમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પિથોરાગઢ જિલ્લામાં રાત્રે 1.58 કલાકે 5 સેકન્ડ માટે ધરતી ડોલી થઈ હતી. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5-7 માપવામાં આવી હતી. સમગ્ર જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ બાદ લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી ગયા હતા.
Earthquake of Magnitude:6.3, Occurred on 09-11-2022, 01:57:24 IST, Lat: 29.24 & Long: 81.06, Depth: 10 Km ,Location: Nepal, for more information download the BhooKamp App https://t.co/Fu4UaD2vIS @Indiametdept @ndmaindia @Dr_Mishra1966 @moesgoi @OfficeOfDrJS @PMOIndia @DDNational pic.twitter.com/n2ORPZEzbP
— National Center for Seismology (@NCS_Earthquake) November 8, 2022
1 કલાક અને 58 મિનિટે ભૂકંપના આંચકા અનુભવાયા હતા
જણાવી દઈએ કે દિલ્હીમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાત્રે 1.58 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના કારણે લોકો ગભરાઈ ગયા હતા અને લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. નોઈડા અને આસપાસના શહેરોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 6.3 હતી.
નેપાળમાં ભૂકંપમાં 6નાં મોત
નેપાળમાં ગઈકાલે રાત્રે આવેલા ભૂકંપની તીવ્રતા 6.3 હતી. આ તીવ્રતા ઘણી વધારે હતી. નેપાળમાં આવેલા ભૂકંપમાં 6 લોકોના મોત થયા છે. નેપાળના ડોટી જિલ્લામાંથી ત્રણ લોકોના મોતના અહેવાલ છે. કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપના કારણે એક મકાન ધરાશાયી થતાં આ લોકોના મોત થયા છે. ડોટીમાં મકાન ધરાશાયી થવાથી 6 લોકોના મોત થયાનો અહેવાલ મળી રહ્યાં છે.
ગઈકાલે રાત્રે આવેલા ભૂકંપના જોરદાર આંચકાથી ઉત્તર ભારત હચમચી ઉઠ્યું હતું. દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.3 હતી. પાડોશી દેશ નેપાળમાં ભૂકંપનું કેન્દ્ર હતું. આ ભૂકંપ ગઈકાલે રાત્રે 1:57 વાગ્યે આવ્યો હતો અને નેપાળમાં આ ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિમી નીચે હતું. ભૂકંપના કારણે ચીનની ધરતી પણ ધ્રૂજી ગઈ હતી.