Farmers Protest Death: ખેડૂત આંદોલન દરમિયાન શંભુ બોર્ડર પર તૈનાત પોલીસ કર્મીનું આ કારણે મૃત્યુ, એક ખેડૂતે પણ ગુમાવી જિંદગી
Farmers Protest Death: વિરોધ કરી રહેલા ખેડૂતો પંજાબ-હરિયાણા બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. હાલમાં ખેડૂતો શંભુ બોર્ડર પર પટિયાલા તરફ વિરોધ કરી રહ્યા છે.
Farmers Protest News:પંજાબ-હરિયાણા બોર્ડર પર ખેડૂતોના વિરોધ વચ્ચે શંભુ બોર્ડર પર તૈનાત એક પોલીસકર્મીનું મૃત્યુ થયું છે. પોલીસકર્મીની ઓળખ હરિયાણા પોલીસના સબ ઈન્સ્પેક્ટર હીરાલાલ તરીકે થઈ છે. સમાચાર એજન્સી એએનઆઈએ જણાવ્યું છે કે, હીરાલાલ 52 વર્ષના હતા અને ખેડૂતોના વિરોધને ધ્યાનમાં રાખીને તેમને શંભુ બોર્ડર પર તૈનાત કરવામાં આવ્યા હતા. શંભુ બોર્ડર પંજાબના પટિયાલામાં આવેલી છે. સબ-ઇન્સ્પેક્ટર હીરાલાલ હરિયાણાના સરહદી ભાગમાં તૈનાત હતા.
ANI અનુસાર, સબ-ઇન્સ્પેક્ટર હીરાલાલની તબિયત ડ્યુટી દરમિયાન અચાનક બગડી હતી. આ પછી, તેને તાત્કાલિક અંબાલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. અહીંના ડોક્ટરોએ પોલીસકર્મીનો જીવ બચાવવા માટે ખૂબ પ્રયાસ કર્યા, પરંતુ તેઓ સફળ થઈ શક્યા નહીં. સબ ઇન્સ્પેક્ટર હીરાલાલનું સારવાર દરમિયાન મોત થયું હતું. હીરાલાલ લાંબા સમયથી હરિયાણા પોલીસમાં ફરજ બજાવતા હતા. તાજેતરમાં, ખેડૂતોની 'દિલ્હી માર્ચ'ની જાહેરાત દરમિયાન, તેમને શંભુ સરહદ પર તૈનાત કરવામાં આવ્યા હતા.
Ambala, Haryana: Sub-Inspector Hiralal posted at the Shambhu Border due to the farmers' movement, passes away. He was 52 years old. According to reports, Sub-Inspector Lal's health suddenly deteriorated while on duty. He was immediately taken to Ambala Civil Hospital, but despite… pic.twitter.com/XMpxhzaGX2
— ANI (@ANI) February 17, 2024
હરિયાણાના ડીજીપીએ પોલીસકર્મીના મોત પર શોક વ્યક્ત કર્યો હતો
હરિયાણાના ડીજીપી શત્રુજીત કપૂરે સબ ઈન્સ્પેક્ટરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. કપૂરે કહ્યું કે, 'સબ-ઇન્સ્પેક્ટર હીરાલાલે પૂરી ઇમાનદારી અને ખંતથી પોતાની ફરજ બજાવી છે. તેમનું નિધન પોલીસ દળ માટે મોટી ખોટ છે. અત્રે નોંધનીય બાબત એ છે કે, હીરાલાલનું મૃત્યુ એવા સમયે થયું છે જ્યારે શુક્રવારે (17 ફેબ્રુઆરી) શંભુ બોર્ડર પર એક વૃદ્ધ ખેડૂતનું મૃત્યુ થયું હતું. ખેડૂતના મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું જણાવાયું હતું. તેઓ ગુરુદાસપુરથી વિરોધ કરવા આવ્યા હતા.
78 વર્ષના ખેડૂતનું અવસાન થયું
શંભુ બોર્ડર પર પોતાના મિત્રો સાથે ટ્રોલીમાં સૂઈ રહેલા 78 વર્ષીય જ્ઞાન સિંહે શુક્રવારે વહેલી સવારે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. આ પછી, વિરોધ પ્રદર્શનમાં સામેલ એમ્બ્યુલન્સ દ્વારા તેને પંજાબના રાજપુરાની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અહીંથી ડોક્ટરોએ તેમને પટિયાલાની રાજેન્દ્ર હોસ્પિટલમાં ટ્રાન્સફર કર્યા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જ્ઞાનસિંહનું હાર્ટ એટેકથી અવસાન થયું. તે 'દિલ્હી ચલો' માર્ચમાં સામેલ થવા માટે બે દિવસ પહેલા શંભુ બોર્ડર પર આવ્યા હતા.