શોધખોળ કરો

Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબવાથી મોત, હજુ એક લાપતા

ગાંધીનગર: હાલમાં રાજ્યમાં ગણેશ ઉત્સવ ધૂમધામથી ઉજવવવામાં આવી રહ્યો છે. કેટલીક જગ્યાએ ગણપતિ વિસર્જન પણ કરવામાં આવી રહ્યું છે. આજે દહેગામના વાસણા સોગઠી ગામમાં પણ ગણેશ વિસર્જનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

ગાંધીનગર: હાલમાં રાજ્યમાં ગણેશ ઉત્સવ ધૂમધામથી ઉજવવવામાં આવી રહ્યો છે. કેટલીક જગ્યાએ ગણપતિ વિસર્જન પણ કરવામાં આવી રહ્યું છે. આજે દહેગામના વાસણા સોગઠી ગામમાં પણ ગણેશ વિસર્જનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જે દરમિયાન એક મોટી દુર્ઘટના સામે આવી છે.

દહેગામના વાસણા સોગઠી ગામની મેશ્વો નદીમાં 10 લોકો ડૂબ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ગણેશ વિસર્જન દરમિયાન 10 જેટલા લોકો ડૂબ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે હાલમાં સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં  8 લોકોના મૃતદેહ મળ્યા હોવાની પ્રથામિક માહિતી સામે આવી છે. જો કે, હજુ પણ એક વ્યક્તિ લાપતા છે. ગુર્ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને સ્થાનિક લોકો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરુ કરવામા આવ્યું હતું.

વાસણા સોગઠી ગામ પાસેથી પસાર થતી મેશ્વો નદીમાં આજે ગણેશવિસર્જન સમયે જ 10 લોકો ડૂબ્યા હતા, જેની જાણ થતાં જ તાત્કાલિક દહેગામ ફાયરબ્રિગેડની ટીમ અને તરવૈયાઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. હાલમાં આઠ લોકોની લાશ મળી આવી છે જ્યારે અન્ય લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

પાટણમાં ગણેશ વિસર્જન વખતે 7 લોકો પાણીમાં ડૂબ્યા હતા

તમને જણાવી દઈએ કે, પાટણમાં પણ બુધવારે દુર્ઘટના ઘટી હતી. ગણેશ વિસર્જન દરમિયાન પાટણમાં એક દુખદ ઘટના સામે આવી હતી. પાટણ ખાતે ગણેશ વિસર્જન સમયે 7 લોકો ડૂબ્યા હતા. પાટણ સરસ્વતી બેરેજમાં આ ઘટના બની છે. આ દુર્ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ગણેશ વિસર્જન કરતી વખતે 7 લોકો ડૂબવાથી અરેરાટી મચી જવા પામી હતી. 

એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા 

 પાટણ બનેલી આ દુર્ઘટનામાં  પ્રજાપતિ સમાજના એક જ પરિવારના 4 લોકોના ડૂબવાથી મોત થયા હતા. આ દુઘટનામાં પ્રજાપતિ પરિવારના જીમિત નીતિનભાઈ, શીતલબેન નીતિશભાઈ તેમનો પુત્ર દક્ષ નીતિશ ભાઈ અને શીતલબેનના ભાઈ અને નયન રમેશભાઈના મોત નિપજ્યા હતા. આ અંગે વિગતે વાત કરીએ તો બુધવારે સાંજે પ્રજાપતિ પરિવારના એક સાથે 4 લોકોના મોત થતાં જ રાત્રિના સમયે તમામની પીએમની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી અને પરિવારજનોને ડેડબોડી સોંપવામાં આવી હતી. પ્રજાપતિ પરિવારના સંબંધીઓ વહેલી સવારથી જ વેરાઈ ચકલા ખાતે આવી પહોંચ્યા હતા. આ સમયે એકસાથે સાથે 4-4 લોકોની અર્થી ઉઠતા સમગ્ર ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.

દુર્ઘટના બાદ પાલિકા આવી હરકતમાં

દુર્ઘટના બાદ પાલિકા હરકતમાં આવી હતી અને વિસર્જન માટે નદીમાં ન જવું પડે તે માટે પાલિકાએ નદી નજીક જ જેસીબીથી એક મોટો કુંડ બનાવ્યો છે. જેથી હવે લોકો વિસર્જન માટે તે કુંડનો જ ઉપયોગ કરી રહ્યા છે.  હાલમાં તાત્કાલિક ધોરણે નદીમાં વિસર્જન કરવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. જો તંત્ર દ્વારા વિસર્જન શરૂ થાય તે પહેલા આવી વ્યવસ્થા કરી હોત તો આ 4 લોકોના જીવ બચી શક્યા હોત.

આ પણ વાંચો...

Surat: સુરતમાં સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ તબીબનું ડેન્ગ્યૂના કારણે મોત થતા ચકચાર

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'મસ્જિદમાં જય શ્રીરામના નારા લગાવવા ગુનો કેવી રીતે?', સુપ્રીમ કોર્ટનો કર્ણાટક સરકારને સવાલ
'મસ્જિદમાં જય શ્રીરામના નારા લગાવવા ગુનો કેવી રીતે?', સુપ્રીમ કોર્ટનો કર્ણાટક સરકારને સવાલ
આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય
આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય
એક વ્યક્તિએ ઓર્ડર કરી દાળ! રેસ્ટોરન્ટે આપ્યું 10 હજાર રૂપિયાનું બિલ, યુઝર્સે લીધી મજા
એક વ્યક્તિએ ઓર્ડર કરી દાળ! રેસ્ટોરન્ટે આપ્યું 10 હજાર રૂપિયાનું બિલ, યુઝર્સે લીધી મજા
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Patan MLA Kirit Patel : MLA કિરીટ પટેલ - પોલીસ વચ્ચે ઘર્ષણ | કોણે માર્યો પોલીસને લાફો?Winter Heart Issue : ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે હાર્ટની બીમારીમાં વધારો, દર કલાકે કેટલા કેસ?Gujarat Crime News : 'માસી! પપ્પા મારી સાથે ગંદુ કામ કરે છે', 12 વર્ષની દીકરી પર પિતાએ કર્યું કુકર્મZakir Hussain Death : પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકીર હુસૈનનું 73 વર્ષની વયે નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મસ્જિદમાં જય શ્રીરામના નારા લગાવવા ગુનો કેવી રીતે?', સુપ્રીમ કોર્ટનો કર્ણાટક સરકારને સવાલ
'મસ્જિદમાં જય શ્રીરામના નારા લગાવવા ગુનો કેવી રીતે?', સુપ્રીમ કોર્ટનો કર્ણાટક સરકારને સવાલ
આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય
આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય
એક વ્યક્તિએ ઓર્ડર કરી દાળ! રેસ્ટોરન્ટે આપ્યું 10 હજાર રૂપિયાનું બિલ, યુઝર્સે લીધી મજા
એક વ્યક્તિએ ઓર્ડર કરી દાળ! રેસ્ટોરન્ટે આપ્યું 10 હજાર રૂપિયાનું બિલ, યુઝર્સે લીધી મજા
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
Look back 2024: ભારતીય ક્રિકેટ માટે આ વર્ષ રહ્યું ખૂબ ખાસ, જાણો કેટલા ભારતીય ખેલાડીઓએ કર્યું ડેબ્યૂ
Look back 2024: ભારતીય ક્રિકેટ માટે આ વર્ષ રહ્યું ખૂબ ખાસ, જાણો કેટલા ભારતીય ખેલાડીઓએ કર્યું ડેબ્યૂ
નવા વર્ષ પર નવી ઓફર,  Jio અને Airtel એ લોન્ચ કર્યા પ્લાન, ગ્રાહકોને મોજ
નવા વર્ષ પર નવી ઓફર, Jio અને Airtel એ લોન્ચ કર્યા પ્લાન, ગ્રાહકોને મોજ
Embed widget