શોધખોળ કરો
15મી ઓગસ્ટની ઉજવણીને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, જાણો કેવી રીતે કરવી પડશે ઉજવણી?
15મી ઓગસ્ટે ડોક્ટર, નર્સ અને કોરોના વોરિયર્સની હાજરીમાં ધ્વજવંદન કરવું.
ગાંધીનગરઃ દેશના રાજ્યો, જિલ્લા અને નીચેના સ્તરે 15મી ઓગસ્ટની ઉજવણી સંદર્ભે કેંદ્રીય ગૃહ મંત્રાલયે પરીપત્ર જારી કર્યો છે. ઉજવણીમા મોટી સંખ્યામાં લોકો ભેગા ન થાય તેવી સુચના આપવામાં આવી છે. ટેકનોલોજીનો ઉપયોગ કરી ઉજવણી કરી શકાય છે. ડોક્ટર, નર્સ અને કોરોના વોરિયર્સની હાજરીમાં ધ્વજવંદન કરવું, તેમ પણ પરીપત્રમાં જણાવાયું છે.
કોરોનાને મ્હાત આપનારા લોકોને પણ હાજર ઉજવણીમાં હાજર રાખવા. સવારે 9 વાગે મુખ્યમંત્રીએ ઉજવણી શરુ કરવી. એટલું જ નહીં, જીલ્લા અને નીચેના સ્તરે પણ ઉજવણી માટે નિયમો એજ રહેશે. એટ હોમ કાર્યક્રમ કરવા અંગે રાજભવન નિર્ણય લેશે. જો એટ હોમ કાર્યક્રમ કરાય તો ત્યા પણ ફ્રંટ લાઇન વોરીયર્સ ને હાજર રાખવા અને સોશિયલ ડીસ્ટંસ જરુરી છે. આર્મી બેંડ વગેરે રુબરુ બોલાવવાના બદલે રેકોર્ડીંગ વગાડવું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement