Gandhinagar: પહેલા ધોરણમાં પ્રવેશથી વંચિત રહેનાર 3 લાખ બાળકો માટે ગુજરાત સરકાર લઈ શકે છે મોટો નિર્ણય
ગાંધીનગર: ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં શરૂ થઈ શકે છે બાળ વાટિકા. ધો. 1ના પ્રવેશમાં 2 મહિનાની છૂટછાટ મળી શકે છે. ધોરણ 1મા પ્રવેશથી વંચિત રહેનાર બાળકો માટે બાળ વાટિકા શરૂ થઈ શકે છે.
ગાંધીનગર: ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં શરૂ થઈ શકે છે બાળ વાટિકા. ધો. 1ના પ્રવેશમાં 2 મહિનાની છૂટછાટ મળી શકે છે. ધોરણ 1મા પ્રવેશથી વંચિત રહેનાર બાળકો માટે બાળ વાટિકા શરૂ થઈ શકે છે. પ્રવેશથી વંચિત રહેનાર બાળકોને બાળ વાટિકામાં અભ્યાસ કરાવવામાં આવશે. નવી શિક્ષણ નીતિના કારણે ગુજરાતમાં અંદાજિત 3 લાખ બાળકો પ્રવેશથી વંચિત રહેશે. બાળકો ઓછા થતા ધોરણ 1ના શિક્ષકો પણ ફાજલ થઈ શકે છે. શિક્ષકો અને બાળકોનું હિત જળવાય તે અંગે સરકાર વચગાળાનો રસ્તો કાઢી શકે છે. આવતીકાલે મળનારી શિક્ષણ વિભાગની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાઈ શકે છે.
ગુજરાતમાં વિરોધ કરનારને હવે થઈ શકે છે જેલ
અમદાવાદ: ગુજરાતમાં હવે વિરોધપ્રદર્શન કરવું વધારે મુશ્કેલ બનશે. આ ઉપરાંત ગુજરાતમાં વિરોધ પ્રદર્શન કરનાર સામે હવે કોર્ટ કેસ થઈ શકે છે. ગુજરાતમાં વિરોધ કરનારને જેલ પણ થઈ શકે છે. વર્ષ 2021માં પસાર થયેલા ફોજદારી કાર્યરીતિ (ગુજરાત સુધારા) વિધેયકને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. ગુજરાતમાં વિરોધ નોંધાવવો અન્ય રાજ્યની સરખામણીએ વધુ મુશ્કેલ બનશે.
ગુજરાતમાં હવેથી કલમ 144ના ભંગ બદલ કોર્ટ કાર્યવાહી પણ થઈ શકે છે. આઇપીસી સેક્શન 188 અંતર્ગત ફોજદારી કાર્યવાહી થશે. કલમ 144નો ઉલ્લંઘન કરનારા પર સખ્ત થવા સરકારે આ અપરાધને સંગીન અપરાધની શ્રેણીમાં રાખ્યો છે. પહેલા 144 કલમનું ઉલ્લંઘન કરનારાઓ સામે સંગીન ગુનો નોંધાતો નહોતો. પહેલા કલમ 144ના ભંગ બદલ વગર જામીને છુટકારો થતો હતો. હવે ફેરફાર બાદ કલમ 144ના ઉલ્લંઘન કરનારાઓ સામે કલમ 188 અંતર્ગત ફોજદારી કાર્યવાહી થશે. સુધારા બાદ હવે કોઈપણ વ્યક્તિ કે પોલીસ કોન્સ્ટેબલ ફરિયાદી બની શકશે. જાહેરનામાનો ભંગ કરીને કોઈ પ્રદર્શન થાય તો અત્યાર સુધી કાયદાની જોગવાઈ અનુસાર, માત્ર કમિશનર ફરિયાદી બને તો જ ફરિયાદ દાખલ થઈ શકતી હતી. સુધારા બાદ સામાન્ય વ્યક્તિ કે પોલીસ કૉન્સ્ટેબલ પણ ફરિયાદ નોંધાવી શકે છે, ધરપકડ કરી શકે છે અને કોર્ટ તે ગુનાની નોંધ લેશે.
આજથી પ્લાસ્ટિક અને કાગળના કપમાં ચા પીવા નહીં મળે
અમદાવાદમાં આજથી પ્લાસ્ટિક અને કાગળના કપમાં ચા પીવા નહીં મળે. અમદાવાદમાં આજથી પ્લાસ્ટિક અને કાગળના ચા ના કપ પર રોક લાગશે. દસ દિવસ સુધી નોટિસ આપ્યા બાદ AMC દ્વારા ચેકીંગ કરાશે. એક દિવસના 20 લાખથી વધુ પ્લાસ્ટિક અને કાગળના કપ કચરામાં આવતા હોવાથી નિર્ણય કરાયો છે.
એકમ સીલ કરવા સુધીની AMC ની તૈયારી
પ્રતિબંધિત પ્લાસ્ટિકના કપ, કાગળના કપ અને અનેક વખત કેચપીટમાં કપ ફસાતા હોવાના કારણે નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 10 દિવસ બાદ પાનના ગલ્લાઓ ઉપર ચેકીંગ હાથ ધરાશે. મસાલા માટે અપાતા પ્લાસ્ટિક અને કાગળના ઉપયોગ સામે પણ કાર્યવાહી કરાશે. આજથી ચા ના કપમાં ચા અને કોફી આપતા વેપારીઓના એકમ સીલ કરવા સુધીની AMC ની તૈયારીઓ છે. માટી અથવા કાચના કપમાં ચા મળશે. આજે સાંજે 4 વાગ્યા બાદ ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવશે.