શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોરોનાના કહેર વચ્ચે ગુજરાતીઓ માટે શું આવ્યા મોટા રાહતના સમાચાર? જાણીને થઈ જશો ખુશ
ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર 85 ટકાએ પહોંચવા આવ્યો છે. ગઈ કાલે કોરોનાના 1411 નવા કેસ નોંધાયા હતા. જેની સામે 1231 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી.
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા કેટલાય દિવસોથી દૈનિક કેસો 1400ને પાર થઈ ગયા છે. જોકે, આ બધાની વચ્ચે ગુજરાતીઓ માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. વાત એવી છે કે, ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર 85 ટકાએ પહોંચવા આવ્યો છે.
રાજ્યમાં કોરોનાના દર્દીઓને સામેથી પકડી પાડવા માટે એક્ટિવ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. ગઈ કાલે કોરોનાના 1411 નવા કેસ નોંધાયા હતા. જેની સામે 1231 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. અત્યાર સુધીમાં કુલ 1,13,140 દર્દીઓ સાજા થયા છે અને સાજા થવાનો દર રાજ્યનો 84.93 ટકા થયો છે.
રાજ્યમાં ગઈ કાલે વધુ 10 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3419 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16660 એક્ટિવ કેસ છે, જ્યારે 113140 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 86 દર્દી વેન્ટીલેટર પર છે અને 16574 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 133219 પર પહોંચી છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં ગઈ કાલે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, ભાવનગર કોર્પોરેશનમાં 1, જુનાગઢ કોર્પોરેશનમાં 1, રાજકોટમાં 1, વડોદરામાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 મળી કુલ 10 લોકોના મોત થયા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
અમદાવાદ કોર્પોરેશનમાં 178, સુરત કોર્પોરેશનમાં 160, રાજકોટ કોર્પોરેશનમાં 112, સુરતમા 109, વડોદરા કોર્પોરેશનમાં 92, જામનગર કોર્પોરેશનમાં 81, રાજકોટમાં 59, મહેસાણામાં 52, વડોદરામાં 41, બનાસકાંઠામાં 36, કચ્છ 34, સુરેન્દ્રનગર 34, ભાવનગર 31, અમરેલીમાં 30, પાટણ 27, ગાંધીનગર 26, મોરબી 24, ભરૂચ 21, અમદાવાદમાં 19 કેસ નોંધાયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion