BZ Group: ભૂપેન્દ્રસિંહ ઝાલાની પૉન્ઝી સ્કીમમાં 11 હજાર લોકોનું રોકાણ, ત્રણ ક્રિકેટરો પણ સામેલ, CID ક્રાઇમની પ્રેસમાં મોટા ખુલાસા
સીઆઇડી ક્રાઇમે જણાવ્યું કે, આરોપી એક મહિલા પોલીસ અધિકારી સાથે લગ્ન કરવાનો હતો. સીઆઇડી ક્રાઇમે પ્રેસ કૉન્ફરન્સ કરીને તમામ માહિતી મીડિયા સમક્ષ મુકી હતી
BZ Group Ponzi scheme: ગુજરાતના મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા અંગે આજે ખુદ સીઆઇડી ક્રાઇમે મોટા ખુલાસા કર્યા છે. એક મહિના બાદ પકડાયેલા ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પોતાના બીઝેડ ગૃપ અને પૉન્ઝી સ્કીમ અંગે અનેક મોટા ખુલાસા સીઆઇડી સામે કર્યા હતા, આજે સીઆઇડી ક્રાઇમે પ્રેસ કૉન્ફરન્સ કરીને તમામ માહિતી મીડિયા સમક્ષ મુકી હતી. મહાઠગબાજ ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ આજે CID ક્રાઈમના ડીઆઈજી પરિક્ષિતા રાઠોડ પ્રેસમાં જણાવવામાં આવ્યું કે, “આરોપી દ્વારા પૉન્ઝી સ્કીમ હેઠળ કુલ 11 હજાર લોકો પાસેથી રોકાણ કરાવવામાં આવ્યું છે. આરોપી રોકાણકારોને કેવી લાલચ આપતો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં આ મામલે 100 જેટલા રોકાણકારોના નિવેદન પણ લેવામાં આવ્યા છે. આરોપીએ 100 કરોડની મિલકત વસાવી છે, અત્યારે તેના સગા સંબંધીઓની મિલકતની પણ તપાસ કરવામાં આવી છે.”
સીઆઈડી ક્રાઈમ પ્રેસમાં વધુ ખુલાસા કરતાં જણાવ્યું કે, આ કેસમાં વધુ આગળની તપાસ ચાલી રહીછે, કુલ 100 જેટલા લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. જે લોકોને આ મામલે સામેથી નિવેદન આપવું હોય તેઓ પણ સામેથી આવી શકે તેવું સીઆઈડી ક્રાઈમ દ્વારા જણાવવામાં આવ્યું છે. આરોપી દ્વારા 100 કરોડની મિલકત વસાવવામાં આવી છે તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ તેના સગા સંબંધીઓની મિલકતો પણ તપાસ કરવામાં આવી રહી છે. સીઆઈડી ક્રાઈમે જણાવ્યું કે, આરોપી રાજસ્થાનમાં 10 દિવસ રોકાયો હતો તેવી માહિતી સામે આવી છે. સાથે જ તે છેલ્લા 15 દિવસથી ત્યાં જ રોકાયો હતો. જ્યાંથી તેની ધરપકડ કરવામાં આવી છે તેવી માહિતી સીઆઈડી ક્રાઈમ દ્વારા આપવામાં આવી છે. જે ફાર્મહાઉસમાંથી તે ઝડપાયો હતો તે ફાર્મહાઉસના માલિક સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સીઆઇડી ક્રાઇમે જણાવ્યું કે, આરોપી એક મહિલા પોલીસ અધિકારી સાથે લગ્ન કરવાનો હતો. જેથી આ મુદ્દે સીઆઈડી ક્રાઈમ દ્વારા જણાવવામાં આવ્યું કે જો તે મહિલા અધિકારીનો પણ આ કૌભાંડમાં કોઈ હાથ હશે તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મીડિયા દ્વારા એવો સવાલ પૂછવામાં આવ્યો કે તે મહિલા અધિકારીની મિલકતને લઈને કોઈ તપાસ કરવામાં આવી છે કે નહીં? ત્યારે સીઆઈડી ક્રાઈમ દ્વારા જણાવવામાં આવ્યું કે તે મહિલા અધિકારી પાસે જે પણ મિલકત છે તેને લઈને પણ તપાસ કરવામાં આવશે. જેટલા એજન્ટો દ્વારા સૌથી વધારે રોકાણ કરાવવામાં આવ્યું છે અને તેમનો જે પણ રોલ છે તેને લઈને તે એજન્ટો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આરોપી જેટલા પણ ડોંગલ યુઝ કરતો હતો તેને લઈને તેના ઘરના, તેની ઓફિસના સ્ટાફના દરેક લોકોની તપાસ કરવામાં આવશે. આ સિવાય 3 ક્રિકેટરો દ્વારા રોકાણ કરવામાં આવ્યું હતું તેવી માહિતી પણ સામે આવી છે. જેમાં ક્રિકેટરો દ્વારા 10 લાખની આસપાસનું રોકાણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો