શોધખોળ કરો

ગુજરાતનું આ ગામ સમગ્ર દેશમાં આદર્શ ગામ તરીકે આવ્યું પ્રથમ નંબરે, ગૃહમંત્રી શાહે લીધું છે દત્તક

ગૃહમંત્રી અમિત શાહે દત્તક લીધેલું ગામ દેશમાં પ્રથમ નંબરે આવ્યું છે. સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના પોતાના લોકસભા મતવિસ્તાર ગાંધીનગરના કલોલ તાલુકામાંથી આ ગામ દતક લીધું હતું

Adarsh Gram Yojana: ગૃહમંત્રી અમિત શાહે દત્તક લીધેલું ગામ દેશમાં પ્રથમ નંબરે આવ્યું છે. સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના પોતાના લોકસભા મતવિસ્તાર ગાંધીનગરના કલોલ તાલુકામાંથી બિલેશ્વરપુરા ગામ દતક લીધું હતું. બિલેશ્વરપુરા ગામ સમગ્ર દેશમાં આદર્શ ગામ તરીકે પ્રથમ નંબરે આવ્યું છે. શાહ દ્વારા ગામ 2020-21 માં દત્તક લેવામાં આવ્યું હતું. બે વર્ષના સમયગાળામાં આ ગામની કાયાપલટ થઇ ચૂકી છે. 

નોંઝનિય છે કે, આદર્શ ગ્રામના પેરામીટર્સ પર ખરૂ ઉતરે તેવી આ ગામમાં તમામ સુવિધાઓ છે. આ ગામમાં ત્રણ હજારની વસ્તી છે. અમદાવાદ-મહેસાણા હાઈવે પર આ ગામ આવેલું છે. કેન્દ્રીય ગૃહપ્રધાનનું દત્તક લીધેલું ગામ હોવાથી રાજ્ય અને કેન્દ્ર સરકારની 100 ટકા યોજનાઓ ગ્રામજનો સુધી પહોંચે છે. આ ઉપરાંત અધિકારીઓનું સીધું માર્ગદર્શન પંચાયતને મળતું રહે છે.

બિલેશ્વરપુરા ગામમાં જોવા મળતી સુવિધાની વાત કરીએ તો,  ઇ-ગ્રામ સેન્ટર આવેલું છે. પાકા રસ્તાઓ આવેલા છે. સાફ-સફાઈની પુરતી વ્યવસ્થા છે. ઘેર-ઘેરથી કચરો એકત્રીત કરાય છે. કચરાને તેના જુથ પ્રમાણે ભીના અને સૂકા કચરામાં વહેંચાય છે, ભીના કચરામાંથી ખાતર બનાવવામાં આવે છે. દરેક ઘરમાં શૌચાલય અને ગટર વ્યવસ્થા પણ છે. ગામમાં ગંદકી જોવા મળતી નથી. બાળકો માટે સ્માર્ટ આંગણવાડી, પ્રાથમિક શાળા તેમજ લાઇબ્રેરીની વ્યવસ્થા છે. ગ્રામજનો માટે સ્વાસ્થ્ય કેન્દ્રની સુવિધા ઉપલબ્ધ છે. મહિલાઓ માટે પ્રશિક્ષણ કેન્દ્ર તેમજ સખી મંડળની રચના કરવામાં આવી છે. નળ દ્વારા દરેક ઘરમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચાડાય છે. પાલતુ પ્રાણીઓ માટે પણ પીવાના પાણીના કુંડની વ્યવસ્થા કરવામાં આવી છે.

આદર્શ સાંસદ ગામમાં જોવા મળતી સુવિધાઓ

  • પંખીઘર
  • સીસીટીવી
  • કચરા કલેક્શન
  • મિયાવાંકી વન
  • રોડ રસ્તાઓ
  • સેગ્રીગેશન સેડ
  • નવી સ્કૂલ
  • લાઈબ્રેરી
  • મુખ્ય પ્રવેશ દ્વાર
  • પીવાના પાણીનું પરબ
  • 100 શૌચાલય
  • નળ અને ગટર કલેક્શન

આ ઉપરાંત ગ્રામજનો પણ પર્યાવરણ પ્રત્યે જાગૃત છે. અહીં મિયાવાકી પદ્ધતિથી ગુલમહોર, જાંબુ, નીલગીરી, જામફળ અને લીમડો જેવા વૃક્ષો વાવવામાં આવ્યા છે. દાતાઓ અને સી.એસ.આર એક્ટિવિટીથી કમ્પ્યુટર લેબ અને સુંદર પંખી ઘરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ગામમાં સ્ટ્રીટ લાઈટ, પાણી, શૌચાલય, સેવેજ અને વિદ્યુતીકરણની સુવિધા 100 ટકા જોવા છે. ગૃહમંત્રી પણ પોતાના ગાંધીનગર લોકસભા મતવિસ્તારની અવારનવાર મુલાકાત લે છે. વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા પણ તેઓ ધ્યાન રાખે છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે ધરમના ધક્કા ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલ માફિયાના બાપ કોણ?Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશોPanchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
Embed widget