શોધખોળ કરો
Advertisement
બિન સચિવાલય પરીક્ષા: પ્રદર્શનકારીઓએ હાર્દિક પટેલ સાથે કરી ધક્કામુક્કી, લાગ્યા ગો બૅકના નારા
આંદોલન કરી રહેલા પરીક્ષાર્થીઓ સાથે મુલાકાત કરવા પહોંચેલા હાર્દિક પટેલને વિરોધનો સામનો કરવાનો વારો આવ્યો છે.
ગાંધીનગર: બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિ મામલે ગાંધીનગર સચિવાલય ખાતે પરીક્ષા રદ કરવાની માગણી સાથે બે દિવસથી વિરોધ પર બેઠેલા પરીક્ષાર્થીઓના સમર્થન માટે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ પહોંચ્યો હતો. આંદોલન કરી રહેલા પરીક્ષાર્થીઓ સાથે મુલાકાત કરવા પહોંચેલા હાર્દિક પટેલને વિરોધનો સામનો કરવાનો વારો આવ્યો છે. કેટલાક પરીક્ષાર્થીઓએ હાર્દિક પટેલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ધક્કામુકી કરી હતી. પરીક્ષાર્થીઓના વિરોધને જોતા હાર્દિક પટેલ સ્થળ છોડી રવાના થઈ ગયો હતો.
હાર્દિક પટેલે કહ્યું, કદાચ એ લોકોને પસંદ નહીં હોય કે હું તેમના માટે લડું. એ લોકો જાતે જ લડાઈ લડવા માંગે છે. આનો મતલબ એવો પણ થયો કે ગુજરાતનો યુવા વર્ગ જાગૃત થયો છે. જાહેર જીવનમાં કોઈ સ્વાગત પણ કરે અને કોઈ વિરોધ પણ કરે. મારા વિરુદ્ધ નારા લાગ્યા તેનો મને કોઈ અફસોસ નથી.
છેલ્લા બે દિવસનથી આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓના આંદોલને આજે રાજકીય સ્વરૂપ પકડ્યું હતું. જેમાં શરૂઆતમાં પૂર્વ મુખ્યમંત્રી અને હાલ એનસીપીના નેતા એવા શંકર સિંહ વાઘેલા આવી પહોંચ્યા હતા. ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા પણ વિદ્યાર્થીઓ વચ્ચે પહોંચ્યા હતા. બાદમાં હાર્દિક પટેલ પહોંચતા વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી હતી. વિદ્યાર્થીઓએ હાર્દિક પટેલની વિરૂદ્ધમાં નારા લગાવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion