BJP: રાજકોટ કોંગ્રેસમાં મોટું ગાબડુ, કોંગ્રેસનું એક આખુ જૂથ ભાજપમાં સામેલ, સીઆર પાટીલે પહેરાવ્યો તમામને ખેસ
આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સત્તાધારી ભાજપ પાર્ટીએ એક પછી એક કોંગ્રેસ નેતાઓનને પાર્ટીમાં આવકારવાનું શરૂ કર્યુ છે
BJP: કમુરતાં ઉતરતાંની સાથે જ ગુજરાત કોંગ્રેસમાં મોટુ ગાબડુ પડવાનું શરૂ થઇ ગયુ છે, આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સત્તાધારી ભાજપ પાર્ટીએ એક પછી એક કોંગ્રેસ નેતાઓનને પાર્ટીમાં આવકારવાનું શરૂ કર્યુ છે. આજે મોટા સમાચાર રાજકોટમાંથી સામે આવ્યા છે, રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં એકસાથે 15થી વધુ સભ્યો ભાજપમાં સામેલ થઇ જતાં રાજકારણ ગરમાયુ છે. આજે ગાંધીનગરના બીજેપી હેડક્વાર્ટર કમલમમાં વેલકમ પાર્ટી યોજાઇ હતી, જેમાં આ તમામ કોંગ્રેસી સભ્યોને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ખેસ પહેરીવીને ભાજપમાં વેલકમ કર્યુ હતુ.
લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં ભાજપ વધુને વધુ મજબૂત બનવા તરફ આગળ વધી રહી છે, તો વળી, બીજીબાજુ કોંગ્રેસ વધુને વધુ નબળી પડી રહી છે. આજે ગાંધીગર કમલમમાં ભાજપની વેલકમ પાર્ટી યોજાઇ હતી, જેમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે કે, રાજકોટ જિલ્લા કૉંગ્રેસમાં ફરી એકવાર મોટું ગાબડું પડ્યુ છે. જિલ્લા કૉંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો ભાજપમાં જોડાયા છે.
આજે કમલમ ખાતે મોટી સંખ્યામાં કૉંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા છે, ભરત બોઘરાએ આ આખુ ઓપરેશન પાર પાડ્યુ હતુ. રાજકોટ જિ.પં.ના કૉંગ્રેસના પાંચ સભ્યો ભાજપમાં જોડાયા છે. જેમાં અર્જૂન ખાટરીયા, શારદા ધડુક જેવા દિગ્ગજો પણ સામેલ છે જે ભાજપમાં જોડાયા છે, આ ઉપરાંત ગીતા ચાવડા, મીરા ભળોડીયા ભાજપમાં જોડાયા છે, ગીતા સોમાણીએ કૉંગ્રેસ છોડી કેસરીયો ધારણ કર્યો છે. કોટડાસાંગાણી તા.કૉંગ્રેસના પ્રમુખ બાબુ સાવલિયા ભાજપમાં જોડાયા છે. વિછિંયા તા.પં.ના કૉંગ્રેસના પાંચ સભ્યો ભાજપમાં જોડાયા છે. જસદણ તા.પં.ના કૉંગ્રેસના બે સભ્યો ભાજપમાં જોડાયા છે. કોટડાસાંગાણી તા.પં.ના કૉંગ્રેસના બે સભ્યો ભાજપમાં જોડાયા છે. ગોંડલ તા.પં.ના કૉંગ્રેસના એક સભ્ય ભાજપમાં જોડાયા છે. પડધરી અને ધોરાજી તા.પં.ના ચાર સભ્યો ભાજપમાં જોડાયા છે. ઉપલેટા તા.પં.ના કૉંગ્રેસના ત્રણ સભ્યો ભાજપમાં જોડાયા છે. સહકારી મંડળીઓના કૉંગ્રેસના 15 સભ્યો ભાજપમાં જોડાયા છે. કોટડાસાંગાણી તા.સંઘના ચેયરમેન, ડિરેક્ટર ભાજપમાં જોડાયા છે. રાજકોટ દૂધ ડેરીના ડિરેક્ટર ભાજપમાં જોડાયા છે. રાજકોટ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર ભાજપમાં જોડાયા છે. રાજકોટ જિ.પં.ના પૂર્વ પ્રમુખ અલ્પાબેન ખાટરીયા ભાજપમાં જોડાયા છે.
ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઇને ભાજપે કામગીરી શરૂ કરી દીધી છે, બીજેપીએ આજે ગ્રાન્ડ વેલકમ પાર્ટીનું આયોજન કર્યુ છે, આજે કમલમ ખાતે એક મોટી વેલકમ પાર્ટી યોજાઇ જેમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે અન્ય પક્ષોના મોટા હોદ્દેદારો અને નેતાઓને બીજેપીમાં સામેલ કર્યા હતા.