શોધખોળ કરો
Advertisement
C.R. પાટીલે નવો ચિલો ચાતરીને ભાજપના ક્યાં નેતાઓની બોલાવી બેઠક? જાણીને આશ્ચર્ય થશે
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ નિમાયેલા સી. આર. પાટીલે વિધાનસભાની તમામ 182 બેઠકો જીતવાનું લક્ષ્ય જાહેર કર્યું છે. આ લક્ષ્યાંકને પહોચી વળવા માટે તેમણે જુદાં જુદાં પગલાં ભરવા માંડ્યા છે
ગાંધીનગરઃ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ નિમાયેલા સી. આર. પાટીલે વિધાનસભાની તમામ 182 બેઠકો જીતવાનું લક્ષ્ય જાહેર કર્યું છે. આ લક્ષ્યાંકને પહોચી વળવા માટે તેમણે જુદાં જુદાં પગલાં ભરવા માંડ્યા છે અને તેના ભાગરૂપે 2017 ની વિધાનસભા ચૂંટણીમાં હારેલા ભાજપનાં ઉમેદવારોની કમલમ ખાતે બેઠક બોલાવી છે.
સામાન્ય રીતે હારેલા ઉમેદવારોને કોઈ યાદ કરતું નથી ત્યારે પાટીલે નવો ચીલો ચાતરીને હારેલા ઉમેદવારોની બેઠક બોલાવી છે. આ રીતે પાટીલના કારણે પહેલી વખત ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભાજપનાં વિધાનસભા ચૂંટણી હારેલા ઉમેદવારો એક સાથે એકઠા થશે.
ભાજપ દ્વારા કરાયેલી જાહેરાત પ્રમાણે, 2 સપ્ટેમ્બ નાં રોજ 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણી હારેલા ભાજ્પનાં ઉમેદવારોની સી. આર. પાટીલની અધ્યક્ષતામાં બેઠક મળશે.
પાટીલ દ્વારા ભાજ્પનાં હારેલા ઉમેદવારોને વિધાનસભા ચૂંટણીમાં તેમની હાર માટેનાં કારણોનો વિસ્તૃત અહેવાલ સાથે લ ને આવવા માટે સૂચના અપાઈ છે. ભાજપનાં હાર માટેના કારણો અને હવે જીત માટે શુ કરી શકાય તે મુદે બેઠકમાં ચર્ચા થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
શિક્ષણ
સુરત
Advertisement