શોધખોળ કરો

નાના અને મધ્યમવર્ગીય લોકોના હિતમાં મુખ્યમંત્રીનો નિર્ણય, રહેણાંક મકાનમાં ટ્રાન્સફર માટેની ડ્યૂટીમાં પણ મળશે લાભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં નાના અને મધ્યમ વર્ગીય પરિવારો- લોકોને આવાસ તબદીલીઓ માટે ભરવા પાત્ર ડ્યુટીની રકમમાં મોટી છૂટ આપવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે નાના અને મધ્યમવર્ગીય લોકોના હિતમાં નિર્ણય લીધો હતો. રહેણાંક મકાનમાં ટ્રાન્સફર માટેની ડ્યૂટીમાં પણ લાભ અપાશે. તબદીલી-ટ્રાન્સફર માટે ભરવા પાત્ર ડ્યૂટીની 80 ટકા સુધી રકમ માફ કરાશે. અલોટમેન્ટ લેટર-શેર સર્ટી.થી કરાયેલ ટ્રાન્સફર પર 80 ટકા ડ્યૂટી માફ કરવામાં આવશેય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના નાના અને મધ્યમ વર્ગીય લોકોના વ્યાપક હિતમાં મહત્વપૂર્ણ મહેસૂલી નિર્ણય લીધો હતો. સોસાયટી, એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા અલોટમેન્ટ લેટર - શેર સેર્ટિફિકેટથી કરવામાં આવેલી તબદીલી - ટ્રાન્સફર્સ માટે ભરવા પાત્ર ડ્યુટીની 80 ટકા સુધીની ડ્યુટી રકમ માફ કરાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં નાના અને મધ્યમ વર્ગીય પરિવારો- લોકોને આવાસ તબદીલીઓ માટે ભરવા પાત્ર ડ્યુટીની રકમમાં મોટી છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. આ મહત્વપૂર્ણ મહેસુલી નિર્ણય અનુસાર સોસાયટી, એસોસિયેશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર, શેર સર્ટિફિકેટથી કરવામાં આવેલી તબદીલી ટ્રાન્સફર માટે ભરપાઈ કરવા પાત્ર સો ટકા ડ્યુટીની રકમ પૈકી 80 ટકા સુધી ડ્યુટી રકમ માફ કરીને માત્ર 20 ટકા જેટલી ડ્યુટી વસૂલ કરવામાં આવશે.

ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 9 (ક) અન્વયે ભરવા પાત્ર આવી રકમમાં છૂટછાટ અપાશે. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે સ્ટેમ્પ અધિનિયમમાં કરેલી જોગવાઈઓના કારણે મધ્યમ વર્ગના લોકો ઉપર આવા તબદીલીના કિસ્સાઓમાં જે નાણાંકીય બોજ આવતો હતો તે સમગ્ર વિષયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવા નાના મધ્યમ વર્ગીય લોકોની રજૂઆતો પ્રત્યે સંવેદના દાખવીને હકારાત્મક અભિગમ અપનાવ્યો છે.

આ સંદર્ભમાં તેમણે કરેલા નિર્ણય અનુસાર હવે મૂળ ડયુટીના 20 ટકા તથા દંડની રકમ મળીને માત્ર લેવાપાત્ર ડયુટી જેટલી જ રકમ વસૂલ કરવામાં આવશે. આમ રાજ્ય સરકારે મૂળ ભરપાઈ કરવાની થતી સ્ટેમ્પ ડ્યુટીની રકમમાં ઘટાડો કરવાથી ડ્યુટી ઉપરાંત દંડની ગણતરી થતા સુધારેલી જોગવાઈ અગાઉની મિલકત સંબંધે જેટલી ડ્યુટીની રકમ ભરપાઇ કરવાની થતી હતી તેટલી જ રકમ ભરપાઈ કરવાની થશે. સરકારના આ સકારાત્મક અને નાગરિક હિત કેન્દ્રી અભિગમથી આવા તબદીલીના કિસ્સાઓમાં લોકો ઉપર દંડની રકમનો કોઈ જ વધારાનો નાણાકીય બોજ પડશે નહીં. આ નિર્ણયના અનુસંધાને જાહેર કરવામાં આવનારા જાહેરનામાની જોગવાઈઓ માત્રને માત્ર સોસાયટી, એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટથી કરાયેલી તબદીલીઓ માટે જ લાગુ પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો

રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો

અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ

BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો

SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક

BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 

Embed widget