શોધખોળ કરો

સીએમ ભૂપેન્દ્ર પટેલે 2055 નવીન ગ્રામ પંચાયતોને પોતિકા પંચાયત ઘર નિર્માણ માટે 490 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી

ગાંધીનગરઃ ત્રિસ્તરિય પંચાયતી રાજ વ્યવસ્થાનો મહત્વનો અને પાયાનો એકમ એવી ગ્રામ પંચાયતોને પોતિકા પંચાયત ઘર ઉપલબ્ધ થાય છે

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામ પંચાયત ઘર કમ તલાટી-મંત્રી આવાસ યોજનામાં ૧૦૦ ટકા સેચ્યુરેશન લાવવાના હેતુસર રાજ્યમાં ૨૦૫૫ નવીન ગ્રામ પંચાયત ઘરો માટે ૪૮૯.૯૫ કરોડ રૂપિયાનું અનુદાન મંજૂર કર્યુ છે. ત્રિસ્તરિય પંચાયતી રાજ વ્યવસ્થાનો મહત્વનો અને પાયાનો એકમ એવી ગ્રામ પંચાયતોને પોતિકા પંચાયત ઘર ઉપલબ્ધ થાય તેવો ઉદ્દેશ્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ માતબર અનુદાન મંજૂર કરવામાં રાખ્યો છે. 

રાજ્યની જર્જરિત પંચાયત ઘર ધરાવતી અને પંચાયત ઘર ધરાવતી ન હોય તેવી ગ્રામ પંચાયતોને નવીન પંચાયત ઘર તેમજ તલાટી કમ મંત્રી આવાસ નિર્માણ માટે રાજ્ય સરકારના પંચાયત વિભાગ દ્વારા દર વર્ષે બજેટમાંથી નાણાં ફાળવવામાં આવે છે અને જરૂરીયાત મુજબ પંચાયત ઘરોનું નિર્માણ પણ થાય છે. 

તદઅનુસાર, ૧૦ હજારથી વધુ વસ્તીવાળા ગામોને રૂ.૪૦ લાખ, ૫ થી ૧૦ હજાર સુધીની વસ્તી ધરાવતા ગામોને રૂ.૩૪.૮૩ લાખ અને ૫ હજારથી ઓછી વસ્તી ધરાવતા ગામોને ૨૫ લાખ રૂપિયાનું અનુદાન ગ્રામ પંચાયત ઘર-તલાટી કમ મંત્રી આવાસ બનાવવા માટે અપાય છે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં પ્રથમવાર એકસાથે રાજ્યની ૨૦૫૫ ગ્રામ પંચાયતોમાં નવીન પંચાયત ઘર માટે જે તે ગામની વસ્તી આધારિત યુનિટ કોસ્ટ મુજબ સમગ્રતયા ૪૮૯.૯૫ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે તેના પરિણામે મોટા ભાગની ગ્રામ પંચાયતો આ વર્ષમાં જ પોતાના મકાનોનું નિર્માણ કાર્ય હાથ ધરી શકશે. એટલું જ નહિ, આધુનિક સવલતો સાથેની ગ્રામ પંચાયત કચેરીઓ દ્વારા નાગરિકોને ગ્રામ્ય સ્તરે જ સરળતાથી અને ઝડપી સરકારી સેવાઓ મળી રહે એવો સકારાત્મક અભિગમ પણ મુખ્યમંત્રીશ્રીએ અપનાવ્યો છે. 

આ ઉપરાંત પંચાયત વિભાગની અન્ય યોજનાઓમાં આવરી લેવાયેલી ગ્રામ પંચાયતોમાં પણ આવા પંચાયત ઘરોના નિર્માણમાં ૧૦૦ ટકા સેચ્યુરેશન લાવવાની કામગીરી પ્રગતિમાં છે. આ કામગીરી પૂર્ણ થતાં રાજ્યની બધી જ ગ્રામ પંચાયતો પોતિકા ગ્રામ પંચાયત ઘરોથી સુસજ્જ બનશે અને ગ્રામીણ નાગરિકોને ઘર આંગણે જ ઝડપી સરકારી સેવાઓ મળતી થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 

કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા

PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ

UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?

Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ

CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર

Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો

Embed widget