શોધખોળ કરો

Gandhinagar: અમૃત સરોવરના નિરીક્ષણ માટે અચાનક પહોંચી ગયા CM ભૂપેન્દ્ર પટેલ, ગામ લોકો સાથે લીધી ચાની ચૂસકી

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રવિવારે સાંજે ગાંધીનગરના દહેગામ તાલુકાના કરોલી ગામના અમૃત સરોવરના નિરીક્ષણ માટે ઓચિંતા જ પહોંચી ગયા હતા.

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રવિવારે સાંજે ગાંધીનગરના દહેગામ તાલુકાના કરોલી ગામના અમૃત સરોવરના નિરીક્ષણ માટે ઓચિંતા જ પહોંચી ગયા હતા. મુખ્યમંત્રીએ અમૃત સરોવરની પ્રગતિ હેઠળની કામગીરીનું નિરીક્ષણ અને ગુણવત્તા ચકાસણી પણ સ્થળ ઉપર જ કરી હતી. વડાપ્રધાને દેશના અમૃતકાળમાં દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવર નિર્માણના કરેલા આહવાનને ઝીલી લઇને ગુજરાતે અમૃત સરોવર નિર્માણ વેગવંતુ બનાવ્યું છે. 

મુખ્યમંત્રીના દિશા નિર્દેશનમાં રાજ્ય સરકારે મે-૨૦૨૩  સુધીમાં ૨,૪૭૦ અમૃત સરોવર સાઇટ પર કામગીરી પૂર્ણ કરી છે. આવા અમૃત સરોવર ૧ એકર વિસ્તારમાં નિર્માણ કરવામાં આવે છે અને અંદાજે ૧૦,૦૦૦ ક્યુબીક મીટર જળસંગ્રહ ક્ષમતા ધરાવે છે. અમૃત સરોવરના નિર્માણમાં જળસંચય સાથે જનભાગીદારી પ્રેરીત કરવાનો ઉદાર અભિગમ રાખવામાં આવેલો છે. મુખ્યમંત્રી આવા અમૃત સરોવરની કામગીરીના પ્રત્યક્ષ નિરક્ષણ માટે ગાંધીનગરના દહેગામ તાલુકાના કરોલી ગામે અચાનક પહોંચ્યા હતા. તેમણે દહેગામના હરસોલી ગામની મુલાકાત લઇને ગ્રામજનો સાથે સંવાદ કર્યો સાથે ચાની ચૂસકી પણ લીધી હતી. સાથે સાથે ગામમાં આવેલા માતાના મંદિરના દર્શન પણ કર્યા હતા. 

ઉત્તર ગુજરાતના આ બે તાલુકાને પાણીની તંગીમાંથી મળશે કાયમી મુક્તિ

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના બે અતિ સૂકા તાલુકા એવા થરાદ અને ધાનેરા તાલુકાના ગામોના તળાવો નર્મદાના પાણીથી ભરવાનો મહત્વપૂર્ણ નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ બન્ને તાલુકાઓમાં ઉદવહન પાઈપલાઈનનું આયોજન કરીને સિંચાઇથી વંચિત એવા આ વિસ્તારોમાં ભૂગર્ભ જળ ઊંચા લાવવાનો નિર્ણય કર્યો છે. 

બનાસકાંઠા જિલ્લાના આ બે તાલુકાઓમાં કોઇ મોટી સિંચાઇ વ્યવસ્થા ઉપલબ્ધ નથી. એટલું જ નહિ, થરાદ તાલુકાનો પૂર્વ તરફનો ઉપરનો વિસ્તાર સિંચાઇ વિહોણો છે. થરાદ અને ધાનેરા તાલુકાઓને સિંચાઇ માટે પૂરતું પાણી મળી રહે તેની અતિ આવશ્યકતાને ધ્યાનમાં લઇને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બન્ને તાલુકાઓના ગામોના ર૦૦ થી વધારે સરકારી પડતર તળાવોને નર્મદા નહેર આધારિત ઉદવહન પાઇપલાઇનથી આવરી લેવાના દિશાનિર્દેશો આપ્યા છે. 

આ સંદર્ભમાં ૬૧ કી.મી લાંબી  મુખ્ય પાઇપલાઇન  અને ૧૩૫ કી. મીટર લાંબી પેટા લાઈન દ્વારા ર૦૦ ક્યુસેક્સ પાણી ઉદવહન કરવા માટે આશરે ૩ પમ્પીંગ સ્ટેશન બનાવવા સહિતની સમગ્ર યોજનાકીય કામગીરી માટે ૧૪૧૧ કરોડ રૂપિયાની રકમ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.   અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, નર્મદા મુખ્ય નહેર આધારિત પ્રગતિ હેઠળની ર અને પૂર્ણ થયેલી ૧ર એમ કુલ ૧૪ ઉદવહન પાઇપલાઇનોની કુલ ક્ષમતા ૩૩૭પ ક્યુસેક્સ દ્વારા મહત્તમ ૦.૬૦ MAF પાણી ઉપાડવામાં આવે છે.  નર્મદાના વધારાના ૧ MAF પાણીના ઉદવહન માટે સ્થાપિત ક્ષમતા વધારવી પડે તેમ છે તે સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે થરાદ અને ધાનેરા તાલુકાના બાકી રહી જતા ગામોના ર૦૦ થી વધુ તળાવો નર્મદા જળથી ભરવાનો નિર્ણય કર્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

BCCIએ IPL 2025માં રિટેન્શનના નિયમોને આપી મંજૂરી, આ વખતે જોવા મળશે 8 મોટા ફેરફાર
BCCIએ IPL 2025માં રિટેન્શનના નિયમોને આપી મંજૂરી, આ વખતે જોવા મળશે 8 મોટા ફેરફાર
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BCCIએ IPL 2025માં રિટેન્શનના નિયમોને આપી મંજૂરી, આ વખતે જોવા મળશે 8 મોટા ફેરફાર
BCCIએ IPL 2025માં રિટેન્શનના નિયમોને આપી મંજૂરી, આ વખતે જોવા મળશે 8 મોટા ફેરફાર
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Embed widget