શોધખોળ કરો

અમદાવાદમાં બે અને રાજકોટમાં એક ટાઉન પ્લાનિંગ સ્કીમને મુખ્યમંત્રી રૂપાણીએ આપી મંજૂરી

રાજ્યમાં સુઆયોજિત શહેરી વિકાસની પ્રતિબદ્ધતાને આગળ ધપાવતાં વધુ ત્રણ પ્રીલીમીનરી ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂરી આપી છે.

ગાંધીનગરઃ અમદાવાદ અને રાજકોટ શહેરના વિકાસ માટે રૂપાણી સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.  મુખ્યમંત્રી રૂપાણીએ રાજકોટમાં મવડી અને અમદાવાદમાં વસ્ત્રાલ- રામોલ અને ત્રાગડમાં ટીપી સ્કીમને મંજૂરી આપી છે. રાજ્યમાં સુઆયોજિત શહેરી વિકાસની પ્રતિબદ્ધતાને આગળ ધપાવતાં વધુ ત્રણ પ્રીલીમીનરી ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂરી આપી છે. મુખ્યમંત્રી રૂપાણીએ રાજકોટની પ્રારંભિક ટી.પી. સ્કીમ નં. ર૬ (મવડી) તેમજ અમદાવાદ પૂર્વની ટી.પી ૧૦૬ (વસ્ત્રાલ રામોલ) અને અમદાવાદ પશ્ચિમ વિસ્તારની ટી.પી. ૬૪ (ત્રાગડ)ને મંજૂરી આપી છે. આ ત્રણ પ્રિલીમીનરી ટી.પી.ને મંજૂરી આપતાં સામાજિક-આર્થિક રીતે નબળા વર્ગોના લોકો માટે આવાસ બાંધકામના હેતુથી કુલ ૧ લાખ ર૧ હજાર ૩ર૪ ચો.મીટર જમીનો જે-તે સત્તામંડળને સંપ્રાપ્ત થશે. રાજકોટની ટી.પી સ્કીમમાં પ૯,૦૬૦ ચો.મીટર, અમદાવાદની વસ્ત્રાલ-રામોલ ટી.પી સ્કીમમાં ૪૦,૦૧૯ ચો.મીટર અને ત્રાગડની ટી.પી સ્કીમમાં રર,ર૪પ ચો.મીટર જમીન આવા આવાસ બાંધકામ માટે મળશે. રાજકોટની ટી.પી ર૬ (મવડી) અંદાજે ૧રપ હેકટર્સની છે અને તેના પરિણામે સત્તામંડળને કુલ ૬૭ પ્લોટ જાહેર હેતુ અને વેચાણ માટે મળશે. આ પ્લોટસનું કુલ ક્ષેત્રફળ ર,ર૩,૯૪૭ ચો.મીટર છે. આ ટી.પી.માં વેચાણના હેતુ માટે ૯૧,૭૮૦ ચો.મીટર જમીન સત્તામંડળને સંપ્રાપ્ત થવાની છે. મુખ્યમંત્રીશ્રીએ ર૦ર૦ના વર્ષમાં જ અત્યાર સુધીમાં ૧૮ ડ્રાફટ ટી.પી સ્કીમ, ૧૪ પ્રિલીમીનરી તથા ૪ ફાયનલ એમ કુલ ૩૬ ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર કરેલી છે. ટી.પી સ્કીમ ર૬ રાજકોટ(મવડી), અમદાવાદ પૂર્વની ટી.પી. ૧૦૬ (વસ્ત્રાલ-રામોલ) અને અમદાવાદ પશ્ચિમની ૬૪ ત્રાગડ એમ ત્રણેય ટી.પી.માં કુલ ૮૮,૭૬૧ ચો.મીટર જમીન જાહેર સુવિધાઓ માટે સત્તામંડળને મળશે. અમદાવાદ પૂર્વની ૧રપ હેકટર્સની ટી.પી-૧૦૬ (વસ્ત્રાલ-રામોલ)માં અન્વયે સત્તામંડળને ર લાખ ૪૮ હજાર ૪૦પ ચો.મીટરના કુલ પ૪ પ્લોટસ જાહેર હેતુ અને વેચાણ માટે મળશે. અમદાવાદ પશ્ચિમની ૭૦ હેકટર્સની ટી.પી.નં. ૬૪ ત્રાગડ અન્વયે ૧૯ જેટલા પ્લોટની કુલ ૧,૧ર,૭૪૩ ચો.મીટર જમીન સત્તામંડળને મળશે તેમાંથી જાહેર હેતુ અને વેચાણ માટે પ૩,૪૮૪ ચો.મીટર જમીન પ્રાપ્ત થવાની છે. આ ત્રણેય ટી.પી.માં જાહેર સુવિધાના હેતુથી જે ૮૮,૭૬૧ ચો.મીટર જમીન સંબંધિત સત્તામંડળોને સંપ્રાપ્ત થશે તેમાં રાજકોટમાં ૩૮,૧પ૭ ચો.મીટર, વસ્ત્રાલ-રામોલમાં ૪૦,૭૮૦ ચો.મીટર અને ત્રાગડમાં ૯૮ર૪ ચો.મીટર જમીન મળશે. એટલું જ નહિ, આ ત્રણેય ટી.પી. સ્કીમમાં સમગ્રતયા કુલ મળીને ૧ લાખ, ૧પ હજાર ૩૯૯ ચો.મીટર જમીન બાગ-બગીચા અને ખૂલ્લી જમીનના હેતુથી સત્તામંડળોને ઉપલબ્ધ થવાની છે. બાગ-બગીચા માટે અને ખૂલ્લી જમીન તરીકે જે જમીનો આ ત્રણેય ટી.પી.માં ઉપલબ્ધ થવાની છે તેમાં રાજકોટ (મવડી)માં ૩૪,૯પ૦ ચો.મીટર, વસ્ત્રાલ-રામોલમાં પ૩,રપ૯ ચો.મીટર અને ત્રાગડમાં ર૭,૧૯૦ ચો.મીટર જમીન સત્તામંડળને સંપ્રાપ્ત થશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat News : વડોદરામાં મારામારીની સાથે  નવસારી, સુરતમાં પણ મારામારીની ઘટના બનીGujarat Sthanik Swaraj Election : ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા કર્યાHun To Bolish : હું તો બોલીશ : મોતની ગટરHun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોણ થશે પાસ, કોણ થશે નાપાસ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  
નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  
નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  
વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 
વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 
આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  
આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  
Embed widget