શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં ફરી લોકડાઉન લાદવા અંગે મુખ્યમંત્રી રૂપાણીની મોટી જાહેરાત, લોકોને શું કરી અપીલ ?
રાજસ્થાન સરકારે સરહદો સીલ કરતાં ગુજરાતમાં પણ ફરી સંપૂર્ણ લોકડાઉન લદાશે એવી અટકળો ચાલી રહી છે પણ ગુરૂવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ આ અટકળોને ખોટી ગણાવી હતી.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. તેના કારણે એવી વાતો ચાલી રહી છે કે, કોરોના વાઈરસના ચેપને કારણે લૉકડાઉનના 66 દિવસ પછી અનલૉક-1 કરનારા ગુજરાતમાં ફરીથી લૉકડાઉન લાદવામાં આવશે. જો કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ વાતોને ખોટી ગણાવી છે. આ પ્રકારની અફવાઓથી ન દોરાવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સામાન્ય લોકોને અનુરોધ કર્યો છે.
ગુજરાતમાં ફરી લોકડાઉન નહીં જ લદાય એવું સ્પષ્ટ કરતાં રૂપાણીએ કહ્યું હતું કે અનલૉક - 1 કર્યા પછી હવે સરકાર વધુ છૂટછાટો આપીને જનજીવનને સામાન્ય બનાવવાનો અને અર્થતંત્રને ફરીથી પાટે ચઢાવવાના પ્રયત્નોમાં લાગી છે ત્યારે ફરી લોકડાઉન લાદવાનો પ્રશ્ન જ નથી. ગુજરાત સરકારે બહુ સમજી વિચારીને લોકડાઉન હટાવ્યું છે ત્યારે આ બાબતમાં સરકાર પીછેહઠ કરવા માગતી નથી. કોરોના વાઈરસના ચેપનો પ્રતિકાર કરવા સરકાર મહત્તમ પ્રયાસો કરી રહી છે, પરંતુ પ્રવર્તમાન સ્થિતિને અનુકૂળ થઈને રહેતાં જનતાએ પણ શીખવું પડશે. લોકો સહકાર નહીં આપે તો અર્થતંત્રની ગાડીને પાટે ચઢાવવી કઠિન બની જશે એવું તેમણે ઉમેર્યું છે.
રાજસ્થાન સરકારે સરહદો સીલ કરતાં ગુજરાતમાં પણ ફરી સંપૂર્ણ લોકડાઉન લદાશે એવી અટકળો ચાલી રહી છે પણ ગુરૂવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ આ અટકળોને ખોટી ગણાવી હતી. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાતમાં લોકડાઉન લંબાવવામાં આવશે એવી વાતોને અફવા ગણાવીને નકારી કાઢી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement