શોધખોળ કરો
Advertisement
જન સંકલ્પ રેલી: અમે મસૂદ અઝહરને પકડ્યો, તમે તેને પાકિસ્તાન મુકી આવ્યા, બીજેપી પર રાહુલ ગાંધીના આકરા પ્રહાર
અડાલજ ખાતે કોંગ્રેસની જન સંકલ્પ રેલી પ્રિયંકા ગાંધીએ મોદી સરકારને આડેહાથે લીધી, સરકારની નીતિ પર કેટલાય આકરા પ્રહારો કર્યો હતા
ગાંધીનગરઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અડાલજ ખાતે કોંગ્રેસની જન સંકલ્પ રેલીને સંબોધન કર્યુ, તેમને કહ્યું કે, આજે દેશમાં બે વિચારધારાની લડાઇ ચાલી રહી છે. દેશમાં લોકો બેરોજગારીથી પરેશાન છે.
રાહુલે કહ્યું કે, અનિલ અંબાણીને ખોટી રીતે વડાપ્રધાન મોદીએ રાફેલનો કૉન્ટ્રાક્ટ આપી દીધો, અનિલ અંબાણીએ ક્યારેય પણ વિમાન નથી બનાવ્યું છતાં કૌભાંડ કરીને કૉન્ટ્રાક્ટ અપયો છે.
કંધાર કાંડને યાદ કરીને રાહુલ ગાંધીએ મોદી સરકારને ઘેરી હતી. કહ્યું- અમારી કોંગ્રેસની સરકારે આતંકવાદ મસૂદ અઝહરને પકડ્યો હતો, પણ તમારી સરકારે પાકિસ્તાન મોકલી દીધો. પીએમ મોદી નિરવ મોદી, મેહુલ ચોક્સી અને અનિલ અંબાણીને ભાઇ કહે છે, જો 2019માં અમારી સરકાર બની તો લઘુત્તમ વેતન આપીશું.
રાહુલે કહ્યું કે, ઇતિહાસમાં સુપ્રીમ કોર્ટના જજ કહી રહ્યાં છે અમને કામ કરવા દેવામાં નથી આવતુ. મોદી સરકારના રાજમાં બંધારણીય સંસ્થાઓને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. ઉદ્યોપતિના દેવા માફ થાય તો ખેડૂતોનુ દેવું કેમ માફ ના થાય. આ દેશ અને ગુજરાતને મહાત્મા ગાંધીએ બનાવ્યુ છે.
પ્રિયંકા ગાંધીની સાથે સાથે રાહુલ ગાંધીએ પણ મોદીના 2014ના 15 લાખ રૂપિયા વાયદાને આડેહાથે લીધુ, બોલ્યા કે કોના ખાતામાં આવ્યા 15 લાખ રૂપિયા. ઉપરાંત તેમને GST ટેક્ષને લઇને પણ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
અડાલજની જન સંકલ્પ સભામાં પ્રિયંકા ગાંધીએ સંબોધન કર્યુ હતુ, પ્રિયંકાએ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા. તેમને કહ્યું કે, હું પ્રથમ વાર ગુજરાત આવી છું. તમે બધા જાણો છો દેશની પ્રજા હેરાન થઇ રહી છે. મોદી સરકારે માત્ર વચનો આપ્યા છે પુરા કર્યા નથી.
હાર્દિક પટેલે પ્રથમવાર કોંગ્રેસના મંચ પરથી જાહેર રેલીને સંબોધન કર્યુ, આ દરમિયાન હાર્દિકે બીજેપીને આડેહાથે લીધી, તેને કહ્યું કે, ભાજપ ખેડૂતો અને યુવાનોના નામે ખોટી રાજનીતિ કરી, હવે જવાનોના નામે રાજનીતિ કરે છે.
હાર્દિકે મંચ પરથી સીધા વડાપ્રધાન મોદી પર નિશાન તાકતા ચોકીદાર ચોર હૈ ના નારા લગાવ્યા હતા. હાર્દિક પટેલ આજે સત્તાવાર રીતે કોંગ્રેસ પાર્ટીમાં રાહુલ ગાંધીની હાજરીમાં જોડાવવાનો છે. મોટી સંખ્યામાં જન સંકલ્પ રેલીમા લોકો ઉમટી પડ્યા છે.
અડાલજ ખાતે કોંગ્રેસની જન સંકલ્પ રેલી શરૂ થઇ ગઇ છે. પાટીદાર નેતા હાર્દિક પટેલ અને ઠાકોર સેનાના પ્રમુખ અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર એક જ મંચ પર ઉપસ્થિત રહ્યાં.
હાલમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર રેલીને સંબોધી રહ્યાં છે. સાથે હાર્દિક પટેલ સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર છે. આજે રાહુલ ગાંધીની હાજરીમાં હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાવવાનો છે. મહત્વની વાત એ છે કે, જન સંકલ્પ રેલીમાં પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ સત્તાવાર રીતે કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થઇ જશે. મનાઇ રહ્યું છે કે, પાર્ટીમાં જોડાયા બાદ હાર્દિક કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરફથી જામનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે.
કોંગ્રેસ નેતા આનંદ શર્માએ કરી પ્રેસ કૉન્ફરન્સ, વર્કિંગ કમિટીને લઈ કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સમાં શર્માએ કહ્યું, 'પ્રધાનમંત્રી લોગો કી ભાવનાઓ કે સાથ ખીલવાડ કર રહે હૈં'
કોંગ્રેસ પાર્ટી જોઇન કર્યા પહેલા પાટીદાર નેતા હાર્દિક પટેલ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળવા પહોંચ્યો હતો, હાર્દિક પટેલની સાથે પાસના કન્વીનર નિખિલ સવાણી અને બ્રિજેશ પટેલ પણ તેની સાથે હાજર રહ્યા હતા.
નોંધનીય છે કે, આ પહેલા 58 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળી હતી. શાહીબાગ સ્થિત સરદાર સ્મારક ખાતે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, મનમોહન સિંહ અને પ્રિયંકા ગાંધી સહિત પાર્ટીના તમામ દિગ્ગજ નેતાઓ અને કાર્યકરો બેઠકમાં જોડાયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ધર્મ-જ્યોતિષ
Advertisement