ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે લેવાશે?
ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષાની તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે
ગાંધીનગરઃ ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષાની તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે. હેડ ક્લાર્કની પરીક્ષા 20 માર્ચના રોજ યોજાશે.નોંધની છે કે આ અગાઉ હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા પરીક્ષા રદ કરવામાં આવી હતી. હવે આ રદ કરાયેલી પરીક્ષા 20 માર્ચના રોજ લેવાશે. પરીક્ષા બપોરના 12થી 2 વાગ્યા દરમિયાન લેવામાં આવશે.
આજે જાહેર થશે કોરોનાની નવી ગાઈડલાઇન
રાજ્ય સરકારની કોરોના ગાઈડલાઈન આવતી કાલે સવારે પૂર્ણ થઈ રહી છે, ત્યારે આજે હવે ગુજરાત સરકાર દ્વારા નવી કોવિડ ગાઇડલાઇન જાહેર કરવામાં આવશે. ત્યારે હવે સરકાર દ્વારા વધુ નિયંત્રણો લગાવવામાં આવશે કે પછી છૂટછાટ આપવામાં આવશે તેના પર સૌની નજર મંડાયેલી છે. અત્યારની ગાઇડલાઇન પ્રમાણે 8 મહાનગરો અને 27 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ અમલી છે. રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ છે. રાજ્યના 8 મહાનગરો સહિત કુલ 27 શહેરોમાં રાત્રિ કરફયુનો અમલ 4 ફેબ્રુઆરી સુધી છે. ગત વખતે ગુજરાત સરકારે જૂની ગાઇડલાઇનમાં કોઈ ફેરફાર કર્યો નહોતો.
લગ્ન પ્રસંગોમાં ખુલ્લી જગ્યામાં માત્ર 150 લોકોની મર્યાદામાં યોજવાની મંજૂરી આપવામાં આવેલી છે. બંધ અથવા ઇન્ડોર સ્થળે ક્ષમતાના 50% તથા મહત્તમ 150 લોકોની મર્યાદામાં લોકો ભેગા થઈ શકશે. લગ્ન માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. આ સિવાય સ્મશાનયાત્રા કે અંતિમવિધિને લગતા પ્રસંગોમાં મહત્તમ માત્ર 100 લોકો ઉપસ્થિત રહી શકશે.
રાજકીય કે ધાર્મિક કાર્યક્રમોમાં પણ આ નિયમ લાગું પડશે. ખુલ્લી જગ્યામાં માત્ર 150 લોકોની મર્યાદામાં કાર્યક્રમ યોજી શકાશે. બંધ અથવા ઇન્ડોર સ્થળે ક્ષમતાના 50% તથા મહત્તમ 150 લોકોની મર્યાદામાં લોકો ભેગા થઈ શકશે. હોટેલ્સ રેસ્ટોરન્ટસને હોમ ડીલીવરી સેવા 24 કલાક ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.
GTUનો અણઘડ વહીવટ
GTUનો અણઘડ વહીવટ સામે આવ્યો છે. સિવિલ એન્જીનિયરીંગમાં ડિપ્લોમાં સેમેસ્ટર ત્રણની પરીક્ષા લેવાયા પહેલા જ સેમેસ્ટર ચારનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. સેમેસ્ટર ત્રણની પરીક્ષાની તૈયારી કરવી કે ચોથા સેમેસ્ટરનો અભ્યાસ કરવો તે અંગે વિદ્યાર્થીઓ અવઢવમાં મુકાયા છે. સોશલ મીડિયામાં વિદ્યાર્થીઓએ રોષ ઠાલવ્યો હતો.