શોધખોળ કરો

LRD વિવાદઃ સરકારનો નિર્ણય- હવે 5227 જગ્યાઓ પર ભરતી કરાશે, જાણો ક્યા વર્ગમાં કેટલી બેઠકો વધારી?

નીતિન પટેલે કહ્યુ કે- એલઆરડીમાં હવે 5227 જગ્યાઓની ભરતી કરવામાં આવશે. જેમાં 62.5 ગુણ ધરાવતી કોઇ પણ જ્ઞાતિની મહિલા ઉમેદવારોની ભરતી થશે.

ગાંધીનગરઃ આલઆરડીની ભરતીમાં અનામતના વિવાદ મામલે સરકારને મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે આજે LRD ભરતી મુદ્દે વિવાદિત પરિપત્રની ગૂંચ ઉકેલવા બેઠક વધારવાનો નિર્ણય લીધો છે. બેઠક બાદ સરકારે જણાવ્યું હતું કે, એલઆરડીમાં હવે 5227 જગ્યાઓની ભરતી કરવામાં આવશે. જેમાં 62.5 ગુણ ધરાવતી કોઇ પણ જ્ઞાતિની મહિલા ઉમેદવારોની ભરતી થશે. આ  ભરતીમાં જૂના પરિપત્રને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. મુખ્યમંત્રીના નિવાસસ્થાન પર યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાય સામેલ થયા હતા. બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે સરકારે આ વિવાદને ઉકેલવા માટે બેઠકો વધારવાનો નિર્ણય લીધો છે. જેમાં  LRDની ભરતીમાં જૂના પરિપત્રને ધ્યાનમાં લેવાશે નહીં. જે ઉમેદવારે 62.5 ટકા માર્ક્સ મેળવ્યા છે તેમની ભરતી કરવામાં આવશે. લાયક ઉમેદવારોને માટે ગુણાંક 62.5 ટકા છે. નીતિન પટેલે કહ્યું કે, હવે જનરલ કેટેગરીમાં 421ના બદલે 834 જગ્યાઓ માટે ભરતી કરાશે. તે સિવાય ઓબીસીમાં 1834નાં બદલે 3248 જગ્યાઓ ,SC માં 346ના બદલે 588 અને  ST માં 476નાં બદલે 511 જગ્યાઓ માટે ભરતી કરાશે. નીતિન પટેલે કહ્યું હતું કે, રાજ્ય સરકારે હવે કોઇ સરકારી ભરતીની પ્રક્રિયા હાથ ધરશે નહી જ્યાં સુધી એક ઓગસ્ટ 2018ના પરિપત્રને લઇને કોર્ટનો અંતિમ નિર્ણય નહી આવે ત્યાં સુધી વધુ સરકારી ભરતી થશે નહીં. એસસી એસટી અને ઓબીસીની મહિલાઓએ સરકારની જાહેરાતને લોલીપોપ ગણાવી હતી. અનામત વર્ગના મહિલ ઓએ પરિપત્રને રદ કરવાની માંગ સાથે આંદોલન ચાલુ રાખવાની વાત કરી હતી. નોંધનીય છે કે ઓગસ્ટ, 2018નો ઠરાવ રદ કરવાની માંગ સાથે  બિન અનામત વર્ગની મહિલાઓ ગાંધીનગરમાં આંદોલન કરી રહી છે. તો બીજી તરફ રદ ન કરવામાં આવે તેવી માંગ સાથે બિન અનામત વર્ગની મહિલાઓએ પણ આંદોલન પર ઉતરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો
રાજ્યમાં બાળકોને ધોરણ-1 માં પ્રવેશને લઈને શિક્ષણ વિભાગે શું લીધો મોટો નિર્ણય?
રાજ્યમાં બાળકોને ધોરણ-1 માં પ્રવેશને લઈને શિક્ષણ વિભાગે શું લીધો મોટો નિર્ણય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
Embed widget